gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિનિયર નેતાઓ બૂથ પણ જીતાડી નથી શકતા, હવે અમે વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી | congress leader…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા રવાના, દિલ્હી જતા પહેલાં કરશે આટલાં કામ | rahul gandhi gujarat visi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Gujarat visit : બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે મોડાસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે, ‘ગુજરાતમાં અમારી પાસે ખૂબ મજબૂત કાર્યકર્તા છે. દેશમાં શું ચાલી રહ્યું છે એ બધાં જાણે છે. દેશમાં બેરોજગારી વધી રહી છે પરંતુ, બે-ત્રણ અબજોપતિને બધી સંપત્તિ આપવામાં આવી રહી છે. તમે જ મોકલેલા છે. તેમના માટે બધી જ સુવિધા છે. જે એમને જોઈએ તે તેમને મળી જાય છે. ભલે તે એરપોર્ટ હોય, પોર્ટ હોય, સિમેન્ટ હોય, ઈન્ફ્રાસ્ટ્ર્કચર હોય બધું તેમના હાથમાં જઈ રહ્યું છે અને ગુજરાત સહિત આખા દેશની જનતા બસ જોઈ રહી છે.’

ભાજપને કોંગ્રેસ જ હરાવી શકે છે: રાહુલ ગાંધી

તેમણે વધુમાં કહ્યું હતું, કે ‘દિલ્હીમાં અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. દેશમાં બે જ પાર્ટી વિચારધારાના આધારે બની છે, કોંગ્રેસ અને ભાજપ.  તેથી લડાઈ ફક્ત અમારા બે વચ્ચે છે અને બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જો અમારે આરએસએસ અને ભાજપને દેશમાં હરાવવી છે તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. અમારી પાર્ટી ગુજરાતથી શરૂ થઈ છે. અમારા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતે અમને આપ્યા છે, સરદાર પણ ગુજરાતે આપ્યા. અમારી પાર્ટી અને અમારી વિચારધારા પણ અહીંથી શરૂ થઈ છે.’

કોંગ્રેસે બનાવી વ્યૂહનીતિ

કોંગ્રેસની વ્યૂહનીતિ વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમારી ચર્ચામાં મુખ્ય વાત એ નીકળી કે, જિલ્લાને અમદાવાદથી નહીં તે જ જિલ્લામાંથી ચલાવવામાં આવશે અને જિલ્લાના નેતાઓની તાકાત વધારવામાં આવશે અને તેમને જવાબદારી આપી તેમના હાથ મજબૂત કરવામાં આવશે. અમે નિરીક્ષણ માટે નેતા મોકલ્યા છે, જે તમારી સાથે વાત કરી અમને રિપોર્ટ આપશે જેમાંથી જિલ્લા પ્રમુખ નિયુક્ત કરવામાં આવશે. જિલ્લા પ્રમુખ સમાધાન કરનાર ઉમેદવાર નહીં હોય. જિલ્લા પ્રમુખ આ જિલ્લાને ચલાવશે. તેના નિર્ણયથી જિલ્લો ચાલશે. ઉપરથી કોઈ આદેશ આપવામાં નહીં આવે.’

રેસના ઘોડાને દોડાવીશું અને વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી 

છેલ્લાં ઘણાં સમયથી અમારી પાર્ટી નિરાશ જોવા મળે છે. ગુજરાતમાં નિરાશા જોવા મળી રહી છે. એવું લાગે છે કે, આ ખૂબ મુશ્કેલ કામ છે. પરંતુ, હું તમને અહીં જણાવવા આવ્યો છું કે, આ કોઈ અઘરૂ કામ નથી. આપણે ગુજરાતમાં આ કામ કરીને રહીશું. અમે નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ પાર્ટીમાં થોડા બદલાવની જરૂર છે. જિલ્લાના સિનિયર નેતાઓ સાથે વાતચીતમાં મને જાણવા મળ્યું કે, અહીં લોકલ નેતાઓને ટિકિટ વહેંચણીના નિર્ણયમાં સામેલ કરવામાં નથી આવતાં. મને જણાવ્યું કે, ખબર નહીં ટિકિટ ક્યાંથી આવી? જાણે આકાશમાંથી ટપકીને આવી જતી હોય. બીજી વાત મેં પહેલાં કહ્યું હતું કે, બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો અને બીજો વરઘોડાનો ઘોડો પરંતુ, ત્રીજો ઘોડો પણ હોય છે જે લંગડો છે. હવે અમે આ ઘોડાને થોડા અલગ કરવા ઈચ્છીએ છીએ. રેસના ઘોડાને અમે દોડાવીશું અને વરઘોડાના ઘોડાને નચાવીશું.

