![]()
Surat Bhestan Railway Over Bridge : સુરત-મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થ નગર રેલવે ઓવર બ્રિજની કામગીરી 30 મહિનાની સમય મર્યાદા રાખવામાં આવી હતી. પરંતુ 62 મહિનાનો સમય બાદ પણ કામગીરી 44.66 ટકા જ થતા ઈજારદારને બ્લેક લિસ્ટ કર્યા હતો. બાકી રહેલી 56 ટકા કામગીરી પૂરી કરવા માટે બે વખત ટેન્ડર બહાર પડાયા હતા બીજી વખત ટેન્ડર બહાર પડાયા તેમાં એક ઇજારદારે 47.69 કરોડના ખર્ચે બાકીની 56 ટકા કામગીરી માટે ઓફર કરી હતી. આ ઓફર સાથેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. સુરત મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થનગર રેલવે ઓવર બ્રિજ માટે 7 માર્ચ 2019 ના રોડ 59.42 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજની કામગીરી અજય પ્રોટેક્ટને સોંપવામાં આવી હતી. આ કામગીરી માટે 30 મહિનાની સમય મર્યાદા હતી. પરંતુ 60 માસ બાદ પણ આ કામગીરી 44 ટકા કામગીરી થઈ છે અને હજી પણ 55.37 ટકા કામગીરી બાકી છે. ઈજારદાર અજય પ્રોટે્કટને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કરાયો હતો. આ બ્રિજ અનેક રસ્તા સાથે કનેક્ટીવીટી ધરાવતો હોય તેને પુરા કરવા માટે બે વખત ટેન્ડર બહાર પડાયા હતા.
આ બ્રિજની કામગીરી પૂરી કરવા માટે પરસેન્ટેજ વાઈઝ સોંપવા માટે હવે બીજા પ્રયાસે ટેન્ડર મંગાવ્યા બાદ એકમાત્ર ઈજારદાર મંગલમ બિલ્ડકોનને 47.69 કરોડના ખર્ચે બાકીની 56 ટકા કામગીરી માટે ઓફર કરી છે તે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તેના પર નિર્ણય કરાશે
આ બ્રિજના કારણે મીડલ રીંગરોડની કામગીરી અધુરી
સુરતની ટ્રાફિક સમસ્યા ઘટાડવા તથા 45 મીટર પહોળાઈ ધરાવતા મીડલ રીંગરોડનો ઉપયોગ સુરતીઓ ભેસ્તાન રેલવે ઓવર બ્રિજના નહીં બનવાના કારણે કરી શકશે નહીં. સુરતમાં વસ્તી અને વિસ્તાર સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના કારણે અનેક રોડ બનાવવામાં આવી રહ્યાં છે અને હાલમાં 45 મીટર પહોળા મીડલ રીંગ રોડ બનાવવાની કામગીરી આખરી તબક્કામાં છે. આ રીંગરોડને જોડતા નવીન ફ્લોરી ફ્લાય ઓવર બ્રિજની કામગીરી 73 ટકા પૂરી થઈ ગઈ છે. આ ઉપરાંત વડોદથી ભીમરાડ સુધીનો સીસી રોડ પણ લગભગ પૂરો થઈ ગયો છે. જોકે, આ રોડને જોડવા માટે સિદ્ધાર્થ નગર રેલવે ઓવરબ્રિજ ન હોય તો જોડવાનું શક્ય નથી.
માર્ચ 2019 ના રોડ 59.42 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજની કામગીરી સોંપવામાં આવી હતી
સુરત મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થ નગર રેલવે ઓવર બ્રિજ માટે 7 માર્ચ 2019 ના રોડ 59.42 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજની કામગીરી માટે ભાજપ શાસકોના માનીતા એવા અજય પ્રોટેક્ટને કામગીરી સોંપવામાં આવી હતી. આ બ્રિજની કામગીરી માટે 30 મહિનાની સમય મર્યાદા રાખવામાં આવી હતી. પરંતુ 62 મહિના બાદ પણ કામગીરી 44. 66 ટકા જ થઈ હતી. તે સમયે શાસકોએ સમય મર્યાદા પણ વધારી આપી હતી છતાં કામગીરી ન કરાતા બ્લેક લિસ્ટ કર્યા હતો. અને એજન્સીના 9.29 કરોડ રૂપિયા સુરત પાલિકા પાસે બાકી છે તે ચુકવવામાં આવશે નહીં તેવો નિર્ણય કરાયો હતો. આ નિર્ણય સાથે એવું પણ કહેવામા આવ્યું હતું કે બાકીની કામગીરી માટે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ જે વધારાનો ખર્ચ થશે તે ખર્ચ ઈજારદાર પાસે વસુલ કરવામાં આવશે.










