gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રશીયા-યુક્રેન યુદ્વના અંતનો મામલો ફરી ગૂંચવાતા જીઓપોલિટીકલ ટેન્શનનું જોખમ યથાવત રહેતાં અને અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ પણ વિલંબમાં પડતાં તેમ જ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે સાવચેતીમાં અંડરટોન ઢીલો રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશોની મુલાકાતમાં હવે ઓમાન સાથે ફ્રી ટ્રેડ ડિલ થયાના પોઝિટીવ પરિબળ અને અમેરિકી ડોલર સામે રૂપિયો રિકવર થયા છતાં નિકાસોમાં ભારતને ફટકો પડી રહ્યો હોઈ કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પર નેગેટીવ અસરની આશંકાએ ફંડો, મહારથીઓ શેરોમાં નવી મોટી ખરીદીથી દૂર રહી વેચીને હળવા થવાનું પસંદ કર્યું હતું. ફંડોએ કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી કરી હતી. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. સેન્સેક્સ વોલેટીલિટીના અંતે ૭૭.૮૪ પોઈન્ટ ઘટીને ૮૪૪૮૧.૮૧ અને  નિફટી ૫૦ સ્પોટ ત્રણ પોઈન્ટ ઘટીને ૨૫૮૧૫.૫૫ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૩૦ ઘટયો :  પાવર ઈન્ડિયા રૂ.૯૯૦ તૂટયો : પીટીસીઆઈએલ, કમિન્સ ગબડયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ ચાલુ રાખતાં નરમાઈ જોવાઈ હતી. પાવર ઈન્ડિયા રૂ.૯૮૯.૬૦ તૂટીને રૂ.૧૮,૧૬૯.૧, પીટીસીઆઈએલ રૂ.૫૪૬.૩૦ તૂટીને રૂ.૧૬,૯૦૮.૬૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૬.૨૫ તૂટીને રૂ.૪૩૮૨.૨૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮૭.૫૫ ઘટીને રૂ.૮૬૦૬.૦૫, સિમેન્સ રૂ.૬૫.૮૦ ઘટીને રૂ.૩૦૭૪.૪૫, એસકેએફ ઈન્ડિયા રૂ.૩૭.૬૫ ઘટીને રૂ.૧૭૬૫.૨૫, જયોતી સીએનસી રૂ.૧૮.૯૫ ઘટીને રૂ.૯૧૬.૧૫, ટીમકેન રૂ.૫૬.૧૫ ઘટીને રૂ.૩૦૧૬.૯૦, એબીબી ઈન્ડિયા રૂ.૭૭.૪૫ ઘટીને રૂ.૫૦૮૭.૯૦, ઝેનટેક રૂ.૨૧.૭૫ ઘટીને રૂ.૧૩૪૩.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૨૯.૫૪ પોઈન્ટ ઘટીને ૬૫૪૫૨.૨૮ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૪૦૪ પોઈન્ટ વધ્યો : જેનેસીસ રૂ.૨૧ વધી રૂ.૪૩૩ : બ્લેકબોક્સ, ટીસીએસ, ઈન્ફોસીસ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોનું શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ રહ્યું હતું. અમેરિકાના એચ૧ બી વીઝા મામલે ઉકેલની અપેક્ષા અને ભારતીય કંપનીઓ માટે યુરોપ, એશીયાના અન્ય ભાગોમાં તકો વધવાની અપેક્ષાએ પણ ફંડો લેવાલ રહ્યા હતા. જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૨૦.૭૫ વધીને રૂ.૪૩૨.૯૫, બ્લેકબોક્સ રૂ.૧૮.૮૫ વધીને રૂ.૫૧૭.૫૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૨ વધીને રૂ.૫૬૩.૭૫, મેપમાય ઈન્ડિયા રૂ.૩૪.૨૫ વધીને રૂ.૧૬૬૧.૪૦, ટેક મહિન્દ્રા રૂ.૨૬.૪૫ વધીને રૂ.૧૬૦૪.૩૫, ઈન્ફોસીસ રૂ.૨૪.૨૫ વધીને રૂ.૧૬૨૬.૩૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૧૧ વધીને રૂ.૧૦૪૧.૪૫, વિપ્રો રૂ.૨.૬૫ વધીને રૂ.૨૬૩.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૨૯.૫૪ પોઈન્ટ ઘટીને ૬૫૯૭૭.૨૫ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં તેજીનો વેપાર હળવો થયો : મધરસન, ઉનો મિન્ડા, ટીઆઈ ઈન્ડિયા, ટીવીએસ મોટર ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કરતાં ભાવો ઘટયા હતા.  મધરસન રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૧૭.૨૦, ઉનો મિન્ડા રૂ.૨૩.૪૦ ઘટીને રૂ.૧૨૨૪.૯૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૩૯.૫૫ ઘટીને રૂ.૨૫૭૫.૫૫, ટીવીએસ મોટર રૂ.૫૦.૪૦ ઘટીને રૂ.૩૫૮૮.૪૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૦.૬૫ ઘટીને રૂ.૨૩૬૬.૫૦, હીરો મોટોકોર્પને જેફ્રીએ ડાઉનગ્રેડ કરી ભાવ ટાર્ગેટ ૧૫ ટકા ઘટાડતાં શેર રૂ.૬૬.૪૫ ઘટીને રૂ.૫૭૪૭, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૬.૦૫ ઘટીને રૂ.૩૫૮૭, બજાજ ઓટો રૂ.૫૪.૭૦ ઘટીને રૂ.૮૮૨૮.૯૫, બોશ રૂ.૨૧૧ ઘટીને રૂ.૩૫,૭૫૦.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૨૮.૭૦ પોઈન્ટ ઘટીને ૬૦૭૮૨.૦૩ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં નરમાઈ : બીપીસીએલ, ઈન્ડિયન ઓઈલ, ગેઈલ ઈન્ડિયા, ઓએનજીસી ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વિશ્વ બજારમાં ઓવર સપ્લાયના કારણે ઘટી આવતાં અને ઓઈલ ઉત્પાદક દેશો દ્વારા પુરવઠા પર અંકુશ મૂકવાને લઈ અનિશ્ચિતતાએ ભાવો ઘટાડા તરફી રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં એકંદર સાવચેતી રહી હતી. બીપીસીએલ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૩૬૩.૦૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૬૧.૭૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૬૭.૫૫, અદાણી ટોટલ ગેસ રૂ.૨.૧૫ ઘટીને રૂ.૫૮૧.૯૫, ઓએનજીસી રૂ.૨૩૨.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૨૫.૭૦ પોઈન્ટ ઘટીને ૨૭૭૧૭.૮૧ બંધ રહ્યો હતો.