ધારાસભ્ય-સાંસદને આપ્યો સંકેત

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, સંગઠન અને ચૂંટણી લડનારા વચ્ચે કનેક્શન હોય. આજકાલ એવું થાય છે કે, કોંગ્રેસનું સંગઠન ચૂંટણી જીતાડે છે અને એકવાર વ્યક્તિ ધારાસભ્ય, સાંસદ બની જાય પછી તે સંગઠનને ભૂલી જાય છે અને કહે છે તમે જાણો અને તમારૂ કામ જાણે. તેથી હવે અમે સંગઠનના માધ્યમથી લોકોની પસંદગી કરીશું. આ અમારો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ છે. ગુજરાતમાં તેને ટેસ્ટ કરવામાં આવશે. કારણ કે, ગુજરાત અમારા માટે સૌથી જરૂરી પ્રદેશ છે. અમારી લડાઈ વિચારધારાની છે જે ગુજરાતમાં અમે લડીશું અને જીતીશું.

સિનિયર નેતાઓની કાઢી ઝાટકણી

રાહુલ ગાંધીએ બની બેઠેલા સિનિયર નેતાઓ વિશે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ઘણાં એવા નેતા છે, જે સિનિયર નેતા બની બેઠા છે પરંતુ બૂથ પણ નથી જીતાડી શકતાં. તેથી અમે એવા લોકોને તાકાત આપવા ઈચ્છીએ છીએ જેની પકડ બૂથ લેવલથી છે.

ભાજપમાં જોડાયેલાને પ્રેમથી બહાર કાઢીશું

‘નવી પેઢીને આપણે કોંગ્રેસમાં લાવવાની છે. આ ભીડમાં એવા નેતા છે જે જનતા સાથે જોડાયેલા લોકો છે તેમને આગળ વધારવાના છે. આ ભીડમાં એવા પણ નેતા છે જે ભાજપ સાથે ભળેલા છે તેમને આપણે શોધીને પ્રેમથી બહાર કાઢવાના છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
વડોદરામાં ભરઉનાળે પાણી માટે વલખા : કારેલીબાગના જલારામ નગરની વસાહતમાં પાણી મુદ્દે હોબાળો, થાળી વગાડી …

વડોદરામાં ભરઉનાળે પાણી માટે વલખા : કારેલીબાગના જલારામ નગરની વસાહતમાં પાણી મુદ્દે હોબાળો, થાળી વગાડી ...

જામનગરમાં અંબર ચોકડી પાસે ફલાય ઓવરના કામના કારણે દોઢ મહિના સુધી ડાઇવર્જન | Diversion for 1 5 months …

જામનગરમાં અંબર ચોકડી પાસે ફલાય ઓવરના કામના કારણે દોઢ મહિના સુધી ડાઇવર્જન | Diversion for 1 5 months ...

સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man …

સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ ‘વિચિત્ર પ્રાણી’ અને ‘ક્રેક મગજના’ છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિ…

નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ ‘વિચિત્ર પ્રાણી’ અને ‘ક્રેક મગજના’ છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિ…

5 months ago
વિકાસના પોકળ બણગાં સાથે ભાજપ શાસકોના રાજમાં સુરત ’ખાડા સિટી’ બની ગયું છે : વિપક્ષ | Surat has become…

વિકાસના પોકળ બણગાં સાથે ભાજપ શાસકોના રાજમાં સુરત ’ખાડા સિટી’ બની ગયું છે : વિપક્ષ | Surat has become…

10 months ago
મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ | Air India Plane…

મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ | Air India Plane…

11 months ago
બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News