gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકાની બજેટની ખાસ સામાન્ય સભા આજથી શરૂ થઈ છે. બજેટમાં પહેલા ભાગમાં શાસકોએ પોતાની વાહ વાહ કરી હતી. જ્યારે વિપક્ષે ભાજપ શાસકોની ખામી કાઢીને બજેટ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. 

સુરત મ્યુનિ. કમિશ્નરે વર્ષ 2026-27 ના રજુ કરેલા બજેટમાં સ્થાયી સમિતિએ 708 કરોડનો વધારો કરીને 11301 કરોડનું બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે રજુ કયું હતું. આજે આ બજેટ પર ચર્ચા શરૂ થઈ છે. સુરતના મેયર દક્ષેશ માવાણીએ ત્રીજા બજેટને સામાન્ય સભા સંચાલન કર્યું હતું. તેઓએ કહ્યું હતું આંકડા દસ્તાવેજ નથી સમાજ પ્રત્યેની જવાબદારીનું પ્રતિબિંબ અને શહેરના વિકાસ માટેનું છે  હકારાત્મક અભિગમ સાથેની ચર્ચા કરવા જણાવ્યું હતું. બહુજન હિતાય બહુજન સુખાય સુત્રને સાર્થક કરનાર બજેટ છે. 

આ બજેટ નાગરિક સુવિધાઓના વિસ્તરણ માટે મજબૂત રોડમેપ પૂરું પાડશે : રાજન પટેલ 

સામાન્ય સભામાં બજેટ રજુ કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે શાસકોએ પોતાના વ્યક્તિગત સ્વાર્થ છોડી પ્રજાની ભલાઈ માટેનું બજેટ કોઈ પણ જાતના કરવેરા વિનાનું વિકાસશીલ બજેટ છે તેવું કહી બજેટ રજુ કર્યું હતું. સુરત પાલિકા અનોખું ગૌરવ આપતા નામ છે કારણ સુરત સતત વિકશીલ છે જેમાં છેલ્લા અઢી વર્ષમાં 18 થી વધુ એવોર્ડ મળ્યા છે. આ સિદ્ધિ માત્ર પાલિકાની નહીં, પરંતુ સુરતના પ્રજાજનોની સક્રિય ભાગીદારી અને જાગૃતિનું પરિણામ છે તેવું કહ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું, આ બજેટ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, માર્ગ-મકાન, પાણી અને નાગરિક સુવિધાઓના વિસ્તરણ માટે મજબૂત રોડમેપ પૂરું પાડશે. સુરતને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને આધુનિક બનાવવા માટે આ બજેટ માર્ગદર્શક બની રહેશે.

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા 2 - image

બજેટની ચર્ચા દરમિયાન ભાજપના ચીમન પટેલે કહ્યું હતું, પાંચ વર્ષના ગાળામાં છઠ્ઠું બજેટ રજુ કરવાનો મોકો મળ્યો છે. 2021માં પાલિકાના બજેટની રકમ 6130.76 કરોડ હતું આજે 11301.75 કરોડ છે જે પાંચ વર્ષમાં 85 ટકાના વધારા સાથેનું બજેટ છે તે ઘણું જ મહત્વ છું. વેરામાં વધારો કર્યા વિનાનું આ બજેટમાં વધારો ઐતિહાસિક છે. સુરત પાલિકા એવી પાલિકા છે કે આવકના સ્ત્રોત ઉભા કર્યા છે તેના કારણે બજેટમાં વધારો થઈ શક્યો છે. 

ભાજપના રમીલા પટેલે કહ્યું હતું, કર દર વધારો વિનાનું પ્રજાલક્ષી બજેટ છે આ બજેટમાં પ્રજાહિત માટેના નિર્ણય છે તેમાં વડીલો માટે સુરક્ષિત સરળતાથી મુસાફરી માટે વિના મુલ્યે મુસાફરી અને મહિલાઓ માટે સુરક્ષિત બસ પીંક બસ છે તેમાં મહિલાઓ માટે વિના મુલ્યે મુસાફરી માટે વિચાર કરવો જોઈએ. વિધવા સહાયનો લાભ લેતા વિધવા મહિલા-સિનિયર સિટીઝન માટે વેરા મુક્તિનો નિર્ણય ઘણો સારો છે.

વિનોદ પટેલે સુરત શહેરના વિકાસના તમામ પાસાને આવરી લઈ બજેટ બનાવવામાં આવ્યું છે. 5572 કરોડના કેપીટલ કામો કરવા સાથે સ્થાનિકોને ફાયદો થાય તે માટે અનેક નિર્ણય બજેટમાં કરવામા આવ્યા છે. 

