gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર: કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી, પ્રેમી સાથે મળી રચ…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર: કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી, પ્રેમી સાથે મળી રચ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar Death Case Solved: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતે મોતના નામે ફાઇલ થયેલા એક રહસ્યમય કેસનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગરની કેનાલમાંથી મળી આવેલો અજાણ્યો મૃતદેહ અકસ્માત નહીં, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ તપાસના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો છે કે મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડ્યો હતો. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.

કેનાલમાંથી મળ્યો હતો ધ્રાંગધ્રાના યુવકનો મૃતદેહ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગરની એક કેનાલમાંથી અગાઉ મળી આવેલા અજાણ્યા શખસના મૃતદેહ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ ધ્રાંગધ્રાના સોલડી ગામના વતની શાંતિગીરી ગોસ્વામીનો હતો. આ ઘટસ્ફોટ બાદ પોલીસે કડક કાર્યવાહી કરીને રવિવારે (17મી મે) મૃતકની પત્ની જાગૃતિબહેન ગોસ્વામી અને તેના પ્રેમી કાંતિલાલ ઉર્ફે ભરત સાબરિયાની ધરપકડ કરી લીધી છે.

કાવતરું, હત્યા અને ગુમ થયાની અફવા

પોલીસ પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક શાંતિગીરીની પત્ની જાગૃતિબહેનને કાંતિલાલ ઉર્ફે ભરત સાથે છેલ્લા ઘણાં સમયથી પ્રેમસંબંધ હતો. ઘરમાં થતા સતત ઝઘડા અને અંગત અદાવતને કારણે જાગૃતિબહેન અને કાંતિલાલે શાંતિગીરીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 

કાવતરા મુજબ આરોપીઓએ શાંતિગીરીની હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. આ ગુનામાં કાંતિલાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. કોઈને શંકા ન જાય તે માટે પત્ની જાગૃતિએ આસપાસ એવી અફવા ફેલાવી દીધી કે શાંતિગીરી પોતાની મરજીથી ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. આ જ કારણે તેમણે પોલીસમાં ગુમ થયાની કોઈ ફરિયાદ પણ નોંધાવી ન હતી.

દોઢ વર્ષ પહેલાં પણ આપી હતી હત્યાની ‘સોપારી’

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એક અન્ય અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે જાગૃતિબહેને પોતાના પતિની હત્યા કરવાનો પ્રયાસ આ પહેલીવાર નહોતો કર્યો. આશરે દોઢ વર્ષ પહેલાં પણ જાગૃતિબહેને ડીસાના યુનુસ મેમણ નામના શખસને પતિની હત્યા કરવા માટે સોપારી આપી હતી. જો કે, યુનુસ મેમણ એ શાંતિગીરીનો મિત્ર હોવાથી તેણે શાંતિગીરી જીવ જોખમમાં હોવાની ચેતવણી આપીને સમજાવ્યો હતો. પરંતુ યુનુસે જાગૃતિ પાસેથી પૈસા પડાવવા માટે એક ચાલ ચાલી હતી. તેણે શાંતિગીરી સૂતો હોય તેવો ફોટો પાડીને જાગૃતિને મોકલ્યો અને મેસેજ કર્યો કે ‘કામ પૂરું થઈ ગયું છે’. આ બદલામાં યુનુસે ધ્રાંગધ્રાના સોલડી ગામે આવીને જાગૃતિ પાસેથી 25 હજાર રૂપિયા પણ વસૂલી લીધા હતા. બાદમાં જ્યારે જાગૃતિને ખબર પડી કે તેનો પતિ જીવતો છે, ત્યારે તે હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો.

હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી, ગુનામાં વપરાયેલા અન્ય સાધનો અને કડીઓ મેળવવા માટે વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું …

અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું ...

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i...

VIDEO : આવાસ અને મજૂરીના પૈસા ચાંઉ કરી જનારા નેતા ફસાયા, ઓફિસ-ઘર પર પથ્થરમારો | Angry Villagers Atta…

VIDEO : આવાસ અને મજૂરીના પૈસા ચાંઉ કરી જનારા નેતા ફસાયા, ઓફિસ-ઘર પર પથ્થરમારો | Angry Villagers Atta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

1 year ago
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

1 year ago
જામનગર જિલ્લાના જોડીયામાં જામદુધઈ રોડ પર ટ્રક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માત : એકનું મોત, એકને …

જામનગર જિલ્લાના જોડીયામાં જામદુધઈ રોડ પર ટ્રક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માત : એકનું મોત, એકને …

5 months ago
આગામી રથયાત્રા અને મહોરમના તહેવારોને પગલે અમદાવાદ પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્ત્વોની અટકાયત | ahm…

આગામી રથયાત્રા અને મહોરમના તહેવારોને પગલે અમદાવાદ પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્ત્વોની અટકાયત | ahm…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News