![]()
મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોર વકરી રહ્યું હોવા છતાં કોર્પોરેટ વિશ્વમાં એઆઈ બેઝડ કંપનીઓ સહિતના અપેક્ષાથી સારા રિઝલ્ટ અને બીજી તરફ બુલિનય-સોના, ચાંદીમાં રેકોર્ડ બ્રેક અવિરત વિક્રમી તેજીના વિશ્વવ્યાપી સટ્ટાનો અતિરેક થવા લાગી આ સટ્ટામાં નફો બુક કરીને કેટલાક મહાકાય ફંડો ફરી ચાંદી સહિતમાં તેજીનો વેપાર સંકેલવાની શરૂઆત કરી ઈક્વિટીમાં તેજીમાં આવવા લાગ્યાની ચર્ચા વચ્ચે આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં સતત બીજા દિવસે તોફાની તેજી જોવાઈ હતી. શેરોમાં ફંડોના શોર્ટ કવરિંગ સાથે આજે ફરી કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો તેમ જ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી થઈ હતી. ફંડોની આઈટી, રિયાલ્ટી શેરોમાં પણ ખરીદી જળવાઈ હતી. તહેવારોની સીઝનમાં બજારમાં ખરીદીમાં વેગ આવ્યાની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી. સેન્સેક્સ ૮૬૨.૨૩ પોઈન્ટની છલાંગે ૮૩૪૬૭.૬૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૧.૭૫ પોઈન્ટ ઉછળીને ૨૫૫૮૫.૩૦ બંધ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૯૬ પોઈન્ટ વધ્યો : ડિક્સન ટેકનોલોજી, બ્લુ સ્ટાર, વોલ્ટાસ વધ્યા
તહેવારોની સીઝનમાં પાછલા દિવસોમાં કન્ઝયુમર ડયુરેબલ્સમાં મોટી ખરીદી નીકળ્યાના અહેવાલો વચ્ચે આજે સતત કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તોફાની તેજી થઈ હતી. ડિકેસન ટેકનોલોજી રૂ.૨૨૬.૨૦ વધીને રૂ.૧૮,૩૨૭, બ્લુ સ્ટાર રૂ.૧૮.૬૦ વધીને રૂ.૧૯૬૧.૩૫, વોલ્ટાસ રૂ.૧૧.૯૦ વધીને રૂ.૧૪૨૩.૫૦, ક્રોમ્પ્ટન રૂ.૨.૨૫ વધીને રૂ.૩૧૭.૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૯૫.૯૯ પોઈન્ટ ઉછળીને ૬૦૧૩૪.૪૬ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૬૮૨ પોઈન્ટ ઉછળ્યો : બજાજ ઓટો, મહિન્દ્રા, બાલક્રિષ્ન ઈન્ડ., ભારત ફોર્જમાં તેજી
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. તહેવારોની સીઝનમાં વાહનોની માંગ ઓકટોબરના અંતિમ દિવસોમાં વધી હોવાના અને માંગ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેવાની અપેક્ષાએ ઓટો કંપનીઓની નફાશક્તિ વધવાની ધારણાએ શેરોમાં તેજી રહી હતી. સોના બીએલડબલ્યુ પ્રીસિઝન રૂ.૧૬.૨૦ વધીને રૂ.૪૬૮.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૧.૪૦ વધીને રૂ.૨૨૭૩.૯૦, ભારત ફોર્જ રૂ.૩૧.૯૫ વધીને રૂ.૧૨૬૫, મધરસન સુમી રૂ.૨.૪૦ વધીને રૂ.૧૦૭.૨૫, ઉનો મિન્ડા રૂ.૨૭.૬૦ વધીને રૂ.૧૨૩૫.૪૫, એક્સાઈડ રૂ.૭.૮૫ વધીને રૂ.૩૯૮.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૩.૮૦ વધીને રૂ.૩૫૬૧.૦૫, બજાજ ઓટો રૂ.૧૪૬.૮૫ વધીને રૂ.૯૧૪૯.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૮૨.૫૫ પોઈન્ટ ઉછળીને ૬૦૨૬૯.૫૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં એક્સિસ બેંકના પરિણામ પાછળ તેજી : બેંકેક્સ ૮૧૧ પોઈન્ટ ઉછળ્યો : કોટક બેંક ઉછળ્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે એક્સિસ બેંકના ત્રિમાસિક પરિણામ પાછળ ફંડો ફરી તેજીમાં આવતાં મોટો ઉછાળો નોંધાયો હતો. એક્સિસ બેંકના ત્રિમાસિક પરિણામ પાછળ આજે મોટીખરીદી થતાં શેર રૂ.૨૭.૨૫ વધીને રૂ.૧૧૯૬.૨૫ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૫૭.૩૦ વધીને રૂ.૨૨૦૬, એચડીએફસી બેંક રૂ.૧૫.૧૦ વધીને રૂ.૯૯૪.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૮.૮૦ વધીને રૂ.૧૪૧૭.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૧૦.૮૦ પોઈન્ટની છલાંગે ૬૪૭૪૮.૦૧ બંધ રહ્યો હતો. ફાઈનાન્સ અને અન્ય બેંકિંગ શેરોમાં તેજી રહી હતી. શેર ઈન્ડિયા રૂ.૨૯.૭૫ વધીને રૂ.૧૭૯.૧૦, મનીબોક્સ રૂ.૧૨.૨૦ વધીને રૂ.૧૭૧.૨૦, સુમિત સિક્યુરિટીઝ રૂ.૧૨૨.૨૦ વધીને રૂ.૨૨૩૩.૧૦, દૌલત અલ્ગો રૂ.૩.૫૫ વધીને રૂ.૮૧.૦૫, રેપકો હોમ ફાઈનાન્સ રૂ.૧૨.૩૫ વધીને રૂ.૩૯૭.૫૫ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં તેજી : ગોદાવરી બાયો રૂ.૨૪ ઉછળી રૂ.૨૬૩ : પરાગ મિલ્ક, નેસ્લે ઈન્ડિયા વધ્યા
