gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મુંબઈ : ટેરીફના કારણે અનિશ્વિત વાતાવરણમાં સેફ હેવન લેવાલી રૂપે ફંડો સોના-ચાંદી તરફ વળતા વૈશ્વિક બજોરોમાં સોના-ચાંદી નવી ટોચ તરફ આગળ વધી રહ્યા છે.  વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔસના ઉંચામાં ૪૫૦૦ ડોલર કુદાવી ગયા હતા.આ અહેવાલો પાછળ ભારતીય સોના-ચાંદી બજારમાં આજે દિલ્હી ચાંદીએ રૂ.૨,૨૭,૦૦૦ અને અમદાવાદ સોનાએ રૂ.૧,૪૧,૦૦૦નો નવો વિક્રમ રચ્યો હતો.

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી વેગથી આગળ વધતાં નાતાલ પૂર્વે કિંમતી ધાતુઓમાં નવી ઊંચી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. વિશ્વ બજાર વધુ ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઘટતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી વધી ગઈ છે  અને તેના કારણે દેશના ઝવેરી બદજારોમાં રોજેરોજ ભાવ કુદકે-ને-ભુસકે વધતાં જતા જોવા મળ્યા હતા.

 વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૪૮૬થી ૪૪૮૭ વાળા વધી ઉંચામાં ભાવ પ્રથમ વખત ૪૫૦૦ પાર કરી ૪૫૨૪થી ૪૫૨૫ ડોલરની નવી ટોચ બતાવી ત્યારબાદ ભાવ ફરી ઘટી ૪૪૯૪થી ૪૪૯૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. રશિયા-યુક્રેન પછી હવે અમેરિકા તથા વેનેઝુએલા વચ્ચે તણાવ વધતાં  તથા ક્રૂડની તેજી વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં ફંડો એક્ટીવ રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૯.૬૭ ડોલરથી ઉછળી ઉંચામાં ભાવ ૭૨ પાર કરી ૭૨.૭૦ થઈ ૭૨.૭૩થી ૭૨.૭૪ ડોલર રહ્યા હતા.ચીનના બજારોમાં ભાવ વધુ ઉંચા ૭૮ ડોલર સુધી પહોંચી ગયાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી.

 વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૯૦૦૦ ઉછળી રૂ.૨૨૧૦૦૦ની નવી ટોચે પહોંચ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૪૦૭૦૦ તથા ૯૯૯ના  રૂ.૧૪૧૦૦૦ બોલાતા નવો રેકોર્ડ થયો હતો. સોનાના ભાવ ત્રણ દિવસમાં રૂ.૪૫૦૦ ઉછળ્યા હતા.

દિલ્હી સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં રૂ.૯૭૫૦નો ઉછાળો નોંધાતા રૂ.૨,૨૭,૦૦૦ની વિક્રમી સપાટીએ પહોંચી હતી. જ્યારે સોનું રૂ.૫૦ ઘટી૧૪૦૮૦૦ની સપાટીએ રહ્યુ હતુ. 

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૩૬૦૮૦ તથા ૯૯૯ના  રૂ.૧૩૬૬૨૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૧૧૦૦૦ વાળા રૂ.૨૧૮૯૫૩ બોલાયા હતા. 

 વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉછળતી  જોવા મળી હતી.  પ્લેટીનમના  ભાવ ઔંસ દીઠ ૨૧૭૬ વાળા વધી ઉંચામાં ભાવ ૨૩૮૧ થઈ ૨૩૧૫થી ૨૩૧૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૮૬૨ થઈ ૧૮૩૧થી ૧૮૩૨ ડોલર રહ્યા હતા.

 મુંબઈ બુલિયન બજારમાં  પ્લેટીનમના ભાવ ઉછલી ૧૦ ગ્રામના રૂ.૭૪ હજાર નજીક પહોંચી ગયા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ દોઢ ટકો વધતાં ૧૨ હજાર ડોલર ઉપર નવી ટોચ બજારમાં જોવા મળી હતી. નવા વર્ષના આગમન પૂર્વે કદાચ ચાંદીના ભાવ ઉછળી રૂપિયા અઢી લાખ થઈ જાય તો નવાઈ નહિં એવું બજારના એનાલીસ્ટો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં પણ તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૨.૭૭ થઈ ૬૨.૫૬ ડોલર તતા યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં  ૫૮.૭૫ થઈ ૫૮.૬૨ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…
Business

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

March 13, 2026
રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા… ભારતીય શેરબજારમાં મોટું ગાબડું, જાણો ઘટાડાના કારણો | us Israel Ira…
Business

રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા… ભારતીય શેરબજારમાં મોટું ગાબડું, જાણો ઘટાડાના કારણો | us Israel Ira…

March 13, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…
Business

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…

March 13, 2026
Next Post
હયાત બ્રિજ અંગે અંતિમ નિર્ણય સીએમઓ કરશે, સુભાષબ્રિજને રીપેર કરી લાઈટ વ્હીકલ માટે ઉપયોગમાં લેવા વિચાર…

હયાત બ્રિજ અંગે અંતિમ નિર્ણય સીએમઓ કરશે, સુભાષબ્રિજને રીપેર કરી લાઈટ વ્હીકલ માટે ઉપયોગમાં લેવા વિચાર...

ચાંદીની તેજી પાછળના ત્રણ પરિબળો : AI, ગ્રીન એનર્જી, EV | Three factors behind silver’s rally: AI gre…

ચાંદીની તેજી પાછળના ત્રણ પરિબળો : AI, ગ્રીન એનર્જી, EV | Three factors behind silver's rally: AI gre...

કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ

કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવ…

ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવ…

6 months ago
ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei…

ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei…

6 months ago
દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

4 days ago
VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડી પડી

VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડી પડી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News