![]()
સૌથી
વધુ 10 બેઠક
બિન અનામત સામાન્યના ફાળે
રાજ્ય
ચૂંટણી આયોગે રોટેશન જાહેર કરતા જિલ્લાના રાજકારણનો માહોલ ગરમાયો
સુરેન્દ્રનગર –
રાજ્ય ચૂંટણી આયોગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી
માટે રોટેશન જાહેર કર્યું છે. જૈમાં સૌથી વધુ ૧૦ બેઠક બિન અનામત સામાન્યના ફાળે
અને જ્યારે સૌથી ઓછી એક-એક બેઠક અનુ. જાતિ અને અનુ. આદિ જાતિના ફાળે ગઇ છે. રોટેશન
જાહેર થતા જિલ્લાના રાજકારણનો માહોલ ગરમાયો છે.
સમગ્ર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે, રાજ્ય ચૂંટણી આયોગે સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર કરતા રાજકીય ગરમાવો વ્યાપી
ગયો છે. જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો માટે જાહેર કરાયેલા રોટેશનમાં અનામત બેઠકો સૌથી
વધુ ૧૦ બેઠક બિન અનામત સામાન્ય, જ્યારે સૌથી ઓછી એક-એક બેઠક અનુ.
જાતિ અને અનુ. આદિ જાતિના ફાળે ગઇ છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની
કુલ ૩૪ બેઠકો પૈકી ૨૯ બેઠકો પર ભાજપ અને ૦૫ બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો વિજય
થતા જીલ્લા પંચાયત પર ભાજપનું શાસન છે.
૨૭
ટકા ઓબીસી અનામત લાગુ કરાયા બાદ અગામી સમયમાં પ્રથમ વખત ચૂંટણી યોજાનાર હોય રાજકીય
ક્ષેત્રે ખુબ જ મહત્વની આંકવામાં આવી રહી છે. જો કે કેટલીક બેઠકો ઉપર અત્યારથી જ
દાવેદારોએ લોમ્બિંગ શરૃ કરીને ટીકીટ મેળવવાના ધમપછાડા શરૃ કર્યા છે. જ્ઞાાતિગતના
સમીકરણો મુજબ કેટલીક બેઠકો ઉપર છેલ્લા ઘણા સમયથી અડીંગો જમાવી બેઠેલા નેતાઓને બેઠક
બદલવી પડે તેવી સ્થિતી ઉભી થશે તે વાત નિશ્ચિત છે.
નવા
રોટેશન મુજબ બેઠકોનું વર્ગીકરણ
બિન
અનામત સામાન્યઃ ૧૦
સામાન્ય
સ્ત્રીઃ ૦૯
સા. શૈ.
પછાત વર્ગ સ્ત્રીઃ ૦૫
સા. શૈ.
પછાત વર્ગઃ ૦૪
અનુ.
જાતિ સ્ત્રીઃ ૦૨
અનુ.
જાતિઃ ૦૧
અનુ.
આદિ જાતિઃ ૦૧
ક્રમ બેઠકનું નામ તાલુકાનું
નામ બેઠકનો પ્રકાર
૧. બજાણા દસાડા સામાન્ય
સ્ત્રી
૨. ચુડા – ૧ ચુડા બિનઅનામત સામાન્ય
૩. ચુડા – ૨ ચુડા સામાન્ય સ્ત્રી
૪. ધાંધલપુર સાયલા બિનઅનામત સામાન્ય
૫. ઢોકળવા ચોટીલા સામાન્ય સ્ત્રી
૬. ગુજરવદી ધ્રાંગધ્રા અનુસુચિત જાતિ
૭. ખારાઘોડા દસાડા સામાન્ય સ્ત્રી
૮. ખોડુ વઢવાણ સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
૯. કોંઢ ધ્રાંગધ્રા સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
૧૦. લખતર લખતર સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
૧૧. માલવણ ધ્રાંગધ્રા સા.શૈ.પછાત વર્ગ
૧૨. મેમકા વઢવાણ અનુ. જાતિ સ્ત્રી
૧૩. મોટી મોલડી ચોટીલા સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
૧૪. મુળી-૧ મુળી સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
૧૫. મુળી-૨ મુળી સા.શૈ.પછાત વર્ગ
૧૬. નાગડકા સાયલા સા.શૈ.પછાત વર્ગ
૧૭. પાણશીણા લીંબડી અનુ. આદિ જાતિ
૧૮. રાજપરા ચોટીલા સા.શૈ.પછાત વર્ગ
૧૯. રાજસીતાપુર ધ્રાંગધ્રા સામાન્ય સ્ત્રી
૨૦. રળોલ લીંબડી સામાન્ય સ્ત્રી
૨૧. રાણાગઢ લીંબડી સામાન્ય સ્ત્રી
૨૨. સરા મુળી બિનઅનામત સામાન્ય
૨૩. સવલાસ દસાડા બિનઅનામત સામાન્ય
૨૪. સાયલા સાયલા સામાન્ય સ્ત્રી
૨૫. શિયાણી લીંબડી બિનઅનામત સામાન્ય
૨૬. સુદામડા સાયલા બિનઅનામત સામાન્ય
૨૭. વણોદ દસાડા બિનઅનામત સામાન્ય
૨૮. વસ્તડી વઢવાણ સામાન્ય સ્ત્રી
૨૯. વીજળીયા થાન બિનઅનામત સામાન્ય
૩૦. વિઠ્ઠલગઢ લખતર બિનઅનામત સામાન્ય
૩૧. ઝીંઝુવાડા દસાડા સામાન્ય સ્ત્રી
૩૨. ઝોબાળા ચુડા બિનઅનામત સામાન્ય










