gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 174 પોઈન્ટ ઘટીને 82327 | Sensex falls 174 points to 82327

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 174 પોઈન્ટ ઘટીને 82327 | Sensex falls 174 points to 82327
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વિશ્વમાં વંટોળ લાવી ચાઈના પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લેતાં અને બીજી તરફ ઈઝરાયેલ-હમાસ યુદ્વ વિરામની વાહવાહી મેળવવાના પ્રયાસો કરીને પોતે શાંતીદૂત હોવાનો ડોળ કરતાં વૈશ્વિક બજારો આજે ફરી ડામાડોળ થયા હતા. ટ્રમ્પના અનિશ્ચિતતા ફેલાવનારા નિર્ણયોને લઈ આગામી દિવસોમાં ભારત સાથે ટ્રેડ ડિલ મામલે કેવો નિર્ણય લેવાશે એને લઈ ફંડો, ખેલંદાઓ અસમંજસમાં રહેતાં તેજીના નવા વેપારથી દૂર ફંડો શેરોમાં હળવા થયા હતા. ગત સપ્તાહના અંતે અમેરિકી શેર બજારોમાં ડાઉ જોન્સ અને નાસ્દાકમાં કડાકા બાદ આજે એશીયાના બજારો અપેક્ષિત નરમાઈ સાથે ખુલ્યા હતા. અલબત સાંજે ફરી અમેરિકી શેર બજારોમાં ઝડપી રિકવરી જોવાઈ હતી. ચાઈના પર ટેરિફ મામલે ટ્રમ્પ સોફ્ટ વલણ અપનાવ્યાના અહેવાલે રિકવરી જોવાઈ હતી. પરંતુ એ પૂર્વે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૧૭૩.૭૭ પોઈન્ટ ઘટીને ૮૨૩૨૭.૦૫ અને નિફટી સ્પોટ ૫૮ પોઈન્ટ ઘટીને ૨૫૨૨૭.૩૫ બંધ રહ્યા  હતા. મોડી સાંજે અમેરિકી શેર બજારોમાં ખુલતામાં ડાઉ જોન્સમાં ૫૦૦ પોઈન્ટ અને નાસ્દાકમાં પણ ૫૦૦ પોઈન્ટનો ઉછાળો બતાવાતો હતો.

આઈટી  ઈન્ડેક્સ ૩૧૩ પોઈન્ટ ઘટયો : એએસએમ ટેક, મેક્લિઓડ, જેનેસીસ, નેટવેબ, ઝેનસાર ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની અમેરિકાના નાસ્દાક શેર બજારમાં કડાકા અને કંપનીઓના પરિણામો અપેક્ષાથી નબળા જાહેર થઈ રહ્યા હોઈ અને આઉટલૂક પડકારરૂપ રજૂ થઈ રહ્યું હોઈ ફંડોની વેચવાલી રહી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૧૩.૩૬ પોઈન્ટ ઘટીને ૩૪૬૭૧.૯૨ બંધ રહ્યો હતો. બીએલએસઈ રૂ.૧૬.૮૦ તૂટીને રૂ.૧૬૭.૫૦, મેક્લિઓડ રૂ.૩.૭૩ ઘટીને રૂ.૭૨.૨૩, એએસએમ ટેક રૂ.૧૫૪.૧૫ તૂટીને રૂ.૩૬૨૫.૦૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૬.૮૫ તૂટીને રૂ.૪૬૭.૪૫, નેટવેબ રૂ.૧૩૭.૧૫ તૂટીને રૂ.૩૮૯૧.૪૫, માઈન્ડટેક રૂ.૯.૩૦ ઘટીને રૂ.૨૬૭.૪૫, મોસચીપ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૨૬૧.૦૫, બિરલા સોફ્ટ રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૩૪૮.૫૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૮.૫૦ ઘટીને રૂ.૭૭૮.૭૫, યુનિઈકોમ રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૩૪.૦૫, રામકો સિસ્ટમ્સ રૂ.૧૧.૦૫ ઘટીને રૂ.૫૫૪.૫૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૫.૫૫ ઘટીને રૂ.૮૨૫.૯૦  રહ્યા હતા.

