![]()
કેપિટલ ગુડઝ, મેટલ, ફાર્મા, આઈટી શેરોમાં ફંડો વેચવાલ
મુંબઈ : રશીયા પાસેથી ઓઈલની ખરીદી કરીને અન્ય દેશોને વેચનારા દેશો પર અમેરિકા ૫૦૦ ટકા ટેરિફ લાદશે એવા અમેરિકાના નિર્ણયને પગલે ફરી વૈશ્વિક અનિશ્ચિતતા સર્જાવાના અને અમેરિકા પાસેથી ભારત વર્ષની જરૂરીયાતના ૧૦ ટકા એલપીજી ખરીદવાના કરાર તેમ જ અમેરિકાએ ભારતથી મસાલા, ફળો, કોફી અને ચા પરની ટેરિફ પાછી ખેંચ્યાના પોઝિટીવ પરિબળો છતાં આજે ભારતીય શેર બજારોમાં ફંડો, મહારથીઓ સાવચેત રહ્યા હતા. આ સાથે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ છ દિવસની પોઝિટીવ ટ્રેન્ડને બ્રેક લાગી ફરી નિફટીએ ૨૬૦૦૦ની સપાટી ગુમાવી અંતે ૧૦૩.૪૦ પોઈન્ટ ઘટીને ૨૫૯૧૦.૦૫ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૨૭૭.૯૩ પોઈન્ટ ઘટીને ૮૪૬૭૩.૦૨ બંધ રહ્યો હતો. ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ફાર્મા-હેલ્થકેર, ઓટો, એફએમસીજી, રિયાલ્ટી શેરોમાં વેચવાલી કરી હતી. માત્ર પસંદગીના કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૭૨ તૂટયો : એસકેએફ રૂ.૮૮, કેઈન્સ રૂ.૩૪૫,ઝેનટેક રૂ.૪૯, કમિન્સ રૂ.૧૩૧ તૂટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. કેઈન્સ રૂ.૩૪૪.૯૫ તૂટીને રૂ.૫૮૯૭.૮૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૮૭.૬૫ તૂટીને રૂ.૧૯૭૭.૫૫, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૧૪૦.૯૦, ઝેનટેક રૂ.૪૯.૧૫ તૂટીને રૂ.૧૩૯૯.૪૫, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૫૨.૫૫ તૂટીને રૂ.૧૫૭૦.૩૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૩૧.૨૦ તૂટીને રૂ.૪૨૫૦.૨૦, એલએમડબલ્યુ રૂ.૪૫૯.૪૫ તૂટીને રૂ.૧૫,૨૩૭.૫૫, થર્મેક્સ રૂ.૭૧ ઘટીને રૂ.૨૯૪૩.૯૦, સીજી પાવર રૂ.૧૬.૫૫ ઘટીને રૂ.૭૩૩.૪૫, ભારત ડાયનામિક્સ રૂ.૩૧.૭૫ ઘટીને રૂ.૧૫૫૭.૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૯.૫૦ ઘટીને રૂ.૫૦૪.૮૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૪.૫૦ ઘટીને રૂ.૮૫૮.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૭૧.૬૩ પોઈન્ટ ઘટીને ૭૦૫૩૦.૦૮ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં સતત પ્રોફિટ બુકિંગ : આઈરીશ, બ્લુક્લાઉડ્સ, જેનેસિસ, નેટવેબ, બ્લેક બોક્સ ગબડયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે સતત પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આઈરીશ રૂ.૧૬.૫૦ તૂટીને રૂ.૩૨૧.૭૫, બ્લુક્લાઉડસ રૂ.૧.૨૮ તૂટીને રૂ.૨૫.૧૭, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૭.૮૫ તૂટીને રૂ.૪૩૩.૨૦, નેટવેબ રૂ.૧૧૯.૩૦ તૂટીને રૂ.૩૨૬૨.૧૫, બ્લેક બોક્સ રૂ.૧૮.૦૫ ઘટીને રૂ.૫૩૦.૫૦, બિરલા સોફ્ટ રૂ.૧૧.૫૫ ઘટીને રૂ.૩૭૯.૨૫, રામકો સિસ્ટમ રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૬૧૯.૪૦, મોસચીપ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૨૨૩.૧૫, લેટેન્ટ વ્યુ રૂ.૯ ઘટીને રૂ.૪૭૦.૨૦, ઈન્ફોસીસ રૂ.૨૧.૯૫ ઘટીને રૂ.૧૪૮૫.૬૫, વિપ્રો રૂ.૩.૨૦ ઘટીને રૂ.૨૪૦.૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૦૬.૯૯ પોઈન્ટ ગબડીને ૩૫૦૮૬.૩૪ બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં તેજી અટકી ફંડો વેચવાલ : નેક્ટરલાઈફ, ફિશર, ઈન્દ્રપ્રસ્થ મેડી, નારાયણ હ્યુદાલ્યા ઘટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ આજે ફંડોએ નવી ખરીદીથી દૂર રહી હળવા થવાનું પસંદ કર્યું હતું. ફિશર રૂ.૫.૨૫ તૂટીને રૂ.૪૭.૭૦, નેક્ટર લાઈફ ૮૯ પૈસા તૂટીને રૂ.૧૩.૭૫, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૨૮.૪૦ તૂટીને રૂ.૫૨૦, નારાયણ હ્યુદાલ્યા રૂ.૭૯.૦૫ ઘટીને રૂ.૧૯૪૮.૮૫, એપીએલ લિમિટેડ રૂ.૩૪.૩૦ ઘટીને રૂ.૯૧૩.૪૦, પેનેશીયા બાયો રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૩૭૮.૪૫, શિલ્પા મેડી રૂ.૧૩.૨૫ ઘટીને રૂ.૩૬૫.૮૫, વેનબરી રૂ.૮.૭૦ ઘટીને રૂ.૨૩૨.૯૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૮.૨૯ પોઈન્ટ ઘટીને ૪૪૫૩૯.૨૧ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ફંડો વેચવાલ : વેદાન્તા રૂ.૧૦ તૂટી રૂ.