gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ખદબદતી ગંદકી : સ્વચ્છતા સર્વેક્ષણમાં નુકસાન થાય તેવી રીતે ફોટા સાથે ને…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ખદબદતી ગંદકી : સ્વચ્છતા સર્વેક્ષણમાં નુકસાન થાય તેવી રીતે ફોટા સાથે ને…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતનો દેશમાં પહેલા ક્રમ બાદ હાલમાં લીગમાં સ્થાન મળી ગયું છે. પરંતુ આગામી સ્પર્ધામાં સુરતની ઇમેજ નેગેટિવ થાય તેવા ફોટોગ્રાફ અને ફીડબેક નેગેટિવ આપવાનો પ્રયાસ થયો હોવાની વાત બહાર આવતા પાલિકામાં ભુકંપ આવી ગયો છે. સ્વચ્છતા સર્વેક્ષણની નબળી કામગીરી શાસકો સુધી પહોંચી અને મ્યુનિ.કમિશનરનું ધ્યાન દોરતા મ્યુનિ. કમિશનરે પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ ફેરફાર કરી દીધા છે. બે અધિકારીઓની કમિશનરે શિક્ષાત્મક બદલી કરી છે. આ દરમિયાન પાલિકાના ડેપ્યુટી (કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ) એ રાજીનામું આપી દીધું છે. 

સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં સુરત શહેર અગ્રેસર છે પરંતુ હવે સુરતનો આ ક્રમ જોખમમાં મુકાય તેવી સ્થિતિ છે તેની પાછળ પાલિકાના જ કેટલાક અધિકારીઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી સાથે સંકળાયેલા નોડલ ઓફિસર ડો.સ્વપ્નિલ પટેલની બદલી સ્મીમેરના પી.એમ.  વિભાગમાં કરી દીધી છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી જ્વલંત નાયકની પણ બદલી કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં તળિયા ઝાટક બદલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો.આશિષ નાયકે નાદુરસ્ત તબિયતનું કારણ રજૂ કરી રાજીનામું આપી દીધું છે. જેના કારણે પાલિકામાં ધડકમ મચી ગયો છે અને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. 

પાલિકામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અગ્રેસર છે અને હવે લીગમાં છે તેમ છતાં દિલ્હી ખાતે સર્વેક્ષણની કામગીરીમાં જે ફીડ બેક અને ફોટા અપલોડ કરવામાં આવી રહ્યાં છે તે નેગેટિવ છે તેવી માહિતી શાસકોને મળી હતી. તેઓએ ચેકીંગ કરતા મળેલી માહિતીમાં ઘણું તથ્ય હોવાનું બહાર આવ્યું હતું. સુરત શહેરની સ્વચ્છતાની ઈમેજને ફટકો પડે તેવી કામગીરી થતી હોવાનું જણાતા શાસકોએ મ્યુનિ.કમિશનરનું ધ્યાન દોર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મ્યુનિ. કમિશનર પણ આ ફીડબેક જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડી સામે બદલીનુ શસ્ત્ર ઉગામ્યું છે.  

મેડીકલ ગ્રાઉન્ડ પર રાજીનામું આપ્યું છે : ડો.આશિષ નાયક 

સુરત પાલિકા કમિશનર દ્વારા આરોગ્ય વિભાગમાં કરેલી તળિયા ઝાટક બદલી સાથે આરોગ્ય વિભાગના વડા ડો.આશિષ નાયકે રાજીનામું આપી દીધું છે. જોકે, આ અંગે ડો.નાયકે કહ્યું છે કે તેઓએ માત્ર મેડીકલ ગ્રાઉન્ડ પર જ રાજીનામું આપ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણની વાત સાથે રાજીનામાને કોઈ લેવાદેવા નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
GUJARAT

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

March 31, 2026
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
Next Post
સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ…

સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ...

વડોદરાના જુના પાદરા રોડ પર રિવોલ્વરની ડિલિવરી આપવા આવેલો પરપ્રાંતીય કેરિયર ઝડપાયો | A migrant carrie…

વડોદરાના જુના પાદરા રોડ પર રિવોલ્વરની ડિલિવરી આપવા આવેલો પરપ્રાંતીય કેરિયર ઝડપાયો | A migrant carrie...

સિંધુભવન રોડ પર બિલ્ડરની ઓફિસમાંથી 25.73 લાખની રોકડની ચોરી | Ahmedabad : Cash worth 25 73 lakh stole…

સિંધુભવન રોડ પર બિલ્ડરની ઓફિસમાંથી 25.73 લાખની રોકડની ચોરી | Ahmedabad : Cash worth 25 73 lakh stole...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય ઉત્પાદન ક્ષેત્રએ ટેરિફ કરતાં સ્પર્ધા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી | Indian manufactu…

ભારતીય ઉત્પાદન ક્ષેત્રએ ટેરિફ કરતાં સ્પર્ધા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી | Indian manufactu…

1 year ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …

1 month ago
શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ | H…

શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ | H…

3 months ago
જામનગરની પરિણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત : અન્ય પુરુષ સાથે મોબાઇલમાં વાત કરતા પતિએ આપ્યો હતો ઠપકો | …

જામનગરની પરિણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત : અન્ય પુરુષ સાથે મોબાઇલમાં વાત કરતા પતિએ આપ્યો હતો ઠપકો | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News