gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 84628 | Sensex falls 151 points to 84628

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 84628 | Sensex falls 151 points to 84628
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક બજારોમાં અમેરિકાના ચાર એશિયન દેશો સાથે ટ્રેડ ડિલ અને જાપાન સાથે મોટી ડિલ બાદ હવે ચાઈના સાથે આગામી દિવસોમાં થનારી ટ્રેડ વાટાઘાટ પર નજરે થઈ રહેલી ઉથલપાથલ વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં પણ તેજીને ફરી બ્રેક લાગી હતી. એફ એન્ડ ઓમાં એનએસઈમાં નિફટીમાં એક્સપાયરીને લઈ આજે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી મોટી વોલેટીલિટી જોવાઈ હતી. વોલેટીલિટીના અંતે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ સાથે ઘણા શેરોમાં ફંડો સાવચેતીમાં નફારૂપી વેચવાલ રહ્યા હતા. અલબત લંડન મેટલ એક્સચેન્જમાં ઈન્ડસ્ટ્રીયલ-નોન ફેરસ મેટલના ભાવોમાં તેજીને પરિણામે મેટલ-માઈનીંગ શેરોમાં સતત તેજી રહી હતી. જ્યારે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. સેન્સેક્સ ૮૪૯૮૭થી ૮૪૨૧૯ની રેન્જમાં ફંગોળાઈ અંતે ૧૫૦.૬૮ પોઈન્ટ ઘટીને ૮૪૬૨૮.૧૬ અને નિફટી સ્પોટ ૨૬૦૪૨થી ૨૫૮૧૦ વચ્ચે ફંગોળાઈ અંતે ૨૯.૮૫ પોઈન્ટ ઘટીને ૨૫૯૩૬.૨૦ બંધ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડો હળવા થયા : ટીવીએસ રૂ.૮૪, બોશ રૂ.૮૪૨, એમઆરએફ રૂ.૧૧૪૩ ગબડયા

તહેવારોની સીઝન પૂરી થતાં હવે વાહનોના વેચાણમાં મંદ વૃદ્વિની ધારણાએ ફંડોએ આજે ઓટોમોબાઈલ શેરોમાં તેજીને બ્રેક લગાવી નફારૂપી વેચવાલ રહ્યા હતા. ટીવીએસ મોટર રૂ.૮૪.૦૫ ઘટીને રૂ.૩૫૫૫, બોશ રૂ.૪૮૨.૫૫ ઘટીને રૂ.૩૮,૫૧૪.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૫.૪૦ ઘટીને રૂ.૩૫૭૬.૫૫, હીરો મોટોકોર્પ રૂ.૪૩.૧૦ ઘટીને રૂ.૫૬૦૫.૪૦, એમઆરએફ રૂ.૧૧૪૨.૯૫ તૂટીને રૂ.૧,૫૮,૨૩૭, બજાજ ઓટો રૂ.૪૧.૧૦ ઘટીને રૂ.૯૦૫૫.૩૦, મારૂતી સુઝુકી રૂ.૭૦.૦૫ ઘટીને રૂ.૧૬,૩૧૩.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૫૪.૩૦ પોઈન્ટ ઘટીને ૬૦૪૮૭.૩૬ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં તેજીને બ્રેક : હેક્ઝાવેર ટેક. રૂ.૨૨ તૂટયો : ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, ક્વિક હિલ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ગઈકાલે તેજી બાદ આજે ફંડોએ તેજીને બ્રેક લગાવી હતી. કોર્પોરેટ પરિણામોમાં ખાસ મજબૂતી નહીં જોવાતાં અને આઈટી ઉદ્યોગ માટે વૈશ્વિક પડકારો વધી રહ્યાના અહેવાલોએ ફંડો નવી તેજીમાં સાવચેત રહ્યા હતા. હેક્ઝાવેર ટેકનોલોજીસ રૂ.૨૨.૪૫ તૂટીને રૂ.૭૧૪.૭૫, બિરલા સોફ્ટ રૂ.૯.૨૫ ઘટીને રૂ.૩૭૭.૬૫, કેલ્ટોન ટેકનોલોજી રૂ.૧૯.૯૯, ક્વિક હિલ રૂ.૭.૩૦ ઘટીને રૂ.૩૧૭.૬૫, સિએન્ટ રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૧૧૮૯.૪૦, માસ્ટેક રૂ.૩૨.૬૫ ઘટીને રૂ.૨૧૬૭.૩૦, કોફોર્જ રૂ.૨૦.૫૦ ઘટીને રૂ.૧૮૦૯.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૧.૪૯ પોઈન્ટ ઘટીને ૩૫૧૪૩.૪૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો વેચવાલ : બાટા ઈન્ડિયા, બ્લુ સ્ટાર, ડિક્સન ટેકનોલોજી, વ્હર્લપુલ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ તહેવારોની સીઝન પૂરી થઈ હોઈ નફારૂપી વેચવાલી જોવાઈ હતી. બાટા ઈન્ડિયા રૂ.૬૯.૩૫ તૂટીને રૂ.૧૧૦૦.૮૫, બ્લુ સ્ટાર રૂ.૩૧.૩૦ ઘટીને રૂ.૧૯૪૭.૬૫, પીજી ઈલેક્ટ્રો રૂ.૬.૬૦ ઘટીને રૂ.૫૬૫.૨૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૩૮.૯૫ ઘટીને રૂ.૧૫,૩૬૬.૨૦, વ્હર્લપુલ રૂ.૧૧.૩૦ ઘટીને રૂ.૧૩૮૦.૪૦, ટાઈટન રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૩૭૧૫.૮૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૯૦.૨૧ પોઈન્ટ ઘટીને ૬૦૬૦૦.૮૫ બંધ રહ્યો હતો. 

