gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત શહેરમાં રાજકીય નેતાઓ દ્વારા પોતાની પ્રસિદ્ધિ માટે સરકારી મિલકતોના દુરુપયોગનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકોએ સમગ્ર વિસ્તારમાં હોર્ડિંગ્સ અને બેનરોનું જંગલ ઊભું કરી દીધું છે. આ બેનરો માત્ર સરકારી જગ્યાઓ પર જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, અંડરપાસ, લાઇટ પોલ અને રોડ ડિવાઇડર જેવી સંવેદનશીલ જગ્યાઓ પર પણ લગાવવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે અને પાલિકાની લિંબાયત ઝોનની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.

જાહેર સલામતી જોખમમાં: બેનરોનું જંગલ

લિંબાયત વિસ્તારમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં સંગીતા પાટીલના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બેનરો જ જોવા મળે છે. આ બેનરોની સંખ્યા ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના જન્મદિવસ વખતે લાગેલા બેનરો કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે. આ બેનરોને આડેધડ રીતે લગાવવામાં આવ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આસપાસ પણ આ બેનરો લટકાવવામાં આવ્યા છે, જે શોર્ટ સર્કિટ અથવા વીજ પ્રહારથી જીવલેણ અકસ્માતનું જોખમ ઊભું કરે છે.

આ ઉપરાંત, તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા પાલિકાના અંડરપાસની એન્ટ્રી પર અને ચાર રસ્તાના વળાંકો પર પણ મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં મુશ્કેલી પડે છે, અને અકસ્માતની શક્યતાઓ વધી જાય છે.

‘લિંબાયત વિસ્તારનું નામ “સંગીતા નગર” થઈ જાય તો નવાઈ નહીં’

આ મુદ્દે સુરતના કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સુરત મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ પોલ, DGVCL ની DP, બ્રિજ સેલના પતરા અને ડિવાઈડર સહિત એક પણ સરકારી જગ્યા એવી બાકી નથી જ્યાં આ બેનરો ન લાગ્યા હોય. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે જો આ રીતે જ ચાલશે તો આગામી દિવસોમાં લિંબાયત વિસ્તારનું નામ “સંગીતા નગર” થઈ જાય તો નવાઈ નહીં.

સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથી વિવાદ 2 - image

પાલિકાનો ગોળગોળ જવાબ

જ્યારે સુરત મહાનગરપાલિકાને આ બેનરો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમનો જવાબ અત્યંત ગેરજવાબદાર હતો. કાર્યપાલક ઇજનેરે કહ્યું કે તેમને આ બાબતની કોઈ જાણ નથી અને તેઓ તપાસ કરી રહ્યા છે કે મંજૂરી લેવામાં આવી છે કે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ટ્રાન્સફોર્મર પાલિકાની નહીં પરંતુ વીજ કંપનીની માલિકી છે, એટલે એ બાબતે વીજ કંપની જ કહી શકે. આ જવાબ સ્પષ્ટપણે દર્શાવે છે કે તંત્ર આ મામલે પોતાનો પલ્લો ઝાટકી રહ્યું છે.

SMC- તંત્રના બેવડા ધોરણો

અગાઉ, જ્યારે શિવ કથા યોજાઈ હતી, ત્યારે પાલિકાએ મંજૂરી વિનાના બેનરો કહીને તેને હટાવી દીધા હતા. આ ઘટના અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચે પાલિકાના બેવડા ધોરણો સ્પષ્ટપણે જોવા મળે છે. સામાન્ય નાગરિકો કે સંસ્થાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતું તંત્ર રાજકીય નેતાઓ સામે મૌન સેવી રહ્યું છે. આ સમગ્ર ઘટના લિંબાયત ઝોનની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે.

આખરે સવાલ એ થાય છે કે શું પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓને લોકોની સલામતીની કોઈ ચિંતા નથી? અને શું સત્તામાં હોવાને કારણે તેમને કાયદાનું ઉલ્લંઘન કરવાની છૂટ છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
કર્ણાટક કોંગ્રેસમાં ઘમસાણ: રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનારા મંત્રીનું રાજીનામું | siddaramiah close kn…

કર્ણાટક કોંગ્રેસમાં ઘમસાણ: રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનારા મંત્રીનું રાજીનામું | siddaramiah close kn...

ભુજ: સુખપરના જોગી સમાજે મૃતદેહના અગ્નિસંસ્કારની પરંપરા ફરી અપનાવી, હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પ…

ભુજ: સુખપરના જોગી સમાજે મૃતદેહના અગ્નિસંસ્કારની પરંપરા ફરી અપનાવી, હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પ...

Explainer: E20 પેટ્રોલનો અસલી ફાયદો કોને? ના ખેડૂતો માલામાલ થયા, ના પેટ્રોલના ભાવ ઘટ્યા, જાણો નફો ગય…

Explainer: E20 પેટ્રોલનો અસલી ફાયદો કોને? ના ખેડૂતો માલામાલ થયા, ના પેટ્રોલના ભાવ ઘટ્યા, જાણો નફો ગય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજીત પવાર પ્લેન ક્રેશ: એક મહિના બાદ AAIBનો તપાસ રિપોર્ટ જાહેર, બે ખામીઓ સામે આવી | Ajit Pawar plane …

અજીત પવાર પ્લેન ક્રેશ: એક મહિના બાદ AAIBનો તપાસ રિપોર્ટ જાહેર, બે ખામીઓ સામે આવી | Ajit Pawar plane …

4 months ago
આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass…

આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass…

4 months ago
અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

4 months ago
ગુજરાતની મોટી સિદ્ધિ: ભીંડાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે, સૌરાષ્ટ્ર-કચ્છનું નોંધપાત્ર પ્રદાન | Gu…

ગુજરાતની મોટી સિદ્ધિ: ભીંડાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે, સૌરાષ્ટ્ર-કચ્છનું નોંધપાત્ર પ્રદાન | Gu…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News