gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 304 પોઈન્ટ વધીને 80540 | Sensex rises 304 points to 80 540

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 304 પોઈન્ટ વધીને 80540 | Sensex rises 304 points to 80 540
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાને વધારાના ટેરિફમાં ૯૦ દિવસની રાહત આપતાં અને બીજી તરફ રશીયા-અમેરિકાના પ્રમુખોની અલાસ્કામાં આવતીકાલે યોજાનારી મુલાકાત અને યુક્રેન મામલે યુદ્વના અંતની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં અમેરિકા, જાપાન પાછળ ઝડપી રિકવરી જોવાઈ હતી. ઘર આંગણે ભારતને ભીંસમાં લેવા અમેરિકાના પ્રયાસો છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ આગામી દિવસોમાં મુલાકાત યોજાય એવા અહેવાલો વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં ફરી ઘટાડાને બ્રેક લાગી હતી. ફંડોએ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં આક્રમક ખરીદી કર્યા સાથે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી કરી હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને આજે મોટો સપોર્ટ મળતો જોવાયો હતો. સેન્સેક્સ ૩૦૪.૩૨ પોઈન્ટ વધીને ૮૦૫૩૯.૯૧ અને નિફટી સ્પોટ ૧૩૧.૯૫ પોઈન્ટ વધીને ૨૪૬૧૯.૩૫ બંધ રહ્યા હતા.

હેલ્થકેર ઈન્ડેક્સ ૭૭૩ ઉછળ્યો : વિન્ડલાસ રૂ.૧૦૦, વિમતા રૂ.૫૦, અપોલો હોસ્પિટલ રૂ.૫૭૨  ઉછળ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે મોટી ખરીદી થઈ હતી. વિન્ડલાસ રૂ.૧૦૦.૪૦ ઉછળીને રૂ.૧૦૫૬.૮૦, વિમતા લેબ્સ રૂ.૫૦.૨૦ વધીને રૂ.૬૫૯.૪૦, અપોલો હોસ્પિટલના ત્રિમાસિક પરિણામે રૂ.૫૭૧.૮૫ ઉછળીને રૂ.૭૮૦૮.૪૫, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૭૭.૯૫ વધીને રૂ.૨૭૬૭,  સ્ટ્રાઈડ ફાર્મા રૂ.૫૦.૨૫ વધીને રૂ.૮૬૬.૨૫,યુનિકેમ લેબ. રૂ.૨૩.૩૫ વધીને રૂ.૫૦૭.૮૦, અલકેમ લેબ. સારા પરિણામે સતત લેવાલીએ રૂ.૨૨૪.૩૫ વધીને રૂ.૫૩૭૫, લૌરસ લેબ. રૂ.૩૪.૧૫ વધીને રૂ.૮૬૫, કોહાન્સ રૂ.૩૫.૨૫ વધીને રૂ.૯૮૫.૨૦, શિલ્પા મેડી રૂ.૩૩ વધીને રૂ.૯૦૬.૭૫,  દિવીઝ લેબ. રૂ.૧૭૮.૯૦ વધીને રૂ.૬૧૪૦, સિપ્લા રૂ.૪૨.૮૦ વધીને રૂ.૧૫૬૩.૫૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૩૧.૯૫ વધીને રૂ.૧૨૫૨.૫૫, લુપીન રૂ.૪૫.૨૫ વધીને રૂ.૧૯૮૯.૦૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૬.૯૦ વધીને રૂ.૩૦૬.૪૦, થાયરોકેર રૂ.૨૮.૨૫ વધીને રૂ.૧૩૭૭.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૭૨.૬૨ પોઈન્ટ ઉછળીને ૪૪૫૯૭.૫૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં તેજી : ઉનો મિન્ડા, મધરસન સુમી, હીરો મોટોકોર્પ, ભારત ફોર્જ, હ્યુન્ડાઈ મોટરમાં ફંડો લેવાલ

ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની આજે મોટી ખરીદી થઈ હતી. ચોમાસાની સારી પ્રગતિ અને તહેવારોની સીઝનને લઈ વાહનોની ખરીદીના આકર્ષણે ફંડોની ઓટો શેરોમાં સતત લેવાલી રહી હતી. ઉનો મિન્ડા રૂ.૪૫.૦૫ વધીને રૂ.૧૧૧૪.૧૫, મધરસન સુમી રૂ.૩.૧૭ વધીને રૂ.૯૩.૪૪, હીરો મોટોકોર્પ રૂ.૧૨૦ વધીને રૂ.૪૭૬૫, ભારત ફોર્જ રૂ.૨૭.૭૦ વધીને રૂ.૧૧૭૯.૬૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૪૧.૮૫ વધીને રૂ.૨૨૪૫.૭૫, ટીવીએસ મોટર રૂ.૫૫.૧૦ વધીને રૂ.૩૦૧૯.૮૫,ટાટા મોટર્સ રૂ.૯.૭૦ વધીને રૂ.૬૬૩.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૬.૧૦ વધીને રૂ.૩૨૮૨.૬૫, આઈશર મોટર્સ રૂ.૫૩.૪૦ વધીને રૂ.૫૭૧૦, બજાજ ઓટો રૂ.૬૦.૧૫ વધીને રૂ.૮૨૫૫.૮૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૪૫ વધીને રૂ.૨૪૧૪.૩૫ રહ્યા હતા.  બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૨૭.૯૨ પોઈન્ટ ઉછળીને ૫૩૯૪૮.૪૩ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં સતત મજબૂતી : ભારત ડાયનામિક્સ, જયોતી સીએનસી, કાર્બોરેન્ડમમાં તેજી

