gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં યોજાયેલી વર્કશોપમાં ‘કોસ્ટલ સિટી કન્સોર્ટિયમ’ રચવાની દરખાસ્ત : અધિકારીઓએ કર્યો વિચારવિમર્શ |…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં યોજાયેલી વર્કશોપમાં ‘કોસ્ટલ સિટી કન્સોર્ટિયમ’ રચવાની દરખાસ્ત : અધિકારીઓએ કર્યો વિચારવિમર્શ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : આબોહવા પરિવર્તનની વધતી અસર વચ્ચે દર વર્ષે ગરમી અને ભેજનું પ્રમાણ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. હીટવેવ, હીટ સ્ટ્રોક અને ગરમી જન્ય બીમારીના વધતા જોખમ વચ્ચે દરિયાકાંઠાના શહેરોમાં જાહેર આરોગ્ય માટે નવી પડકારજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને ખુલ્લામાં કામ કરતા શ્રમિકો, લારી-ગલ્લા ધારકો, સફાઈ કર્મચારીઓ અને દૈનિક વેતન દારોની સુરક્ષા માટે અસરકારક આયોજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરતમાં બે દિવસીય ‘મેનેજિંગ હીટ એન્ડ હેલ્થ એક્શન પ્લાન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના નિષ્ણાતોએ ગરમી અને ભેજના વધતા ખતરાનો સામનો કરવા માટે દરિયાકાંઠાના શહેરો માટે વિશેષ હીટ-હેલ્થ એક્શન પ્લાન તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરી હતી. 

વધતા વૈશ્વિક તાપમાન અને ભેજના કારણે જાહેર આરોગ્ય પર ઊભા થતા ગંભીર પડકારોને પહોંચી વળવા માટે બે દિવસીય ‘મેનેજિંગ હીટ એન્ડ હેલ્થ એક્શન પ્લાન વર્કશોપ’ યોજાઈ હતી. અર્બન હેલ્થ એન્ડ ક્લાઇમેટ રિઝિલિયન્સ સેન્ટર ઓફ એક્સેલન્સ (UHCRCE), મહિલા સહકારી ઉદ્યોગ મંદિર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત સહયોગથી આયોજિત આ વર્કશોપમાં દેશ-વિદેશની વિવિધ સંસ્થાઓના નિષ્ણાતો, આરોગ્ય અધિકારીઓ અને નીતિ નિર્માતાઓએ ભાગ લીધો હતો. વર્કશોપમાં સુરત પાલિકાના આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગર, ભારતીય હવામાન વિભાગ અમદાવાદના પ્રતિનિધિ ડો.અશોક દાસ, વર્લ્ડ બેન્કના પ્રતિનિધિ ડો.દિલીપ માવલંકર સહિતના નિષ્ણાતોએ ગરમી અને ભેજના આરોગ્ય પર પડતા પ્રભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. જામનગર, ભાવનગર અને નવસારી મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ વિવિધ મેડિકલ કોલેજોના પીએસએમ વિભાગના અધિકારીઓ સહિત કુલ 46 પ્રતિનિધિઓએ દરિયાકાંઠાના શહેરોમાં ગરમીનો સંચાલન માટેના શ્રેષ્ઠ ઉપાય અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

મ્યુનિ.કમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે પૂર, વાવાઝોડા કે ભારે વરસાદ જેવી આપત્તિઓ તરત જ દેખાઈ આવે છે, જ્યારે ગરમી અને ભેજ એવા ‘મૌન જોખમો’ છે જે ધીમે ધીમે માનવ શરીર પર ગંભીર અસર કરે છે. હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન, હૃદય અને શ્વસન સંબંધિત સમસ્યાઓ જેવી આરોગ્યની અનેક ગંભીર પરિસ્થિતિ પાછળ વધતી ગરમી જવાબદાર બની રહી છે. તેમણે દરિયાકાંઠાના શહેરો માટે સંયુક્ત “કોસ્ટલ સિટી કન્સોર્ટિયમ” રચવાની દરખાસ્ત પણ મૂકી હતી. આ માધ્યમથી વિવિધ શહેરો વચ્ચે ડેટા, અનુભવ અને નીતિની આપ-લે કરીને આબોહવા પરિવર્તનના પડકારો સામે વધુ અસરકારક અને સંકલિત લડત આપી શકાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન ખાસ કરીને લારી-ગલ્લા ધારકો, બાંધકામ ક્ષેત્રના શ્રમિકો, સફાઈ કર્મચારીઓ, ડિલિવરી કર્મચારીઓ અને દૈનિક વેતન ધારો જેવા ખુલ્લામાં કામ કરતા સંવેદનશીલ વર્ગોને ગરમીથી સુરક્ષિત રાખવા માટે વિશેષ વ્યૂહરચના ઘડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ આવા વર્ગો માટે પૂર્વ ચેતવણી વ્યવસ્થા, આરામ કેન્દ્રો, પીવાના પાણીની સુવિધા અને આરોગ્ય મોનિટરિંગ જેવી વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવા સૂચનો આપ્યા હતા. ક્નિકલ ડિરેક્ટર વિકાસ દેસાઈએ મૃત્યુદર અને હવામાન સંબંધિત ડેટાના વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે તૈયાર થઈ રહેલા વિશિષ્ટ “હિટ, હેલ્થ કોસ્ટલ સિટી પ્લાન”ની રૂપરેખા રજૂ કરી હતી. આ યોજના દરિયાકાંઠાના શહેરોમાં વધતી ગરમી અને ભેજના જોખમ સામે લાંબા ગાળાની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
સુરત પાલિકાની ખાસ કમિટીના ચેરમેનોની પસંદગીમાં ધારાસભ્યોની ભલામણોનું પલ્લું ભારે રહેવાના સંકેત | MLAs…

સુરત પાલિકાની ખાસ કમિટીના ચેરમેનોની પસંદગીમાં ધારાસભ્યોની ભલામણોનું પલ્લું ભારે રહેવાના સંકેત | MLAs...

જામનગર: 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો, પીડિતા ગર્ભવતી થતા થઈ જા…

જામનગર: 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો, પીડિતા ગર્ભવતી થતા થઈ જા...

ગોત્રીના રામસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત, દુર્ગંધથી લોકો ત્રાહિમામ | Numerous fish die in Ramsag…

ગોત્રીના રામસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત, દુર્ગંધથી લોકો ત્રાહિમામ | Numerous fish die in Ramsag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

3 months ago
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

4 months ago
નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…

નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…

4 months ago
છોટાઉદેપુર: નસવાડીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Chhota Udepur SOG Cracks…

છોટાઉદેપુર: નસવાડીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Chhota Udepur SOG Cracks…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News