gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? | wil…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? | wil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Afghanistan-Pakistan Tension: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરીથી તણાવ વધ્યો છે. પાકિસ્તાને 15 ઓક્ટોબર, 2025ના રોજ અફઘાનિસ્તાનના કંધાર વિસ્તારના સ્પિન બોલ્દક જિલ્લા પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકો માર્યા ગયા છે. તાલિબાને આ હુમલાને ષડયંત્ર ગણાવ્યું છે. કારણકે, આ હુમલો સીઝફાયરની જાહેરાત પહેલાં જ થયો હતો.

તાલિબાન આપશે જવાબ?

પાકિસ્તાનના હુમલાનો તાલિબાન કેવી રીતે જવાબ આપે છે, તે જોવાનું રહેશે. તાલિબાને યુદ્ધવિરામનું પાલન કર્યું છે, પરંતુ મુજાહિદે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ફરીથી તેમની સાથે દગો કરશે, તો તેઓ જવાબ આપશે. કેટલાક અહેવાલો સૂચવે છે કે તાલિબાન કાબુલ અને કંદહારમાં પાકિસ્તાની સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, બંને દેશો વાટાઘાટો દ્વારા ઉકેલ ઇચ્છે છે. જો યુદ્ધવિરામનો ભંગ થાય, તો સમગ્ર પ્રદેશને અસર થઈ શકે છે – વેપાર-ધંધા ઠપ થશે અને લાખો લોકો વિસ્થાપિત થઈ શકે છે.

બંને દેશ અવારનવાર એક-બીજા પર હુમલા કરી રહ્યા છે. તાલિબાનનો આરોપ છે કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ઘુસણખોરી કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાનનો આક્ષેપ છે કે, અફઘાનિસ્તાન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા આતંકી જૂથોને શરણ આપી રહ્યું છે, જે પાકિસ્તાન પર હુમલો કરે છે. બંને દેશ વચ્ચે 2600 કિમી લાંબી દુરાંદ લાઈન સરહદ હંમેશા વિવાદનો વિષય રહી છે. 

બંને દેશોનો તણાવ ચરમસીમાએ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ વર્ષ 2025માં ચરમસીમાએ પહોંચ્યો છે. 9 ઓક્ટોબરના રોજ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર પહેલો હવાઈ હુમલો કર્યો હતો, જેમાં તાલિબાનના ઠેકાણાંને ટાર્ગેટ બનાવ્યા હતા. ત્યારબાદથી બંને દેશો વચ્ચે ગોળીબાર અને હુમલા થઈ રહ્યા છે. કુર્રમ, ચમન અને સ્પિન બોલ્દક જેવા વિસ્તારોમાં અથડામણ વધી છે. જેમાં ડઝનથી વધુ લોકો માર્યા ગયા છે. 15 ઓક્ટોબરે સવારે ચાર વાગ્યાની આસપાસ બંને દેશોની સરહદ પર ગોળીબાર શરૂ થયો હતો. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ પહેલો હુમલો હળવા અને ભારે હથિયારોથી કર્યો હતો. તાલિબાને તેનો આક્રમક અંદાજમાં જવાબ આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની વાયુસેનાએ સ્પિન બોલ્દક પર બોમ્બમારો કર્યો હતો. વીડિયો ફૂટેજમાં વિસ્ફોટોનો અવાજ અને કાળા ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા. આ હુમલામાં તાલિબાનના લશ્કરી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ રહેણાંક વિસ્તારોમાં વધુ નુકસાન થયું હતું. પાકિસ્તાનનો દાવો છે કે આ તાલિબાનના હુમલાઓનો જવાબ હતો.

હવાઈ હુમલામાં 12ના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

તાલિબાનના જણાવ્યા પ્રમાણે, અથડામણ અને હવાઈ હુમલામાં 12 નાગરિકો માર્યા ગયા છે અને 100થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક અહેવાલોમાં મહિલાઓ અને બાળકો સહિત 15-20 લોકો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા, જેમના મૃતદેહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વીડિયોમાં નાશ પામેલા ઘરો, ધુમાડો અને ઘાયલો દેખાય છે. કંદહાર શહેર સુધી વિસ્ફોટો સંભળાયા હતા. યુએસ એમ્બેસીએ પણ ચેતવણી જારી કરી હતી કે સરહદ પર લડાઈ વધુ તીવ્ર બની છે.

યુદ્ધવિરામની જાહેરાત: પરંતુ ‘છેલ્લી ઘડીની દગો’?

 15 ઓક્ટોબરના રોજ, સાંજે 6 વાગ્યે (પાકિસ્તાન સમય), બંને દેશોએ 48 કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ જાહેર કર્યો હતો. જેનું 16 ઓક્ટોબરની સાંજ સુધી પાલન થવાનું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો શાંતિ જાળવી રાખશે. જોકે, તાલિબાને પાકિસ્તાનના આ હુમલાને ‘દગો’ ગણાવ્યું છે. તેમનો દાવો છે કે પાકિસ્તાને તાલિબાનને નબળા પાડવા માટે યુદ્ધવિરામ પહેલા હુમલો કર્યો હતો. 

સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો 'રંગ' બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની ‘કેસરિયો’ છોડી કોંગ્રેસમાં ઘરવાપસ…

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની 'કેસરિયો' છોડી કોંગ્રેસમાં ઘરવાપસ...

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી | Ahmedabad Plan…

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી | Ahmedabad Plan...

જામનગરના રણજીત નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલા પર હુમલો, પાડોશી દંપતી સામે ફરિયાદ |…

જામનગરના રણજીત નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલા પર હુમલો, પાડોશી દંપતી સામે ફરિયાદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ | Premium ST bus service starts fr…

સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ | Premium ST bus service starts fr…

7 months ago
વડોદરા ફાયર બ્રિગેડમાં લાખોનો ભ્રષ્ટ્રાચાર,પણ કોર્ટના હુકમ પછી પણ ડ્રાઇવરો કાયમી કરાતા નથી | Fire br…

વડોદરા ફાયર બ્રિગેડમાં લાખોનો ભ્રષ્ટ્રાચાર,પણ કોર્ટના હુકમ પછી પણ ડ્રાઇવરો કાયમી કરાતા નથી | Fire br…

8 months ago
કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત બેને ઇજા

કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત બેને ઇજા

6 months ago
10 દીકરીઓ બાદ મહિલાએ દીકરાને આપ્યો જન્મ, પિતાને યાદ પણ નથી બધાના નામ! | After 10 daughters a woman g…

10 દીકરીઓ બાદ મહિલાએ દીકરાને આપ્યો જન્મ, પિતાને યાદ પણ નથી બધાના નામ! | After 10 daughters a woman g…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News