
Parliament news about Tobacco : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ સત્રના પ્રથમ દિવસે સોમવારે લોકસભામાં બે મહત્વપૂર્ણ વિધેયક રજૂ કર્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પર ઊંચા કરવેરા ચાલુ રાખવાનો હતો. વિપક્ષી દળોના ભારે હોબાળા વચ્ચે નાણામંત્રીએ ‘ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક- 2025’ અને ‘સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક- 2025’ રજૂ કર્યા હતા.
કયા બે બિલ પાસ થયા?
આ બંને વિધેયક હાલમાં તમાકુ અને પાન મસાલા પર લાગતા GST ક્ષતિપૂર્તિ ઉપકર (Compensation Cess)નું સ્થાન લેશે. ‘કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક’ દ્વારા સિગારેટ, સિગાર, હુક્કા, જર્દા સહિતના તમાકુ ઉત્પાદનો પર ઉત્પાદ શુલ્ક (Excise Duty) લગાવવામાં આવશે.










