gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની શાળાઓમાં પ્રવેશ વધારવાના અભિયાન વચ્ચે સમિતિના અધ્યક્ષ ખાનગી સ્કૂલના મંચ પર પહોંચ્યા | …

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની શાળાઓમાં પ્રવેશ વધારવાના અભિયાન વચ્ચે સમિતિના અધ્યક્ષ ખાનગી સ્કૂલના મંચ પર પહોંચ્યા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકા સહિત સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે, વાલીઓનો વિશ્વાસ મજબૂત બને અને શિક્ષણ સમિતિની શાળાને વધુ પ્રાધાન્ય મળે તે માટે રાજ્યભરમાં પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે. પરંતુ સુરતમાં આ જ પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ સમિતિના અધ્યક્ષની હાજરી ચર્ચાનો વિષય બની છે. પાલિકા સંચાલિત શાળાઓમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યા બાદ તેઓ ગાંધીનગરથી આવેલા અધિકારી સાથે ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એક તરફ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે દોડધામ કરી રહ્યા હતા, ત્યારે શિક્ષણ સમિતિના સર્વોચ્ચ પદાધિકારીની ખાનગી શાળામાં હાજરીએ તેમની પ્રાથમિકતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. 

સુરત પાલિકાની શાળાઓમાં પ્રવેશ વધારવાના અભિયાન વચ્ચે સમિતિના અધ્યક્ષ ખાનગી સ્કૂલના મંચ પર પહોંચ્યા 2 - image

સરકારી શાળાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે, વાલીઓનો સરકારી શિક્ષણ પ્રત્યે વિશ્વાસ વધે અને પાલિકા સંચાલિત શાળાઓની છબી મજબૂત બને તે માટે આખું તંત્ર મેદાનમાં ઉતર્યું હતું. મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, અધિકારીઓ અને શિક્ષણ સમિતિના સભ્યો અલગ-અલગ શાળાઓમાં જઈ બાળકોને આંગળી પકડીને પ્રવેશ અપાવી રહ્યા હતા. બીજી તરફ શિક્ષણ સમિતિના અધ્યક્ષે કેટલીક શાળાઓમાં હાજરી આપ્યા બાદ ગાંધીનગરથી આવેલા એક ઉચ્ચ અધિકારી સાથે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ અને સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ અંગ્રેજી માધ્યમની શાળાના પ્રવેશોત્સવમાં હાજરી આપી હતી. આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. જે વ્યક્તિ સમગ્ર શહેરની પાલિકા સંચાલિત શાળાઓનું નેતૃત્વ કરે છે અને સરકારી શિક્ષણને પ્રોત્સાહન આપવાની જવાબદારી ધરાવે છે, તે જ વ્યક્તિ પ્રવેશોત્સવ જેવા મહત્વપૂર્ણ અભિયાન દરમિયાન ખાનગી શાળાના કાર્યક્રમમાં હાજરી આપે તો તેનાથી કયો સંદેશ જાય છે તે અંગે શિક્ષણ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.  પ્રવેશોત્સવના દિવસે જ શિક્ષણ સમિતિના અધ્યક્ષ ખાનગી શાળાના મંચ પર જોવા મળતા સરકારી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે.

ખાસ કરીને જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ, શિક્ષણ સમિતિના અન્ય સભ્યો, કોર્પોરેટરો અને અધિકારીઓ આખો દિવસ પાલિકા સંચાલિત શાળાઓમાં કાર્યક્રમોને સફળ બનાવવા માટે વ્યસ્ત હતા ત્યારે અધ્યક્ષની આ હાજરી વધુ ચર્ચાસ્પદ બની છે. શિક્ષકો અને શિક્ષણપ્રેમીઓમાં પણ એવી ચર્ચા ચાલી રહી છે કે સરકારી શાળાઓને વધુ મજબૂત બનાવવાના સમયે ખાનગી શાળાના કાર્યક્રમને મહત્વ આપવાની જરૂર શું હતી? આવી ચર્ચા જોરશોરમાં શરૂ થઈ ગઈ છે.

પોતાનાં શિક્ષણનું બ્રાન્ડિંગ કે ખાનગી શાળાનું પ્રદર્શન?

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયાની પ્રથમ અને મુખ્ય જવાબદારી પાલિકા સંચાલિત શાળાને પ્રોત્સાહન આપવાની, વાલીઓમાં સરકારી શિક્ષણ પ્રત્યે વિશ્વાસ વધારવાની અને સમિતિની શાળાનું પ્રતિનિધિત્વ કરવાની છે. ખાસ કરીને પ્રવેશોત્સવ જેવા મહત્વપૂર્ણ અભિયાન દરમિયાન તેમની હાજરી અને પ્રવૃત્તિ સમગ્ર તંત્ર માટે સંદેશરૂપ ગણાતી હોય છે.

 પરંતુ જ્યારે સમગ્ર શિક્ષણ સમિતિ, અધિકારીઓ અને પદાધિકારીઓ સરકારી શાળાઓમાં નવા વિદ્યાર્થીઓને આવકારવા અને પ્રવેશ વધારવા માટે દોડધામ કરી રહ્યા હતા, ત્યારે અધ્યક્ષ ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાના કાર્યક્રમમાં જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. સરકારી શાળામાં પ્રવેશ વધારવાના અભિયાન દરમિયાન ખાનગી શાળાના મંચ પર તેમની હાજરીથી શિક્ષણ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે કે આખરે શિક્ષણ સમિતિના સર્વોચ્ચ પદાધિકારી કયો સંદેશ આપવા માંગતા હતા? પ્રવેશોત્સવના દિવસે સરકારી શાળાઓ કરતાં ખાનગી શાળાના કાર્યક્રમમાં હાજરી આપવાનો નિર્ણય આજે શિક્ષણ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
જામનગરમાં ચાર માસના ગલુડિયા પર લાકડી વડે હુમલો, ઘટના CCTVમાં કેદ, વીડિયો વાઈરલ થતાં પશુપ્રેમીઓમાં રો…

જામનગરમાં ચાર માસના ગલુડિયા પર લાકડી વડે હુમલો, ઘટના CCTVમાં કેદ, વીડિયો વાઈરલ થતાં પશુપ્રેમીઓમાં રો...

12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…

12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons...

આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, ‘વ્હીપ’નો અનાદર કરવા બદલ કાર્યવાહ…

આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, 'વ્હીપ'નો અનાદર કરવા બદલ કાર્યવાહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ઝાડા ઉલટીના ૭૮૯, ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા | Increase in wa…

પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદમાં ઝાડા ઉલટીના ૭૮૯, ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા | Increase in wa…

1 year ago
આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.નુ ૩૧૪૧ કરોડ દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી | Amidst th…

આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.નુ ૩૧૪૧ કરોડ દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી | Amidst th…

7 months ago
ભારતના 32 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઇટ રદ કરવા નિર્ણય, પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ | India airport c…

ભારતના 32 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઇટ રદ કરવા નિર્ણય, પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ | India airport c…

1 year ago
શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા | Raid on river bank in Shahpur: One JCB a…

શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા | Raid on river bank in Shahpur: One JCB a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News