કેઈન્સ રૂ.૨૭૦, જયોતી સીએનસી રૂ.૨૫, પ્રાજ રૂ.૮, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૧, સિમેન્સ રૂ.૬૯ ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ફંડોનું  પ્રોફિટ બુકિંગ થયું હતું. કેઈન્સ રૂ.૨૭૦.૫૦ તૂટીને રૂ.૬૮૩૦.૮૦, જયોતી સીએનસી રૂ.૨૫.૦૫ ઘટીને રૂ.૯૪૧.૧૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૮૫ ઘટીને રૂ.૩૪૨.૩૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૦.૮૦ ઘટીને રૂ.૪૭૨.૫૫, સિમેન્સ રૂ.૬૮.૯૫ ઘટીને રૂ.૩૦૭૮.૭૦, ભેલ રૂ.૪.૯૫ ઘટીને રૂ.૨૩૪.૬૫, ઝેનટેક રૂ.૨૬.૩૦ ઘટીને રૂ.૧૩૯૩.૧૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૮૮.૪૦ ઘટીને રૂ.૪૭૪૫.૨૦, ટીમકેન રૂ.૫૧.૯૦ ઘટીને રૂ.૨૯૩૧.૪૫, મઝગાંવ ડોક રૂ.૪૦.૮૦ ઘટીને રૂ.૨૮૨૯.૨૫, કાર્બોરેન્ડમ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૯૨૭.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૮૯.૩૯ પોઈન્ટ ઘટીને ૬૮૯૬૩.૨૦ બંધ રહ્યો હતો.

વોલ્ટાસ રૂ.૩૮ તૂટીને રૂ.૧૩૭૯ : કલ્યાણ જવેલર્સ, બ્લુ સ્ટાર, બાટા ઈન્ડિયા, હવેલ્સ, ડિક્સનમાં સેલિંગ

ફંડોની આજે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ નફારૂપી વેચવાલી થઈ હતી. વોલ્ટાસ રૂ.૩૭.૭૦ ઘટીને રૂ.૧૩૭૯.૪૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૪૭૪.૭૦, બ્લુ સ્ટાર રૂ.૩૪.૮૫ ઘટીને રૂ.૧૯૧૩.૧૫, બાટા ઈન્ડિયા રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૧૧૪૯.૮૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૩.૫૦ ઘટીને રૂ.૧૪૭૨.૬૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૧૦.૮૦ ઘટીને રૂ.૧૭,૨૦૯.૧૫, ક્રોમ્પ્ટન રૂ.૩.૪૫ ઘટીને રૂ.૨૮૪.૪૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૭૨.૦૨ પોઈન્ટ ઘટીને ૫૯૨૦૬.૩૫ રહ્યો હતો.

લોઈડ્સ મેટલ રૂ.૨૫ તૂટી રૂ.૧૩૧૯ : અદાણી એન્ટરપ્રાઈસીઝ, જિન્દાલ સ્ટીલ, વેદાન્તા ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે ખરીદી અટકી નફારૂપી વેચવાલી રહી હતી. લોઈડ્સ મેટલ રૂ.૨૪.૬૫ ઘટીને રૂ.૧૩૧૯, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૩.૯૦ ઘટીને રૂ.૨૫૨૬.૭૦, જિન્દાલ સ્ટીલ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૧૦૦૮.૬૦, વેદાન્તા રૂ.૨.૬૫ ઘટીને રૂ.૪૭૯.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૬.૧૦ ઘટીને રૂ.૧૧૬૧.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૩૯.૭૪ પોઈન્ટ ઘટીને ૩૩,૮૫૦.૮૨ બંધ રહ્યો હતો.

બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૩ ઘટીને રૂ.૨૨૧૭ : ટાટા મોટર્સ, ટીઆઈ ઈન્ડિયા, હ્યુન્ડાઈ ઈન્ડિયા ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં  ફંડોની આજે વેચવાલી થઈ હતી. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૩.૦૫ ઘટીને રૂ.૨૨૧૭.૧૦, ટાટા મોટર્સ રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૬૬૦.૯૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૪.૧૦ ઘટીને રૂ.૩૧૧૫.૬૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૨૧.૧૦ ઘટીને રૂ.૨૩૮૪.૧૫, આઈશર મોટર્સ રૂ.૫૫.૦૫ ઘટીને રૂ.૬૯૧૦, બોશ રૂ.૧૧૧.૧૦ ઘટીને રૂ.૩૮,૫૦૧.૫૫ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં તેજીને બ્રેક : કોકુયો કેમલિન, ગોદાવરી બાયો, મગધ સુગર, અવધ સુગર ઘટયા

