![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજારમાં સોનાના ભાવમાં પીછેહટ જોવા મળી હતી ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવ બેતરફી સાંકડી વધઘટ વચ્ચે જળવાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશદીઠ ૪૦૧૬થી ૪૦૧૭ વાળા નીચામાં ૩૯૭૫ થઈ ૪૦૦૨થી ૪૦૦૩ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૪૮.૭૫થી ૪૮.૭૬ વાળા નીચામાં ભાવ ૪૭.૯૮ થઈ ૪૮.૭૪થી ૪૮.૭૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સની વધઘટ વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં બેતરફી ચાલ દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૨૪૦૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૨૪૩૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦૦૦ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૦૧૮૭ વાળા રૂ.૧૧૯૭૫૦ ખુલી રૂ.૧૧૯૬૧૯ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૦૬૭૦ વાળા રૂ.૧૨૦૨૩૧ ખુલી રૂ.૧૨૦૧૦૦ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૪૮૨૪૨ વાળા રૂ.૧૪૮૦૧૦ ખુલી રૂ.૧૪૮૨૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૬૯થી ૧૫૭૦ વાળા નીચામાં ૧૩૬૭ થઈ ૧૩૮૮થી ૧૩૮૯ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૦૬ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૩.૮૨ વાળા ઉંચામાં ૬૪.૩૯ થઈ ૬૩.૯૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૯.૯૫ વાલા ઉંચામાં ૬૦.૪૬ થઈ ૬૦.૦૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા રશિયાના ક્રૂડતેલના ભાવમાં ડિસ્કાઉન્ટ વધ્યાના વાવડ મળ્યા હતા. ભારત તથા ચીન દ્વારા તાજેતરમાં રશિયાના ક્રૂડમાં ખરીદી ઘટાડવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ તથા રશિયાના ક્રૂડતેલના ભાવ વચ્ચેનો તફાવત વધી બાર મહિનાની ટોચે પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા.