ખરાબ બજારે ગેબ્રિયલ રૂ.૧૩૧, એચબીએલ રૂ.૫૭, રાઉતે રૂ.૫૦, એચડીએફસી એએમસી રૂ.૧૮૨ ઉછળ્યા

ખરાબ બજારે આજે એ ગુ્રપના પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ગેબ્રિયલ રૂ.૧૩૧.૪૫ વધીને રૂ.૧૦૯૦.૧૫, એચબીએલ એન્જિન રૂ.૫૭ વધીને રૂ.૮૨૦.૨૦, રાઉતે રૂ.૫૦.૦૫ વધીને રૂ.૭૩૦.૯૦, એચડીએફસી એએમસી રૂ.૧૮૨.૫૦ વધીને રૂ.૨૭૨૩.૭૫, આરપાવર રૂ.૨.૧૦ વધીને રૂ.૩૭.૮૧, હિન્દુસ્તાન કોપર રૂ.૧૯.૫૦ વધીને રૂ.૩૮૭.૫૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૩૬.૧૦ વધીને રૂ.૮૬૭.૯૫, એચસીસી રૂ.૧૮.૦૧, પોલીસીબઝાર રૂ.૬૮.૬૦ વધીને રૂ.૧૮૩૪.૪૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૩.૬૦ વધીને રૂ.૩૬૫.૨૦, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૯૯.૮૦ વધીને રૂ.૨૬૯૦.૬૦ રહ્યા હતા.