સુરત સિટીઝન ફિટનેસ ચેલેન્જ’ એપ્લિકેશન ફિટનેસ અંગે જાગૃતિ વધારશે : રેશ્મા લાપસીવાલા

રેશ્મા લાપસીવાલાએ બજેટને સોનેરી સપનાની ઉડાન વાળું બજેટ ગણાવી કહ્યું હતું, બજેટમાં સમાવિષ્ટ વિવિધ વિકાસલક્ષી આયોજનો સુરતને વૈશ્વિક ઓળખ અપાવવાના દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ‘સુરત સિટીઝન ફિટનેસ ચેલેન્જ’ એપ્લિકેશન જેવી પહેલ બજેટમાં સામેલ કરવામાં આવી છે, જે આરોગ્ય જાળવણી અને ફિટનેસ અંગે જનજાગૃતિ વધારશે. સાથે જ ‘ઇનોવેશન સિટી’નો કોન્સેપ્ટ યુવા વર્ગને નવી તકો અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ તરફ પ્રોત્સાહિત કરશે, જેના કારણે ‘યુથ સુરત’ને નોંધપાત્ર બૂસ્ટ મળશે.

સ્મીમેર હોસ્પિટલ ગરીબો માટે આર્શિવાદરૂપ છે : મનીષા આહીર

હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ મનીષા આહીરે કહ્યું ગરીબો માટે આર્શીવાદરૂપ બનેલી સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અને ઓપરેશનના આંકડા રજૂ કર્યા હતા. સરકારની વિવિધ યોજનામાં હજારો દર્દીઓની સારવાર થઈ છે. દર્દીઓના હેલ્થ ડેટા ડીજીટલ કરવામાં સફળતા મળી છે તેના કારણે દર્દીના ફોનમાં ડેટા મળી શકે છે અને કાગળની ઝંઝટ વિના માહિતી મળી રહે છે. શાસકોની દીર્ઘદ્રષ્ટિના કારણે 309 કરોડના ખર્ચે 600 થી વધુ બેડની વિભાગ માટે આયોજન થઈ રહ્યું છે. મીની ભારત એવા સુરતમાં પાલિકા સાત ભાષામાં શિક્ષણ આપે છે : પૂર્ણિમા દાવલે 

પુર્ણિમા દાવલેએ કહ્યું હતું, પાંડેસરા ભેસ્તાન એટલે મીની ભારત છે અનેક પરપ્રાંતિય લોકો રોજીરોટી માટે આવ્યા છે તેમના બાળકો તેમની ભાષામાં ભણી શકે તે માટે શિક્ષણ સમિતિએ આઠ ભાષામાં શિક્ષણ આપવામા આવી રહ્યું છે તે આર્શીવાદરૂપ છે. હેલ્થ સેન્ટરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘણો જ ફાયદો થાય છે. 

વિકાસ કાર્યોને કારણે તાત્કાલિક અસુવિધા સ્વાભાવિક : નીરાલી પટેલ

વિપક્ષમાંથી ભાજપમાં આવેલા નિરાલી પટેલે બજેટ પરની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, સુરતમાં હાલ વિવિધ વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા અને અન્ય સુવિધાઓ માટે કામો ચાલી રહ્યા છે, જેના કારણે કેટલાક સ્થળોએ ખોદકામ અને ટ્રાફિક ડાયવર્ઝન જેવા પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ આ તમામ કામગીરી લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. વિકાસકાર્યોની અસર શહેરને આગામી વર્ષોમાં વધુ સુવ્યવસ્થિત, સુવિધાસભર અને આધુનિક બનાવશે, અને નાગરિકોએ તાત્કાલિક અસુવિધાને સહન કરીને લાંબા ગાળાના ફાયદો થશે બજેટ સુરતને નવી ઓળખ આપવા બે કદમ આગળ લઈ જતું બજેટ છે : હેમાલી બોઘાવાલા

પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું હતું કે, નેતા-નેતૃત્વ અને નાગરિકનો સમનવ્ય એટલે ભાજપ છે તેનો પ્રભાવ બજેટમાં જોવા મળે છે. સુરત મેટ્રો સીટી તરફ દોડી રહ્યું છે અંદાજે 80 લાખથી પણ વધુ વસ્તી છે દર વર્ષે એક લાખનો વધારો થઈ રહ્યો છે. આરોગ્ય સાથે શિક્ષણ માટે બજેટમાં ખાસ જોગવાઈ છે અને અનેક સેવા નિશુલ્ક સેવાનો ખ્યાલ રખાયો છે. આ બજેટ સુરતને નવી ઓળખ આપવા બે કદમ આગળ લઈ જતું બજેટ છે. 2047માં સુરત વિશ્વ ફલક પર આગવી છાપ ઉભી કરશે. સુચન આપતા કહ્યું હતું, વર્કિંગ વુમન હોસ્ટેલની માહિતી સુરત પાલિકાની વેબસાઈટ પર મુકો. આગામી દિવસોમાં ડુમસ સી ફેઝ શરૂ થશે ત્યારે ઓપન રૂફટોપ બસ શરૂ કરવા જરૂરી છે તેથી પ્રવાસીઓને ફાયદો રહેશે. 