લંડન મેટલ પાછળ મેટલ શેરોમાં જિન્દાલ સ્ટીલ, જેએસડબલ્યુ ઉછળ્યા : મેટલ ઈન્ડેક્સ ૪૫૦ ઉછળ્યો

લંડન મેટલ એક્સચેન્જમાં નોન-ફેરસ-ઈન્ડસ્ટ્રીયલ મેટલમાં કોપર, એલ્યુમીનિયમ, ટીન સહિતમાં તેજીના પરિણામે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે સતત ખરીદી રહી હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૩૯.૩૦  વધીને રૂ.૧૦૭૩.૧૫, ટાટા સ્ટીલ રૂ.૫.૨૫ વધીને રૂ.૧૮૧.૮૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૩.૯૦ વધીને રૂ.૧૧૮૪.૨૫, સેઈલ રૂ.૨.૩૫ વધીને રૂ.૧૩૨.૩૦, હિન્દાલ્કો રૂ.૮.૪૦ વધીને રૂ.૮૪૯.૨૦, એપીએલ અપોલો રૂ.૧૦.૬૫ વધીને રૂ.૧૭૭૬.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૫૦.૩૯ પોઈન્ટ ઉછળીને ૩૫૧૧૭.૮૩ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ તૂટતાં ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી : ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, ઈન્દ્રપ્રસ્થ ગેસ ઘટયા

રશીયાની કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધોને લઈ વિશ્વમાં ક્રુડ ઓઈલની સપ્લાય ઓછી થવાના ડેવલપમેન્ટે તાજેતરમાં ક્રુડના ભાવ વધી આવ્યા બાદ આજે ફરી ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઝડપી ઘટી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ ટ્રેડિંગમાં ખેલાડીઓ સાવચેત બન્યા હતા. ઓઈલ ઈન્ડિયા રૂ.૧૦ ઘટીને રૂ.૪૧૨.૭૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૧૦.૩૫, ઓએનજીસી રૂ.૨.૮૦ ઘટીને રૂ.૨૫૦.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૭૫.૬૧ પોઈન્ટ ઘટીને ૨૭૮૧૨.૫૯ બંધ રહ્યો હતો.