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ સતત પસંદગીની ખરીદી કરી હતી. ભારત ડાયનામિક્સ રૂ.૧૦૪.૮૫ વધીને રૂ.૧૫૯૦.૭૦, જયોતી સીએનસી રૂ.૪૫.૧૫ વધીને રૂ.૯૩૫, કેઈન્સ રૂ.૨૭૭.૨૫ વધીને રૂ.૬૦૮૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૯.૩૦ વધીને રૂ.૮૭૪.૨૦, પોલીકેબ રૂ.૧૫૯.૮૦ વધીને રૂ.૬૯૬૩.૪૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૫૫ વધીને રૂ.૩૮૮.૮૦, પાવર ઈન્ડિયા રૂ.૪૪૬.૪૦ વધીને રૂ.૨૧,૧૩૮.૬૦, એસ્ટ્રાલ લિમિટેડ રૂ.૨૨.૮૫ વધીને રૂ.૧૨૯૨.૬૦, ટીટાગ્રહ રૂ.૧૪.૨૫ વધીને રૂ.૮૧૩.૬૦, ઝેનટેક રૂ.૨૨.૩૦ વધીને રૂ.૧૪૨૪.૯૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૧.૨૫ વધીને રૂ.૯૦૬.૭૫  રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૭૨.૩૭ પોઈન્ટ વધીને ૬૭૧૩૩.૦૩ બંધ રહ્યો હતો.

હિન્દાલ્કો રૂ.૩૪ વધીને રૂ.૭૦૧ : લોઈડ્સ મેટલ, એનએમડીસી, નાલ્કો, સેઈલ, હિન્દુસ્તાન ઝિંક વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. હિન્દાલ્કો રૂ.૩૩.૯૫ વધીને રૂ.૭૦૦.૯૦, લોઈડ્સ મેટલ રૂ.૩૯.૧૫ વધીને રૂ.૧૪૧૯, એનએમડીસી રૂ.૧.૭૦ વધીને રૂ.૭૨.૬૦, નાલ્કો રૂ.૩.૧૫ વધીને રૂ.૧૮૯.૮૫, સેઈલ રૂ.૧.૮૫ વધીને રૂ.૧૨૪.૦૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૬.૪૦ વધીને રૂ.૪૨૯.૫૫, વેદાન્તા રૂ.૫.૪૫ વધીને રૂ.૪૩૮.૫૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૭.૧૦ વધીને રૂ.૭૨૦.૫૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદીનો વ્યાપક વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૨૩૦ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ ઘટાડાને બ્રેક લગાવ્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની લેવાલી જળવાતાં અને એ ગુ્રપમાં આકર્ષણે માર્કેટબ્રેડથ  પોઝિટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૫૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૬૮થી વધીને ૨૨૩૦ અને ઘટનારની ૧૯૭૩થી ઘટીને ૧૮૬૪ રહી હતી.

વોલ્ટાસ રૂ.૩૨ વધીને રૂ.૧૨૭૬ : અંબર  રૂ.૧૧૪, એશીયન પેઈન્ટસ રૂ.૨૨, ડિક્સન રૂ.૧૨૫ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. વોલ્ટાસ રૂ.૩૧.૬૦ વધીને રૂ.૧૨૭૬.૩૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૧૪.૨૫ વધીને રૂ.૬૯૫૪.૭૫, એશીયન પેઈન્ટસ રૂ.૨૧.૫૦ વધીને રૂ.૨૫૦૦.૩૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૨૪.૬૦ વધીને રૂ.૧૫,૯૪૮.૫૫, બ્લુ સ્ટાર રૂ.૧૦.૮૫ વધીને રૂ.૧૭૫૪.૪૦, ક્રોમ્પ્ટન રૂ.૧.૧૫ વધીને રૂ.૩૧૮.૬૦ રહ્યા હતા.

કેઆરબીએલ રૂ.૩૫ ઉછળી રૂ.૪૮૬ : સનડ્રોપ, હોનાસા, ગોડફ્રે ફિલિપ, એવીટી નેચરલ વધ્યા

એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કેઆરબીએલ રૂ.૩૫.૩૦ વધીને રૂ.૪૮૬.૩૦, સનડ્રોપ રૂ.૬૦.૨૦ વધીને રૂ.૮૬૨.૪૫, હોનાસા રૂ.૧૭.૧૫ વધીને રૂ.૨૮૫.૨૫, ગોડફ્રે ફિલિપ રૂ.૪૨૩.૦૫ વધીને રૂ.૧૦,૦૪૭.૬૫, એવીટી નેચરલ રૂ.૨.૬૬ વધીને રૂ.૭૩.૮૫, અવન્તી ફીડ રૂ.૧૪.૫૫ વધીને રૂ.૬૭૯.૨૫, ઉત્તમ સુગર રૂ.૩.૭૫ વધીને રૂ.૨૫૦.૧૦ રહ્યા હતા.

FPIs/FIIની કેશમાં રૂ.૩૩૪૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૬૨૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૩૩૪૪.૪૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૩૫૦.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૯૯૪.૪૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૬૨૩.૭૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૯૮૨.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૩૫૮.૬૭ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૦૯ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૩૯ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી સુધારા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખરીદી રહેતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૦૯ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૩૯ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…
Business

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

February 12, 2026
વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…
Business

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

February 12, 2026
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…
Business

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

February 12, 2026
Next Post
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા …

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા'ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા ...

વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

લખતર ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો | The charge of Lakhtar Gram Panchayat was hand…

લખતર ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો | The charge of Lakhtar Gram Panchayat was hand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ | jo…

સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ | jo…

2 weeks ago
નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude…

નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude…

4 months ago
એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો | bihar exit polls e…

એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો | bihar exit polls e…

3 months ago
નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન | Five Ganesh idols installed in New Civil …

નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન | Five Ganesh idols installed in New Civil …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News