gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar …

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar Land Scam Case: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડમાં કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, સહિતનાઓ સામે ED(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ફરિયાદ નોંધી છે. જે વચ્ચે ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામ પાસે ધુડખર અભ્યારણ્ય પાસે સોલર પ્લાન્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરી મંજૂરી આપી દીધી હોવાનું સામે આવ્યું છે. સોલર પ્લાન્ટમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ સાથે PMO કાર્યાલય અને દિલ્હી તકેદારી આયોગમાં રજૂઆત બાદ EDએ દરોડા પાડ્યા હોવાનું અરજદારે જણાવ્યું છે. 

સુરેન્દ્રનગરના કલેકટરને ‘વેઇટિંગ ઇન પોસ્ટિંગ’ પર મૂકી દેવાયા

કથિત કૌભાંડનો કેસ સામે આવતા હાલ સુરેન્દ્રનગરના કલેકટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી. તેમને હાલ વેઇટિંગ ઇન પોસ્ટિંગ પર મૂકી દેવાયા છે. તેમની આગામી આદેશ સુધી, એટલે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ચાર્જ સોંપવામાં આવ્યો નથી. હાલ સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO)  કે.એસ. યાજ્ઞિકને આગામી નિર્દેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 

850 કરોડનો પ્લાન્ટને 60 કરોડનો દર્શાવી 7.90 કરોડની વન્યજીવ સંરક્ષણ ફી ચોરી કર્યાનો દાવો

મોટી માલવણના રહીશ અશ્વિનભાઈ માળવણિયાની રજૂઆત મુજબ, મોટી માલવણ કૃષ્ણનગર પાસે ખાનગી કંપની (એન.એસ.ઈ.)એ સોલાર પ્લાન્ટ માટે ખેડૂતો પાસેથી 30 વર્ષના ભાડાપટ્ટે જમીન લેવામાં આવી હતી. જોકે, જમીનનું બિનખેતી (એનએ) કરાવ્યા વગર જ પ્લાન્ટની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ પ્લાન્ટ ઘુડખર અભયારણ્યની નજીક હોવાથી વન્યજીવ સંરક્ષણ માટે કુલ મૂડી રોકાણના 1 ટકા રકમ સરકારમાં જમા કરાવવી ફરજિયાત છે.

…છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટની મંજૂરી આપી દીધી

કંપની દ્વારા પ્લાન્ટનું ફૂલ મૂડી રોકાણ રૂ.60 કરોડ દર્શાવી તે મુજબ 01% લેખે રૂ.60 લાખ ભરી દીધા હતા. રકમ ભરપાઈ કર્યા બાદ કંપનીના માલિકોએ સોલાર પ્લાન્ટની મંજૂરી માટે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ પાસે ગયા હતા અને ત્યાં જઈ પ્લાન્ટમાં ખર્ચ વધી ગયો છે અને પ્લાન્ટમાં રૂ.850 કરોડનું રોકાણ કરી નાખ્યું હોવાથી નુકસાન થવાનું જણાવતા કલેક્ટરે પણ રજૂઆતને ગ્રાહ્ય રાખી સોલાર પ્લાન્ટની મંજૂરી આપી દીધી હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. આમ તફાવતની આશરે રૂ. 7.90 કરોડની ફીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો અંદાજ છે. તેમજ કંપનીને તંત્ર દ્વારા વાર્ષિક 8 કરોડના હપ્તા પણ કરી દીધા હોવાનું જણાવ્યું હતું. આ સિવાય સોલાર પ્લાન્ટ કાર્યરત છે તેની આસપાસના વિસ્તારમાં આવતા ખેડૂતોની તેમજ રેવન્યુ વિભાગની મંજૂરી નિયમ મુજબ લેવાની હોય છે પરંતુ મંજૂરી નહીં હોવા છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટની મંજૂરી આપી દીધી હતી. સોલાર પ્લાન્ટ એપ્રિલ 2025થી કાર્યરત છે અને તેમાંથી દૈનિક રૂ. 35 થી 40 લાખની વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા તેમની જમીન, રોડ અને પીવાના પાણીની પાઈપલાઈનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, છતાં વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે.

આ પણ વાંચો: EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ

પીએમઓમાં ફરિયાદ બાદ ઇડીના દરોડા પડ્યાઃ અરજદાર

સ્થાનિક ખેડૂતો અને અરજદારોએ જિલ્લા કલેક્ટર કચેરીથી લઈને ગાંધીનગર વન વિભાગ સુધી અનેકવાર લેખિત અને ઓનલાઈન ફરિયાદો કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ મામલો PMO કાર્યાલય અને કેન્દ્રીય તકેદારી આયોગ સુધી પહોંચ્યો હતો. અરજદારનો દાવો છે કે ઉચ્ચ કક્ષાએ થયેલી આ રજૂઆતના પગલે જ તાજેતરમાં ઈ.ડી.ની ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
ભાજપ નેતાએ કારથી 5ને કચડ્યાં, ટોળાએ પકડી ઢીબી કાઢ્યા, પોલીસ પર આરોપીને ભગાડવાનો આરોપ | morena porsa …

ભાજપ નેતાએ કારથી 5ને કચડ્યાં, ટોળાએ પકડી ઢીબી કાઢ્યા, પોલીસ પર આરોપીને ભગાડવાનો આરોપ | morena porsa ...

ઉદયપુર બાદ જબલપુરમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, નોકરીના બહાને બે હેવાનોની શરમજનક હરકત | Jab…

ઉદયપુર બાદ જબલપુરમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, નોકરીના બહાને બે હેવાનોની શરમજનક હરકત | Jab...

‘મહા’પોલિટિક્સ: કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા NCPમાં જ વિરોધ! નારાજ દિગ્ગજ કોંગ્રેસમાં જોડાયા | Pawar Un…

'મહા'પોલિટિક્સ: કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા NCPમાં જ વિરોધ! નારાજ દિગ્ગજ કોંગ્રેસમાં જોડાયા | Pawar Un...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો | Waqf Amendment Bill Where …

સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો | Waqf Amendment Bill Where …

1 year ago
રૂપિયો ફરી ગગડ્યો, ડૉલર સામે 12 પૈસા ગબડીને 88.80ના નવાં તળિયે પહોંચ્યો | Rupee Hits Record Low Agai…

રૂપિયો ફરી ગગડ્યો, ડૉલર સામે 12 પૈસા ગબડીને 88.80ના નવાં તળિયે પહોંચ્યો | Rupee Hits Record Low Agai…

10 months ago
બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ | bihar elections w…

બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ | bihar elections w…

9 months ago
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ | kenya plane crash in po…

કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ | kenya plane crash in po…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News