gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost …

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in Business
0 0
0
સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જીએસટી ફેક્ટર બજારે ડિસ્કાઉન્ટ કર્યું : આરંભિક ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગ 

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫, ઓગસ્ટના દેશને જીએસટીમાં રાહતની ભેટ જાહેર કર્યા મુજબ જીએસટી કાઉન્સિલની ગઈકાલે મળેલી મીટિંગમાં દેશના અનેક ઉદ્યોગો, ગ્રાહકોને જીએસટી દરોમાં ૨૨, સપ્ટેમ્બરથી ઘટાડા થકી મોટી રાહત આપીને ઉદ્યોગોને ચાર સ્લેબને બદલે માત્ર બે જીએસટી સ્લેબનું સરળીકરણ કરી આપતાં આજે ભારતીય શેર બજારોમાં ફિલગુડ ફેક્ટરે શેરોમાં આરંભિક સાર્વત્રિક તોફાની તેજી જોવાઈ હતી. જીએસટીમાં રાહત અને ખાસ એફએમસીજી, ઈન્સ્યોરન્સ-બેંકિંગ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, સિમેન્ટ સહિતના ક્ષેત્રોને અપાયેલી રાહતથી દેશમાં મોંઘવારીનું દબાણ હળવું થવાની અપેક્ષા સાથે ચોમાસાની સારી પ્રગતિએ લોકોની ખરીદશક્તિ વધવાની અપેક્ષા અને મેક ઈન ઈન્ડિયાને નવું જોમ મળવાની અપેક્ષાએ ફંડોનું શેરોમાં ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. અલબત જીએસટીનું આ પરિબળ બજારે અંતે ડિસ્કાઉન્ટ કરી દઈ શેરોમાં ઉછાળે મોટું પ્રોફિટ બુકિંગ કરતાં ઉછાળો ઓસરતો જોવાયો હતો. સેન્સેક્સ આરંભમાં ૮૮૮.૯૬ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૧૪૫૬.૬૭ સુધી પહોંચ્યા બાદ અંતે ૧૫૦૩૦ પોઈન્ટ વધીને ૮૦૭૧૮.૦૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૫.૭૦ પોઈન્ટના ઉછાળે એક તબક્કે ઉપરમાં ૨૪૯૮૦.૭૫ સુધી જઈ અંતે ૧૯.૨૫ પોઈન્ટ વધીને ૨૪૭૩૪.૩૦ બંધ રહ્યો હતો. 

ટ્રેકટર માટે જીએસટી રાહતે ઓટો શેરોમાં તેજી : મહિન્દ્રા રૂ.૧૯૬, આઈશર રૂ.૭૧ ઉછળ્યા

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ટ્રેકટર સહિતના વાહનો માટે જીએસટીમાં મોટી રાહત જાહેર થતાં અને અન્ય વાહનો માટે પણ જીએસટીમાં ઘટાડાના પોઝિટીવ પરિબળે ફંડોની આજે ઓટો શેરોમાં ખરીદી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૯૫.૭૦ ઉછળીને રૂ.૩૪૮૦.૨૫, આઈશર મોટર્સ રૂ.૭૦.૭૫ વધીને રૂ.૬૪૩૫, ટીવીએસ મોટર રૂ.૩૩.૨૦ વધીને રૂ.૩૪૩૩.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૯૮.૬૫ પોઈન્ટ વધીને ૫૮૧૨૯.૫૧ બંધ રહ્યો હતો.

વીમા ક્ષેત્રે જીએસટી દૂર થતાં ફાઈનાન્સ શેરોમાં તેજી : બજાજ ફાઈનાન્સ, રેલીગેર, બજાજ ફિનસર્વ વધ્યા

વ્યક્તિગત વીમા પોલીસી અને મેડિક્લેઈમ પોલીસી પરના ૧૮ ટકા જીએસટીને દૂર કરાતાં ઈન્સ્યોરન્સ કંપનીઓને રાહતે આજે ફંડોની ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. વર્ધમાન હોલ્ડિંગ રૂ.૧૮૦.૪ન્વધીને રૂ.૩૯૭૯.૫૦, બજાજ ફાઈનાન્સ રૂ.૩૮.૩૫ વધીને રૂ.૯૩૪.૮૫, રેલીગેર રૂ.૮.૦૫ વધીને રૂ.૨૬૧, પૈસાલો રૂ.૧.૦૧ વધીને રૂ.૩૪.૩૪, બજાજ ફિનસર્વ રૂ.૩૯ વધીને રૂ.૨૦૦૫.૩૦, પોલીસી બઝાર રૂ.૩૨.૬૦ વધીને રૂ.૧૮૬૩.૪૦, ચૌલા ફિન રૂ.૨૧.૭૦ વધીને રૂ.૧૪૬૧.૬૦ રહ્યા હતા.