ઓલા ઈલેક્ટ્રિક, ટીપ્સ, આરફોર્જ, રાજેશ એક્ષપોર્ટ, સ્કિપર, મીડિયાઆસીસ્ટ, કિર્લોસ્કર ન્યુમેટિક ઘટયા

એ ગુ્રપના પ્રમુખ અન્ય ઘટનાર શેરોમાં ઓલા ઈલેક્ટ્રિકમાં પ્રમોટર ભાવિશ અગ્રવાલ દ્વારા ઓપન માર્કેટમાં શેરો વેચાતા રૂ.૧.૬૪ તૂટીને રૂ.૩૧.૨૮, ટીપ્સ મ્યુઝિક રૂ.૨૨.૧૦ તૂટીને રૂ.૫૨૮.૪૫, આરકેફોર્જ રૂ.૧૮.૩૫ ઘટીને રૂ.૪૭૮.૩૫, સ્કિપર રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૪૧૮.૭૦, મીડિયાઆસિસ્ટ રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૪૩૪.૮૫, રાજેશ એક્ષપોર્ટ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૧૮૯.૦૫, શારદા ક્રોપ રૂ.૨૮.૮૦ ઘટીને રૂ.૮૮૭.૫૫, કિર્લોસ્કર ન્યુમેટિક રૂ.૩૪.૦૫ ઘટીને રૂ.૧૦૧૯.૨૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી મંદીના એંધાણે ગાબડાં : માર્કેટબ્રેડથ સતત ખરાબ : ૨૬૦૧ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીના વોલેટીલિટીના અંતે નરમાઈ સાથે આજે ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં જાણે મોટી મંદીના એંધાણ મળી રહ્યા હોય એમ આજે ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મળ્યા ભાવે શેરો વેચતા માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૦૧ અને વધનારની સંખ્યા ૧૫૬૪ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૫૯૬ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૭૦૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૫૯૫.૭૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૪૪૨.૩૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૮૪૬.૫૯  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૭૦૦.૩૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૯ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૫.૭૯ લાખ કરોડ

આઈટી શેરોમાં તેજી સામે સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં સતત વેચવાલીના દબાણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩૯ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૫.૭૯ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
પાલીતાણા તાલુકા ના ખેડૂત ભરતભાઇ ધંધુકિયા એ રાસયણીક ખેતી છોડી

પાલીતાણા તાલુકા ના ખેડૂત ભરતભાઇ ધંધુકિયા એ રાસયણીક ખેતી છોડી

દુર્લભ પક્ષી લુપ્ત થવાના આરે! કચ્છના અભ્યારણ્યમાં હવે 3 જ માદા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ રહ્યા | Great I…

દુર્લભ પક્ષી લુપ્ત થવાના આરે! કચ્છના અભ્યારણ્યમાં હવે 3 જ માદા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ રહ્યા | Great I...

નામ છે કે નહીં તે જોઈ લેજો, આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ના થય…

નામ છે કે નહીં તે જોઈ લેજો, આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ના થય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we…

1 month ago
સમિતિમાં ગાર્ડના કૌભાંડ કરનારી એજન્સીએ પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા હત…

સમિતિમાં ગાર્ડના કૌભાંડ કરનારી એજન્સીએ પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા હત…

8 months ago
મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins …

મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins …

3 months ago
‘દેશના હિતમાં જ લેવાશે તમામ નિર્ણયો’, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અંગે વિદેશ મંત્રાલયે કરી મોટી વાત | In…

‘દેશના હિતમાં જ લેવાશે તમામ નિર્ણયો’, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અંગે વિદેશ મંત્રાલયે કરી મોટી વાત | In…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News