વિપક્ષ બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષે શાસકોની ભુલ કાઢી ઉજાગર કરી 

શાસકો બોર્ડમાં બડાઈ કરશે તો શાસકો વોર્ડમાં જઈ વાતો ખુલ્લી કરશે : વિપક્ષી નેતા

પાલિકાની બજેટની સામાન્ય સભા પહેલા જ પાલિકાના વિપક્ષે શાસકોને ચીમકી આપી કહ્યું છે કે, સત્તા પક્ષના મોટા ભાગના કોર્પોરેટરોએ આખી ટર્મ દરમિયાન પોતાના વોર્ડ કે વિસ્તાર માટે નહિવત રજૂઆતો કરી છે. આજે બજેટમાં પણ તેઓ પોતાના વિસ્તારની સમસ્યા માટે કોઈ ખાસ રજૂઆત નહીં કરે અને ફક્ત ખોટી-ખોટી વાતો, બડાઈ જ કરશે. તો વિપક્ષ તેમના વોર્ડમાં જઈને જનતા સમક્ષ આ બધી ખોટી વાતો ખુલ્લી પાડશે અને આખી ટર્મમાં ન કરેલી રજૂઆત, અવગણના કરેલા વિસ્તારોની સાચી હકીકત જનતા સમક્ષ લાવશે. 

સુરતના કેટલાક વિસ્તારમાં જ સફાઈ છે તો સ્વચ્છતાનો એવોર્ડ કઈ રીતે મળે ? : મોનાલી હીરપરા 

વિપક્ષના કોર્પોરેટર મોનાલી હીરપરાએ કહ્યું હતું કે, બજેટ ભલે 85 ટકા વધ્યું છે પરંતુ અનેક વિસ્તારમાં સુવિધાના નામે પાછળ રહ્યાં છે. સ્વચ્છતા માટે એવોર્ડ ભલે મળે છે પરંતુ સ્વચ્છતાના નામે એવોર્ડ મળે છે ત્યારે અમુક વિસ્તારને ટાર્ગેટ કરી સ્વચ્છતા એવોર્ડ મળે છે. કોસાડ- ભેસ્તાન-ગોથાણમાં સ્વચ્છતાના નામે ઝીરો છે તો એવોર્ડ કઈ રીતે મળે છે તે સવાલ છે. તાપી નદી શુદ્ધિકરણ માટે ખર્ચ્યા કરોડો રૂપિયા છતાં આજે પણ નદી પ્રદૂષિત હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું કે અનેક સોસાયટીઓમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવે છે.

મેટ્રોના કારણે લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે તેને વેરામાં માફી આપો :  મનીષા કુકડીયા

વિપક્ષના કોર્પોરેટર મનીષા કુકડીયાએ બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, સુરતમાં છેલ્લા ઘણા વખતથી પૂર્વ આયોજન વગર ખોદાણ થાય છે અને ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. મેટ્રોના કારણે છેલ્લા ચાર વર્ષથી રેલ્વે ગરનાળુ બંધ છે અને ટ્રાફિક સમસ્યા થઈ રહી છે શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિક લોકો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. મેટ્રોના કારણે લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે તેઓના મિલકત વેરા અને વ્યવસાય વેરા માટે માંગણી છે પરંતુ શાસકો તે કરતા નથી જેથી ફરીથી વેરા માફી માટે રજૂઆત છે. રસ્તાની કામગીરી નબળી છે તેથી વારંવાર રસ્તા તૂટી રહ્યા છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. બજેટમાં વધારો થઈ રહ્યો છે પરંતુ ટ્રાફિક સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
GUJARAT

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

April 2, 2026
ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …
GUJARAT

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

April 2, 2026
VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …
GUJARAT

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

April 2, 2026
Next Post
VIDEO: ‘આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા’, CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S…

VIDEO: 'આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા', CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S...

ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો | C…

ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો | C...

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po…

દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po…

3 months ago
આણંદના સોજીત્રા, ખેડાના કઠલાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી | District level Independenc…

આણંદના સોજીત્રા, ખેડાના કઠલાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી | District level Independenc…

8 months ago
ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો, સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના | vallabhipur bhavnagar far…

ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો, સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના | vallabhipur bhavnagar far…

8 months ago
તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News