એફએમસીજી ઉદ્યોગને જીએસટીમાં રાહતે ફંડોની ખરીદી : એડીએફ ફૂડ્સ, બ્રિટાનીયા, આઈટીસી વધ્યા

જીએસટી કાઉન્સિલ દ્વારા અનેક ખાદ્ય ચીજો પરના જીએસટીમાં ઘટાડાનો ફાયદો એફએમસીજી કંપનીઓને કરાતાં કંપનીઓની નફાશક્તિ વધવાની અપેક્ષાએ ફંડોની આજે શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બ્રિટાનીયા રૂ.૧૬૯.૯૫ વધીને રૂ.૬૦૮૨.૩૫, આઈટીસી લિમિટેડ રૂ.૪.૩૫ વધીને રૂ.૪૧૫.૮૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૭.૯૫ વધીને રૂ.૧૨૧૨.૫૫, એડીએફ ફૂડ્સ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૨૩૯.૮૦, જીલેટ ઈન્ડિયા રૂ.૪૩૮.૫૫ વધીને રૂ.૧૦,૫૫૭.૩૫, કોલગેટ પામોલીવ રૂ.૮૫ વધીને રૂ.૨૪૬૫.૯૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ તેજી : થાયરોકેર,  અપોલો હોસ્પિટલ, એનજીએલ, વિજયા ડાયગ્નોસ્ટિક વધ્યા

ફાર્મા-હેલ્થકેર શેરોમાં પણ મેડીક્લેઈમ માટે જીએસટી નાબૂદ કર્યાના પોઝિટીવ પરિબળે ફંડો લેવાલ રહ્યા હતા. થાયરોકેર રૂ.૪૪.૫૫ વધીને રૂ.૧૩૪૭, એનજીએલ ફાઈન રૂ.૪૮.૩૫ વધીને રૂ.૧૪૮૦, યથાર્ત રૂ.૨૫.૨૫ વધીને રૂ.૭૭૫, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક રૂ.૨૫.૨૦ વધીને રૂ.૮૩૦.૫૦,  વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૨૬.૪૦ વધીને રૂ.૧૦૯૧.૩૦, અપોલો હોસ્પિટલ રૂ.૧૭૬.૧૦ વધીને રૂ.૭૯૦૫.૫૦, ગ્લેક્સો ફાર્મા રૂ.૬૨ વધીને રૂ.૨૮૩૫.૪૦, આરતી ફાર્મા રૂ.૧૫.૭૫ વધીને રૂ.૮૯૫ રહ્યા હતા.

કેઈઆઈ રૂ.૧૦૧ વધી રૂ.૪૧૨૧ : થર્મેક્સ રૂ.૭૯, એલએમડબલ્યુ રૂ.૨૮૯, કમિન્સ રૂ.૫૩ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી ચાલુ રાખી હતી. કેઈઆઈ રૂ.૧૦૦.૮૫ વધીને રૂ.૪૧૨૧.૫૦, થર્મેક્સ રૂ.૭૯.૨૦ વધીને રૂ.૩૩૩૯.૦૫, એલએમડબલ્યુ રૂ.૨૮૮.૬૫ વધીને રૂ.૧૪,૪૦૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૩.૨૫ વધીને રૂ.૩૯૩૯.૬૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૪૧.૩૫ વધીને રૂ.૪૫૯૬.૮૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૯૫ વધીને રૂ.૭૮૯૫.૦૫ રહ્યા હતા.

જીએસટી રાહતે બાટા ઈન્ડિયા રૂ.૮૧ વધીને રૂ.૧૨૪૫ : હવેલ્સ ઈન્ડિયા, વ્હર્લપુલ, અંબર, ડિક્સન વધ્યા

જીએસટી કાઉન્સિલે રૂ.૨૫૦૦ સુધીના ફૂટવેર પર જીએસટીમાં રાહત આપતાં ફંડોની ખરીદીએ બાટા ઈન્ડિયા રૂ.૮૧.૦૫ વધીને રૂ.૧૨૪૪.૫૫ રહ્યો હતો. એરકન્ડિશનર, રેફ્રિજરેટર સહિત પર પણ જીએસટીમાં રાહતે પસંદગીની ખરીદી રહી હતી. હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૬.૫૦ વધીને રૂ.૧૫૮૩.૦૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૩૦ વધીને રૂ.૧૩૫૪.૩૦, એશીયન પેઈન્ટ રૂ.૧૫.૬૦ વધીને રૂ.૨૫૭૦, અંબર રૂ.૪૧.૦૫ વધીને રૂ.૭૬૮૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૮૩.૪૫ વધીને રૂ.૧૭,૮૩૭.૪૦ રહ્યા હતા.