૫૧૦ : સેઈલ, હિન્દુસ્તાન ઝિંક, જિન્દાલ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. વેદાન્તા રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૫૧૦.૫૫, સેઈલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૩૮.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૮ ઘટીને રૂ.૪૭૫.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૩.૭૫ ઘટીને રૂ.૧૦૬૬.૩૫, હિન્દાલ્કો રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૭૯૭.૨૦, નાલ્કો રૂ.૩.૦૫ ઘટીને રૂ.૨૫૭.૪૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૨૪૩૬.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૭૨.૭૭ પોઈન્ટ ઘટીને ૩૪૩૯૧.૩૦ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં તેજીને બ્રેક : બાલક્રિષ્ન ઈન્ડ. રૂ.૫૨, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૨, મહિન્દ્રા રૂ.૩૯ ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે તેજીને બ્રેક લાગી હતી. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૧.૭૦ તૂટીને રૂ.૨૩૦૮.૪૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૧.૮૫ ઘટીને રૂ.૩૦૨૯.૯૫, એમઆરએફ રૂ.૨૦૧૪.૩૦ ઘટીને રૂ.૧,૫૫,૧૪૫.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૯.૦૫ ઘટીને રૂ.૩૬૯૬.૧૦, બોશ રૂ.૩૮૩.૪૦ ઘટીને રૂ.૩૭,૦૩૨.૧૫, અશોક લેલેન્ડ રૂ.૧.૨૫ ઘટીને રૂ.૧૪૭.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૪૫.૩૯ પોઈન્ટ ઘટીને ૬૧૦૦૦.૪૫ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં મંદીના એંધાણ ? અનંતરાજ, બ્રિગેડ, ઓબેરોય રિયાલ્ટી, પ્રેસ્ટિજ એસ્ટેટ, શોભા ઘટયા
રિયાલ્ટી ક્ષેત્રે હોમ અને કમર્શિયલ પ્રોપર્ટીની માંગ મંદ પડી રહી હોવાનું અને અનેક પ્રોપર્ટી વેચાયા વગર પડી હોઈ મંદીના એંધાણ મળી રહ્યા હોઈ આજે ખેલાડીઓ, ઓપરેટરોએ રિયાલ્ટી શેરોમાં મોટું ઓફલોડિંગ શરૂ કર્યું હતું. અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૬૫ ઘટીને રૂ.૬૮૬.૬૦, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૯૩૦.૦૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૧૫૮૯.૫૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૧૬૧૨, શોભા ડેવ લપર્સ રૂ.૮.૧૦ ઘટીને રૂ.૧૪૪૪.૩૫, લોઢા ડેવલપર્સ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૧૫૧.૬૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૪૫.૬૮ પોઈન્ટ ઘટીને ૭૨૦૦.૯૩ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડો નવી ખરીદીથી દૂર : અદાણી ટોટલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, આઈઓસી, બીપીસીએલ ઘટયા
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડો નવી ખરીદીથી દૂર રહેતાં શેરોના ભાવો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. અદાણી ટોટલ ગેસ રૂ.૯.૨૫ ઘટીને રૂ.૬૧૨.૮૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૨૦૮.૬૦, આઈઓસી રૂ.૧.૫૫ ઘટીને રૂ.૧૭૧.૫૫, બીપીસીએલ રૂ.૨.૮૫ ઘટીને રૂ.૩૭૧.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૫૫.૯૪ પોઈન્ટ ઘટીને ૨૮૮૪૫.૭૦ બંધ રહ્યો હતો.
ફંડો, ખેલંદાઓનું સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક પ્રોફિટ બુકિંગ : ૨૮૧૦ શેરો નેગેટીવ બંધ
ફંડોએ આજે સેન્સેક્સ, નિફટીમાં નરમાઈ લાવ્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વ્યાપક ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૦૧ અને ઘટનારની સંખ્યા ૨૮૧૦ રહી હતી.
FPIs/FIIની રૂ.૭૨૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૧૫૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૭૨૮.૮૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૭,૦૭૧.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૭૯૯.૮૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૬૧૫૬.૮૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૨૪૬.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૦૮૯.૩૪ કરોડની વેચવાલી કરી હતી.










