gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સો ચૂહેં માર કે બિલ્લી… 7 વર્ષમાં 12000 વૃક્ષો કાપ્યા બાદ અમદાવાદને ગ્રીન બનાવવા આયોજન! | After Cu…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
સો ચૂહેં માર કે બિલ્લી… 7 વર્ષમાં 12000 વૃક્ષો કાપ્યા બાદ અમદાવાદને ગ્રીન બનાવવા આયોજન! | After Cu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Tree Plantation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાત વર્ષમાં વિવિધ પ્રોજેકટના ઓઠા હેઠળ બાર હજાર ઘટાદાર વૃક્ષોનું નિકંદન કઢાવ્યુ છે. હવે અમદાવાદને ગ્રીનર અમદાવાદ બનાવવા અર્બન ગ્રીનિંગ પોલિસી બનાવી તેનો અમલ કરાવવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્ત મંજૂર કરાઈ છે. છેલ્લા બે વર્ષમાં 70 લાખ રોપાં-વૃક્ષ વાવવા પાછળ રૂપિયા સો કરોડથી પણ વધુનો ખર્ચ થયો છે. આમ છતાં શહેરીજનોને નથી શુદ્ધ હવા મળતી કે નથી તાપમાનમાં ઘટાડો થતો. 

100 કરોડનો જંગી ખર્ચ છતાં અશુદ્ધ હવા અને ગરમીમાં વધારો

વર્ષ-2011થી અમદાવાદના ગ્રીન કવરમાં વધારો કરવા દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ઓક્સિજન પાર્ક, બાયોડાયવર્સિટી પાર્ક જેવા રૂપાળા નામ પણ અપાય છે. કડવી વાસ્તવિકતા એ છે કે, છેલ્લા સાત વર્ષમાં કોર્પોરેશને પોતે મેટ્રો રેલ પ્રોજેકટ, ફલાયઓવર બ્રિજ બનાવવા કે પછી આઇકોનિક રોડ બનાવવા માટે બાર હજારથી પણ વધુ વર્ષો પહેલાં વાવવામા આવેલા વૃક્ષોનો સોથ વાળી દેવડાવ્યો છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશનની મંજૂરી લીધા વિના શહેરના વિવિધ વિસ્તારમાં ત્રણ હજારથી પણ વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. હવે રહી રહીને અર્બન ગ્રીનિંગ પોલીસીનો અમલ કરાવી શહેરના ગ્રીન કવરમાં વધારો કરવા પ્રયાસ કરાશે.

આ પણ વાંચોઃ ‘એક પણ નહીં તૂટે’ એવા દાવા વચ્ચે અમદાવાદના નવા વાડજમાં 6 મહિનામાં સિમેન્ટ રોડમાં ખાડા પડ્યા

શહેરમાં રેઇન ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, લેક ગાર્ડન, અર્બન ફોરેસ્ટ, ઇકોલોજીકલ પાર્ક ગ્રીન પોલિસી અંતર્ગત બનાવવા આયોજન કરાશે. નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત દરેક ટી.પી.સ્કીમના કુલ વિસ્તારમાંથી ઓછામા ઓછા પાંચ ટકા વિસ્તાર ગ્રીન કવર માટે ફાળવવો પડશે. એક ટકા વિસ્તારમાં મિયાવાંકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ વિકસાવાશે. શહેર માટે અર્બન ગ્રીનિંગ એડવાઇઝરી કમિટીની રચના કરાશે, જેમાં અર્બન પ્લાનર ઉપરાંત પર્યાવરણ નિષ્ણાત, બિલ્ડર એસોશિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓની દર મહિને બેઠક બોલાવી શહેરને ગ્રીનર બનાવાશે. નોંધનીય છે કે, કોર્પોરેશને પાંચ વર્ષમાં શહેરમાં રોપેલા રોપા, વૃક્ષો પૈકી કયા વિસ્તારમાં કેટલા જીવિત છે એ અંગે કોઈ બોલવા જ તૈયાર નથી. આ વર્ષે 40 લાખ પૈકી હજુ સુધી 10 લાખ રોપા જ રોપી શકાયા છે.

એરપોર્ટ રોડ આઇકોનિક બનાવવા એક હજાર વૃક્ષ કાપી નંખાયા

દોઢ વર્ષ અગાઉ અમદાવાદના એરપોર્ટ રોડ ઉપર હાંસોલ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધી 35 કરોડથી વધુના ખર્ચથી આઇકોનિક રોડ બનાવાયો હતો. આઇકોનિક રોડ બનાવવા કોર્પોરેશને વન વિભાગની નર્સરીમાં ઉગાડેલા વૃક્ષો સહિત રોડની બંને તરફ આવેલા એક હજાર વૃક્ષો કાપી નાંખ્યા હતા.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ

પાંજરાપોળ ફ્લાય ઓવર માટે 80 ઘટાદાર વૃક્ષો મૂળથી ઉખેડી નાંખ્યા

પાંજરાપોળ જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે કોર્પોરેશને પોતે જ પોલિટેક્નિક આઈ.આઈ.એમ. સુધી રોડની બંને તરફ પચાસથી પણ વધુ વર્ષ જૂના 80 ઘટાદાર વૃક્ષો મૂળથી ઉખેડી નંખાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
‘એક પણ નહીં તૂટે’ એવા દાવા વચ્ચે અમદાવાદના નવા વાડજમાં 6 મહિનામાં સિમેન્ટ રોડમાં ખાડા પડ્યા | ahmeda…

'એક પણ નહીં તૂટે' એવા દાવા વચ્ચે અમદાવાદના નવા વાડજમાં 6 મહિનામાં સિમેન્ટ રોડમાં ખાડા પડ્યા | ahmeda...

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ | banaskantha heavy rai…

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ | banaskantha heavy rai...

વડાપ્રધાન મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે, વેપાર ડીલ કરશે, માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક | pm mod…

વડાપ્રધાન મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે, વેપાર ડીલ કરશે, માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક | pm mod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફ…

અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફ…

1 week ago
એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું | SOG crack liiligal gas rifi…

એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું | SOG crack liiligal gas rifi…

10 months ago
અમદાવાદ સોનુ રૂ.1,04,000ની વિક્રમી ટોચે : ચાંદીંમાં ટકેલું વાતાવરણ | Ahmedabad Gold hits record high…

અમદાવાદ સોનુ રૂ.1,04,000ની વિક્રમી ટોચે : ચાંદીંમાં ટકેલું વાતાવરણ | Ahmedabad Gold hits record high…

9 months ago
દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic…

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News