![]()
ચાલુ ચોમાસે મેઘમહેર 80 ટકાને ઓળંગી જતાં પાક-પાણીનું ચિત્ર ઉજળું
40 ડેમ 100 ટકા ભરાઈ ગયા, 2588 એમસીએફટી ક્ષામતા સામે જળાશયોમાં 1938 એમસીએફટી પાણી ઠલવાયુંઃ અનેક ડેમના દરવાજા ખોલાતાં હેઠવાસના ગામોને ચેતવણી
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચાલુ ચોમાસું પાંચ દિવસ વહેલું બેસી ગયું હતું, પણ જેઠ, અષાઢ બાદ શ્રાવણ મહિનામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા નહીં. જો કે, ચાલુ ચોમાસે હળવા-ભારે ઝાપટા સાથેના સમયાંતરના વરસાદે જ નહી-નાળા છલકાવીને નાના-મોટા જળાશયોમાં પણ ધીંગા નવા નીર ઠાલવ્યા છે. પરિણામે આજની સ્થિતિએ સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭પ ટકા જળરાશી આવી ગઈ છે, જેથી રર ડેમ એલર્ટ પર અને પર ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં ચાલુ ચોમાસે અત્યાર સુધીમાં ૮૦ ટકાને વરસાદ ઓળંગી ગયો છે, જેથી પાક-પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે. એક સમયે વરસાદ ખેંચાતા ધરતીપુત્રો પર ચિંતાના વાદળો ઘેરાયા હતા, જે છેલ્લા એક સપ્તાહથી મેઘમહેરના કારણે વિખેરાઈ ગયા છે. હાલ સૌરાષ્ટ્રના ૪૦ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. તમામ ૧૪૧ ડેમમાં પાણીની સંગ્રહ શક્તિ રપ૮૮ એમસીએફટી છે, જેમાં હાલ ૧૯૩૮ એમસીએફટી પાણી આવી ગયું છે, આમ ૭૪.૯૦ ટકા જળરાશી આવી ગઈ છે. હજુ, પણ પાણીની પુષ્કળ આવક ચાલુ હોવાથી અનેક ડેમના દરવાજા ખોલીને હેઠવાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ર૮ જળાશયો છે, જેમાં ૬૮ ટકા જળસંગ્રહ થઈ ગયો છે. અન્ય ૧૦ જિલ્લામાં સૌથી વધં ભાવનગર જિલ્લાનાં ૧ર ડેમમાં ૯૮.૭૩ ટા તો સૌથી ઓછું મોરબી જિલ્લાના ૧૦ ડેમમાં પ૯.૯૧ ટકા પાણી છે, જોકે, હજુ આજથી જ ભાદરવો મહિનો ચાલુ થયો છે અને એક સપ્તાહ ધીંગી મેઘમહેરની આગાહી પણ કરવામાં આવી છે, એટલે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો છલકાઈ જશે એવી આશા છે.
|
ક્રમ |
જિલ્લો |
ડેમ |
જળરાશિ MCFT |
ટકાવારી |
|
૧ |
રાજકોટ |
૨૮ |
૪૧૮.૮૮ |
૬૮.૦૭ |
|
૨ |
અમરેલી |
૧૨ |
૧૧૩.૧૩ |
૭૭.૨૮ |
|
૩ |
ભાવનગર |
૧૨ |
૪૬૬.૭૦ |
૯૮.૭૩ |
|
૪ |
બોટાદ |
૯ |
૧૦૧.૬૨ |
૮૯.૫૦ |
|
૫ |
દ્વારકા |
૧૨ |
૮૬.૧૩ |
૮૧.૧૪ |
|
૬ |
સોમનાથ |
૪ |
૧૧૨.૯૦ |
૮૪.૫૪ |
|
૭ |
જામનગર |
૨૧ |
૧૬૫.૦૧ |
૫૬.૩૬ |
|
૮ |
જૂનાગઢ |
૧૫ |
૧૨૩.૫૬ |
૭૭.૩૧ |
|
૯ |
મોરબી |
૧૦ |
૧૮૬.૧૦ |
૫૯.૯૧ |
|
૧૦ |
પોરબંદર |
૮ |
૮૨.૪૭ |
૮૮.૬૬ |
|
૧૧ |
સુરેન્દ્રનગર |
૧૦ |
૮૨.૨૨ |
૭૭.૬૮ |
|
કુલ |
——– |
૧૪૧ |
૧૯૩૮.૭૨ |
૭૪.૯૦ |
|
૧૧ |
|
– અમરેલીઃ ધાતરવડી, વડીયા, સુરજવડી, |
|
– રાજકોટઃ લાલપરી, ધારી, ન્યારી-ર, |
|
– દ્વારકાઃ વેરાડી, સિંધાણી, શેઢાભરથરી, |
|
– સોમનાથઃ મચ્છુન્દ્રી, |
|
– જામનગરઃ સસોઈ-ર, વાગડીયા, સસોઈ, |
|
– જૂનાગઢઃ મોટા ગુજરીયા, બાંટવા ખારો, હસનાપુર, મધુવંતી |
|
– મોરબીઃ બ્રાહ્મણી |
|
– પોરબંદરઃ ફોદાળા નેશ, સોરઠી, અમપુર |
|
– સુરેન્દ્રનગરઃ ભોગાવો-૧, વંસલ, ત્રીવેણી ગંગા, સબુરી |
|
– ભાવનગરઃ રોજકી, બગડ, રાજાવડ, |
|
– બોટાદઃ ઉતાવળી, ગોમા, કાળુભાર, |










