gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો ફરી તંત્રના ‘ઓલ-ઈન-વન’ કર્મચારી : અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલાં જ સુપરવિઝ…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો ફરી તંત્રના ‘ઓલ-ઈન-વન’ કર્મચારી : અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલાં જ સુપરવિઝ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત શિક્ષણ સમિતિની શાળા શરૂ થતાંની સાથે જ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ફરી એકવાર ભણાવવા કરતાં બીજા કામ કરવાની ફરજ પડી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવા વચ્ચે શિક્ષકોને વસ્તી ગણતરી, પુસ્તક વિતરણ, સ્વચ્છતા ઝુંબેશ, પ્રવેશોત્સવ અને હવે ધોરણ 10-12ની પૂરક પરીક્ષાના સુપરવિઝનમાં જોતરી દેવામાં આવ્યા છે. હજુ વિદ્યાર્થીઓના હાથમાં તમામ પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી અને નિયમિત અભ્યાસ પણ શરૂ થયો નથી, ત્યાં જ 125 શિક્ષકોને પરીક્ષા ફરજના ઓર્ડર આપી દેવાતા વર્ગખંડ કરતાં તંત્રના શહેરમાં શિક્ષકો વધુ વ્યસ્ત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. 

સમિતિના શિક્ષકો માટે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવાની જવાબદારી સંભાળતા શિક્ષકોને ફરી એકવાર શિક્ષણ કરતાં વધુ બિન-શૈક્ષણિક ફરજોનું ભારણ સોંપવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. બીજી તરફ શિક્ષકો સામે શૈક્ષણિક કામગીરી કરતાં વધુ વહીવટી અને બિન-શૈક્ષણિક જવાબદારીનો ઢગલો ઉભો થઈ ગયો છે. આગામી દિવસોમાં તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, ગણવેશ તેમજ બુટ-મોજા નું વિતરણ કરવાની કામગીરી શિક્ષકોને જ સંભાળવાની રહેશે. સાથે જ પ્રવેશોત્સવ અને સ્વચ્છતા અભિયાન જેવી પ્રવૃત્તિઓમાં પણ તેમની ફરજ નક્કી કરવામાં આવી છે. આ તમામ કામગીરી વચ્ચે શિક્ષકોને રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ વસ્તી ગણતરીની કામગીરી માટે પણ તૈયાર રહેવું પડશે. શિક્ષણ અને વસ્તી ગણતરી વચ્ચે સમયનું સંતુલન સાધવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે વધુ એક જવાબદારી તરીકે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાના સુપરવિઝનની ફરજ શિક્ષકોના ખભા પર મૂકવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સમિતિના અંદાજે 125 શિક્ષકના ઓર્ડર કાઢવામાં આવ્યા છે.

આ શિક્ષકોને પરીક્ષા કામગીરી પહેલાં તાલીમમાં પણ હાજર રહેવું પડશે.શિક્ષણ સમિતિની શાળાઓ પહેલેથી જ શિક્ષકોની અછત અને વિવિધ વહીવટી પડકારો વચ્ચે સંચાલિત થઈ રહી છે. આવા સંજોગોમાં મોટી સંખ્યામાં શિક્ષકો પૂરક પરીક્ષાની ફરજ માટે શાળાથી બહાર રહેશે તો વર્ગખંડમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધુ ઘટી શકે છે. પરિણામે નવા સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસથી જ શિક્ષકોને અનેક ફરજોના ચક્રવ્યૂહમાં ધકેલી દેવામાં આવ્યા હોવાથી સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવાઓ વચ્ચે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પૂરતો સમય અને માર્ગદર્શન કોણ આપશે? જો શિક્ષકોનો મોટો હિસ્સો બિન-શૈક્ષણિક કામગીરીમાં જ વ્યસ્ત રહેશે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ અને પરિણામો પર પડશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. શિક્ષણજગતમાં ચર્ચા છે કે શિક્ષકોને વારંવાર બિન-શૈક્ષણિક અને પરીક્ષા સંબંધિત ફરજોમાં જોડવાને બદલે શિક્ષણ કાર્યને પ્રાથમિકતા આપવાની જરૂર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

September 8, 2026
Next Post
અમદાવાદ: પોલીસના ડરથી ભાગેલા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતાં મોત, સોસાયટીમાં ઝઘડો કર્યો હતો …

અમદાવાદ: પોલીસના ડરથી ભાગેલા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતાં મોત, સોસાયટીમાં ઝઘડો કર્યો હતો ...

જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં…

જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં...

જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ : ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલ…

જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ : ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો | It is revealed that the husband killed h…

રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો | It is revealed that the husband killed h…

9 months ago
જામનગરમાં વ્યાજખોરીના જાળમાં ફસાયેલા વેપારીની કાર પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ | Jamnagar…

જામનગરમાં વ્યાજખોરીના જાળમાં ફસાયેલા વેપારીની કાર પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ | Jamnagar…

3 months ago
દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

10 months ago
વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…

વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News