સેમીકન્ડકટર્સ ક્ષેત્રે મોસચીપ રૂ.૩૧ ઉછળ્યો : આદિત્ય વિઝન, મેટ્રોબ્રાન્ડ, ઈલેક્ટ્રોનિક્સ માર્ટ વધ્યા

 એ ગુ્રપના પ્રમુખ વધનાર શેરોમાં આજે ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા રૂ.૧૪.૮૦ વધીને રૂ.૧૪૫.૫૫, સેમીકન્ડકટર્સ ક્ષેત્રે ભારતમાં મોટા ડેવલપમેન્ટે મોસચીપ રૂ.૩૦.૬૦ વધીને રૂ.૨૨૨.૫૫, આદિત્ય વિઝન રૂ.૫૯.૫૦ વધીને રૂ.૫૧૮.૫૦, મેટ્રોબ્રાન્ડ રૂ.૬૩.૫૦ વધીને રૂ.૧૨૩૩, ઈથોસ રૂ.૧૦૯.૬૫ વધીને રૂ.૨૪૬૬.૬૫, ઝાયડસ વેલનેસ રૂ.૮૮.૮૦ વધીને રૂ.૨૪૧૮.૮૦ રહ્યા હતા.

આઈટી શેરોમાં સતત ફંડો વેચવાલ : બ્લેક બોક્સ, માસ્ટેક, સિગ્નિટી, ડિ-લિન્ક ઈન્ડિયા, કોફોર્જ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. બ્લેક બોક્સ રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૪૪૬.૭૫, માસ્ટેક રૂ.૮૦.૪૦ ઘટીને રૂ.૨૪૯૨.૧૦, સિગ્નિટી ટેકનો રૂ.૫૦.૫૫ ઘટીને રૂ.૧૫૮૬.૩૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૪.૪૫ ઘટીને રૂ.૪૭૭.૨૫, ઈમુદ્રા રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૭૦૮, કોફોર્જ રૂ.૪૧.૦૫ ઘટીને રૂ.૧૬૯૦, ઈન્ટેલેક્ટ રૂ.૨૧.૧૦ ઘટીને રૂ.૯૩૧.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૯૯.૫૨ પોઈન્ટ ઘટીને ૩૪૪૮૧.૨૭ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં પ્રોફિટ બુકિંગ : ઓઈલ ઈન્ડિયા, ગેઈલ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. ભારતની ક્રુડ ઓઈલની રશીયાથી થતી આયાતને લઈ અમેરિકા, યુરોપ સહિતના પગલાં અપેક્ષિત હોઈ ફંડો સાવચેતીમાં હળવા થયા હતા. ઓઈલ ઈન્ડિયા રૂ.૮.૮૦ ઘટીને રૂ.૩૯૩.૮૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૪૫ ઘટીને રૂ.૧૭૪.૫૫, ઓએનજીસી રૂ.૩.૩૦ ઘટીને રૂ.૨૩૫.૮૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૩૫ ઘટીને રૂ.૧૩૫૯.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૭૩.૭૩ પોઈન્ટ ઘટીને ૨૫,૮૬૩ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે વ્યાપક પ્રોફિટ બુકિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૩૨૫ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે જીએસટી ફેક્ટરને ડિસ્કાઉન્ટ કરી ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં  ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતા માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૯૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૦૯ અને ઘટનારની ૨૩૨૫ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૨૩૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૦૬.૩૪  કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૨૬૨.૮૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૬૯.૧૮કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૨૩૩.૦૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૫૮૮.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૩૫૪.૯૫ કરોડની વેચવાલી કરી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૧.૨૮ લાખ કરોડ

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળે તેજીનો વેપાર હળવો થયા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણ છતાં ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગે રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૧.૪૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૧.૨૮ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
રીલ બનાવવાના ચક્કરમાં યુવાન ડેમની પાણીમાં કાર સાથે ખાબક્યો! | While making a reel a young man fell i…

રીલ બનાવવાના ચક્કરમાં યુવાન ડેમની પાણીમાં કાર સાથે ખાબક્યો! | While making a reel a young man fell i...

અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road…

અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road...

માધુપુરા સટ્ટાકાંડ: હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ, રૂ.2200 કરોડના સટ્ટા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા | Ma…

માધુપુરા સટ્ટાકાંડ: હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ, રૂ.2200 કરોડના સટ્ટા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા | Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખા…

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખા…

2 months ago
ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

12 months ago
CEO બાદ ઈન્ડિગોના ચેરમેને માફી માગી, કહ્યું – જાણીજોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી | After the CEO In…

CEO બાદ ઈન્ડિગોના ચેરમેને માફી માગી, કહ્યું – જાણીજોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી | After the CEO In…

4 months ago
‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi…

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News