એ ગુ્રપના શેરોમાં કારટ્રેડ રૂ.૪૬૬, ન્યુજેન રૂ.૧૦૨, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૭૩, ચેન્નઈ પેટ્રો રૂ.૭૩ ઉછળ્યા

ખરાબ બજારે આજે એ ગુ્રપના વધનાર પ્રમુખ શેરોમાં કારટ્રેડ રૂ.૪૬૬.૦૫ વધીને રૂ.૩૧૨૯.૯૫, ન્યુજેન રૂ.૧૦૧.૯૫ વધીને રૂ.૯૯૮.૩૦, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૭૨.૭૫ વધીને રૂ.૭૧૬.૭૫, ચેન્નઈ પેટ્રો રૂ.૭૩.૩૦ વધીને રૂ.૮૪૨.૮૦, નેટવેબ રૂ.૩૧૨.૩૦ વધીને રૂ.૪૨૦૫.૪૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૬૬.૭૦ વધીને રૂ.૧૦૦૬.૬૦, આઈડીબીઆઈ બેંક રૂ.૬.૨૬ વધીને રૂ.૧૦૨.૧૩, આરઆર કાબેલ રૂ.૭૫.૫૫ વધીને રૂ.૧૪૦૪.૦૫, ગ્રીવ્ઝ કોટન રૂ.૧૧.૨૦ વધીને રૂ.૨૨૩.૬૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ઓફલોડિંગ : ૨૩૫૯ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ  વોલેટીલિટીની સાથે ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો આજે સાવચેતીમાં વધુ મોટાપાયે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલ બનતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૦૧  અને ઘટનારની સંખ્યા ૨૩૫૯ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮૧ હજાર કરોડ ઘટીને રૂ.૪૭૧.૧૧ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં  વોલેટીલિટીના અંતે નરમાઈ સાથે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે વેચવાલીના પરિણામે આજે  રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮૧ હજાર કરોડ ઘટીને રૂ.૪૭૧.૧૧ લાખ કરોડ રહ્યું હતું.

એશીયાના બજારોમાં નરમાઈ  : અમેરિકી બજારોમાં ખુલતામાં ડાઉ જોન્સ, નાસ્દાક રેકોર્ડ નવી ટોચે

વૈશ્વિક શેર બજારોમાં આજે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં એકંદર નરમાઈ રહી હતી. જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૨૯૩ પોઈન્ટનો ઘટાડો, હોંગકોંગનો હેંગસેંગ ૮૭ પોઈન્ટનો ઘટાડો અને ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૨૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. યુરોપના બજારોમાં સાંકડી વધઘટે એકંદર મિશ્ર ટ્રેન્ડ રહ્યો હતો. અમેરિકી બજારોમાં ખુલતામાં આજે ફરી મજબૂતી સાથે ડાઉ જોન્સ અને નાસ્દાક નવી રેકોર્ડ ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…
Business

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…

April 6, 2026
મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…
Business

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…

April 6, 2026
ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…
Business

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

April 6, 2026
Next Post
વેરાવળ પાસે ઝૂંપડામાંથી 30નું રેસ્ક્યૂ કરી સીમશાળામાં સ્થળાંતરિત કરાયા | 30 rescued from a hut near …

વેરાવળ પાસે ઝૂંપડામાંથી 30નું રેસ્ક્યૂ કરી સીમશાળામાં સ્થળાંતરિત કરાયા | 30 rescued from a hut near ...

જમ્પિંગ રાઈડ ચલાવતા યુવકના બાળકી સાથે શારીરિક અડપલા | A young man riding a jumping ride had a physic…

જમ્પિંગ રાઈડ ચલાવતા યુવકના બાળકી સાથે શારીરિક અડપલા | A young man riding a jumping ride had a physic...

આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી : 1 જાન્યુ. 2026થી અમલની શક્યતા | Cabinet approves 8th Pay Commissi…

આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી : 1 જાન્યુ. 2026થી અમલની શક્યતા | Cabinet approves 8th Pay Commissi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

1 month ago
વાસણા ઠગાઈ કેસ: મેડિકલ એડમિશનની ‘બાધા’ ના નામે મંદિરના કોઠારીને ખંખેરનારો ઝડપાયો | Ahmedabad Crime B…

વાસણા ઠગાઈ કેસ: મેડિકલ એડમિશનની ‘બાધા’ ના નામે મંદિરના કોઠારીને ખંખેરનારો ઝડપાયો | Ahmedabad Crime B…

3 months ago
યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

2 months ago
બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત | 5 Kanw…

બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત | 5 Kanw…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News