એફએમસીજી શેરોમાં પણ આજે તહેવારો પૂર્વે તેજીનો વ્યાપક સળવળાટ જોવાયો હતો. ગોદાવરી બાયો રૂ.૨૩.૯૫ વધીને રૂ.૨૬૩.૪૫, પરાગ મિલ્ક ફૂડ્સ રૂ.૨૨.૭૦ વધીને રૂ.૨૮૬.૫૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૫૫ વધીને રૂ.૧૨૭૬.૫૫, ટાટા કન્ઝયુમર રૂ.૩૫.૪૫ વધીને રૂ.૧૧૪૯.૩૫, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૩૦.૨૦ વધીને રૂ.૯૯૬.૬૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫૩.૦૫ વધીને રૂ.૫૪૦૦.૮૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૫૦.૭૯ પોઈન્ટ વધીને ૨૦૫૧૧.૮૭ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં વધતું આકર્ષણ : જિન્દાલ સ્ટેનલેસ, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોનું ખરીદીનું આકર્ષણ સતત વધતું જોવાયું હતું. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૫.૪૦ વધીને રૂ.૮૦૮.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૧.૬૦ વધીને રૂ.૧૦૨૨.૭૫, હિન્દાલ્કો રૂ.૧૫.૮૫ વધીને રૂ.૭૮૦.૧૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૫૦ વધીને રૂ.૧૧૭૧.૮૫, સેઈલ રૂ.૧.૧૫ વધીને રૂ.૧૩૧.૪૦, અદાણીએન્ટરપ્રાઈસીઝ રૂ.૨૧.૯૦ વધીને રૂ.૨૫૫૬.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૩૩.૯૨ પોઈન્ટ વધીને ૩૪૦૯૧.૧૩ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં સિલેક્ટિવ સતત તેજી : બીએલએસઈ, રામકો સિસ્ટમ્સ, સિએન્ટ, જેનેસીસ, રેટગેઈન વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વૈશ્વિક જાયન્ટ ટીએસએમસીના પરિણામ સારા આવ્યાના આકર્ષણે ફંડોની પસંદગીની સતત તેજી રહી હતી. બીએલએસઈ રૂ.૧૬.૦૫ વધીને રૂ.૧૭૮.૭૫, રામકો સિસ્ટમ્સ રૂ.૩૧.૩૦ વધીને રૂ.૫૮૩.૪૦, સિએન્ટ રૂ.૫૩.૯૦ વધીને રૂ.૧૧૭૯.૯૦, રેટગેઈન રૂ.૨૫.૩૫ વધીને રૂ.૬૬૨.૧૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૩.૮૫ વધીને રૂ.૫૭૮, સાસ્કેન રૂ.૩૩.૬૫ વધીને રૂ.૧૪૦૧.૭૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૮.૧૫ વધીને રૂ.૭૭૪.૭૫, નેલ્કો રૂ.૧૬.૬૫ વધીને રૂ.૮૮૭.૬૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૧૫.૫૯ પોઈન્ટ વધીને ૩૪૭૩૧.૯૩ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ફંડોની અવિરત તેજી : ઓબેરોય રિયાલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, શોભા ડેવલપર્સ વધ્યા
રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફંડોએ આજે સતત ખરીદી કરી હતી. ઓબેરોય રિયાલ્ટી રૂ.૮૬.૩૦ વધીને રૂ.૧૬૮૭.૨૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૬૯.૫૫ વધીને રૂ.૨૨૦૪.૫૦, શોભા ડેવલપર્સ રૂ.૩૭.૫૫ વધીને રૂ.૧૫૪૫.૬૦, લોઢા ડેવલપર્સ રૂ.૨૨.૫૦ વધીને રૂ.૧૧૯૪.૬૫, ડીએલએફ રૂ.૧૩.૧૫ વધીને રૂ.૭૬૯.૨૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૧૯.૬૫ વધીને રૂ.૧૬૯૬.૨૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૩૩.૨૮ પોઈન્ટ વધીને ૭૨૪૪.૩૯ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૯૯૭ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૦૭૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૯૯૭.૨૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૭૩૯.૧૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૭૪૧.૮૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૪૦૭૬.૨૦ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૯,૮૪૦.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૭૬૪.૬૫ કરોડની વેચવાલી કરી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૩૩૦ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ સતત આક્રમક તેજી સાથે ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં સતત વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૩૦ અને ઘટનારની સંખ્યા ૧૮૭૧ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૧૭ લાખ કરોડ વધીને રૂ.૪૬૬.૯૫ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં આક્રમક તેજી સાથે ફંડો, ખેલંદાઓની શેરોમાં વ્યાપક તેજીના પરિણામે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૧૭ લાખ કરોડ વધીને રૂ.૪૬૬.૯૫ લાખ કરોડ પહોંચ્યું હતું.










