![]()
તોતિંગ દંડથી ભૂમાફિયામાં ફફડાટ
ખાણ અને ખનીજ વિભાગે જવાબદારોને ૧૫ એપ્રિલ સુધીમાં પુરાવા સાથે હાજર રહેવા
કારણદર્શક નોટિસ આપી
સાયલા
– સાયલાના સુદામડા વિસ્તારમાં
ખનિજ વિભાગ અને પોલીસે દરોડા પાડી ગેરકાયદે પાંચ ખાણોમાં થયેલા બેરોકટોક ખોદકામની માપણી
બાદ તંત્ર દ્વારા રૃ. ૫૯૫.૦૮ કરોડથી વધુનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા ભૂમાફિયાઓમાં
ફફડાટ વ્યાપી ગયો છે.
સાયલા તાલુકાના સુદામડા
વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદે ખનન પર ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ખનિજ
અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે જુદા-જુદા સર્વે નંબરો પર ચાલતી પથ્થરની ખાણોમાં
દરોડા પાડયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરી મોટા
પાયે પથ્થર ચોરી કરવામાં આવી રહી છે. વિભાગે પાંચ ખાણોમાં થયેલા ખોદકામની ચોક્કસ
માપણી કરી કુલ ૫૯૫ કરોડથી વધુનો દંડ આકારાયો છે.
રેડ દરમિયાન ખનિજ ચોરીમાં વપરાતા ૩૮ ડમ્પરો અને ૧૪ જેટલા હેવી મશીનો જપ્ત
કરાયા છે, જે હાલ સાયલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યા છે. ખનિજ
વિભાગે જવાબદાર ખાણ સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી છે અને આગામી ૧૫ એપ્રિલના
રોજ જરૃરી આધાર-પુરાવા સાથે કચેરીએ હાજર રહેવા આદેશ કર્યો છે.