એફએમસીજી શેરોમાં પણ આજે તેજીને બ્રેક લાગી હતી. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૬૮.૭૩ પોઈન્ટ ઘટીને ૨૦૦૬૨.૫૯ બંધ રહ્યો હતો. કોકુયો કેમલિન રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૦૪.૧૦, ગોદાવરી બાયો રૂ.૯.૭૫ ઘટીને રૂ.૨૪૩, હોનાસા રૂ.૮.૫૦ ઘટીને રૂ.૨૮૩.૨૫, મગધ સુગર રૂ.૧૧.૭૫ ઘટીને રૂ.૫૭૩.૪૦, બજાજ હિન્દુસ્તાન રૂ.૨૧.૮૪, ગોપાલ સ્નેક્સ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૩૪૧.૬૦, અવધ સુગર રૂ.૭.૧૫ ઘટીને રૂ.૪૩૩.૫૫, બન્નારી અમાન રૂ.૫૫.૯૦ ઘટીને રૂ.૩૪૦૯.૩૫ રહ્યા હતા.

FPIs/FIIની કેશમાં રૂ.૨૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૩૩૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૨૪૦.૧૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૦૮૫.૪૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૩૨૫.૫૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૩૩૩.૪૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૯૬૦.૭૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૬૨૭.૩૬ કરોડની વેચવાલી કરી હતી.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં ફંડોનું ઓફલોડિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૭૩૬ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને બ્રેક લાગી રિવર્સ ચાલ સાથે આજે ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો, ખેલંદાઓનું ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૬૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૫૮  અને ઘટનારની સંખ્યા ૨૭૩૬ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૮ હજાર કરોડ વધીને રૂ.૪૬૨.૪૬ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં ધોવાણ છતાં પસંદગીના ફ્રન્ટલાઈન, હેવીવેઈટ શેરોમાં આકર્ષણ અને એ ગુ્રપના પસંદગીના શેરોમાં લેવાલીએ આજે  રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩૮ હજાર કરોડ વધીને રૂ.૪૬૨.૪૬ લાખ કરોડ પહોંચ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
Next Post
ખેડાના નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથક મામલે કપડવંજના 24 ગ્રામ પંચાયતોની હાઈકોર્ટમાં રિટ | Writ filed …

ખેડાના નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથક મામલે કપડવંજના 24 ગ્રામ પંચાયતોની હાઈકોર્ટમાં રિટ | Writ filed ...

ભડકે બળતું સોનું-ચાંદી સોનું 1.29 લાખ ચાંદી 1.80 લાખ | Burning gold and silver Gold 1 29 lakh Silver…

ભડકે બળતું સોનું-ચાંદી સોનું 1.29 લાખ ચાંદી 1.80 લાખ | Burning gold and silver Gold 1 29 lakh Silver...

દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during …

દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11 | khal…

સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11 | khal…

1 month ago
કરમસદ આણંદ મનપામાં 17 સામાન્ય અને 35 અનામત બેઠક | 17 general and 35 reserved seats in Karamsad Anand…

કરમસદ આણંદ મનપામાં 17 સામાન્ય અને 35 અનામત બેઠક | 17 general and 35 reserved seats in Karamsad Anand…

6 months ago
યુદ્ધની અસર! શિપમેન્ટ અટકતા ભારતના ચોખા નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા, વેપારીઓને મોટું નુકસાન | Ira…

યુદ્ધની અસર! શિપમેન્ટ અટકતા ભારતના ચોખા નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા, વેપારીઓને મોટું નુકસાન | Ira…

4 weeks ago
ગળતેશ્વરના અંબાવ ગામમાં બે મકાનના તાળા તૂટયા | Locks of two houses broken in Ambav village of Galate…

ગળતેશ્વરના અંબાવ ગામમાં બે મકાનના તાળા તૂટયા | Locks of two houses broken in Ambav village of Galate…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News