gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રીની જિલ્લાઓના વહિવટ…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રીની જિલ્લાઓના વહિવટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને જાહેર રસ્તા પરના ગેર કાયદેસર બાંધકામ અને દબાણ, ડ્રેનેજ અને કાંસમાં થયેલ ગેર કાયદેસર દબાણ તેમજ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા પર કરવામાં આવેલા દબાણ જેવી રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો અંગે નાગરિકલક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત ઉકેલ માટે જિલ્લા તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના ઉપક્રમમાં જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 110થી વધુ રજૂઆતકર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, જિલ્લા સ્વાગતની 1492 અને તાલુકા સ્વાગતની 2565 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં પણ જિલ્લા તાલુકા કક્ષાએ ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રાજ્ય સ્વાગતમાં ડભોઇ અને બોટાદ જિલ્લાના ધરતી પુત્રોએ કરેલી રજૂઆતનો તેમજ સુરત જિલ્લામાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનોના બાંધકામ અંગેના લાંબાગાળાથી પડતર પ્રશ્નની રજૂઆતનો તેમણે ત્વરિત અને સંવેદના સ્પર્શી પ્રતિસાદ આપ્યો હતો.

ડભોઇ નગરપાલિકાના ગટરના પાણીને કારણે 33 ખેડૂતોની 150 વીઘા જેટલી ખેતીલાયક જમીનના ખેતી પાકોને નુકસાન ન થાય તેમજ જમીન બગડે નહીં તે માટે તાત્કાલિક ધોરણે સાઇફન બનાવવા અને નગરપાલિકાનો એસ.ટી.પી. વ્યવસ્થિત કામ કરે તથા ખેડૂતોના લાંબાગાળાની આ સમસ્યાનો ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી સમક્ષ બોટાદ જિલ્લાના ખેડૂતોએ ગામના તળાવના પાળાની ઊંચાઈ વધારવાના પરિણામે 42 ખેડૂતોની આશરે 500 વીઘા જેટલી જમીન ડુબમાં જાય છે અને ખેતરમાં અવર-જવર માટેનો રસ્તો બંધ છે તેવી રજૂઆતો કરી હતી. ભૂપેન્દ્ર પટેલે તત્કાલ ખેડૂત હિતલક્ષી નિર્ણય લઈને બોટાદ જિલ્લાના ધરતીપુત્રોના આ પ્રશ્નનું તાકીદે નિવારણ લાવવા માટે સંબંધિત વિભાગ અને સ્થાનિક વહિવટી તંત્રને સુચના કરી હતી.

રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોના આ પ્રશ્નો ઉપરાંત સુરત જિલ્લામાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જે જર્જરિત મકાનો ઉતારી લેવાયા છે તેના સ્થાને નવા મકાનોના બાંધકામની લાંબાગાળાની પડતર રજુઆત લાભાર્થીઓએ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોના સંદર્ભમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓને ઝડપથી નવા આવાસોના બાંધકામની કાર્યવાહી કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા હતા.

જાન્યુઆરી-2026ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સચિવ અજય કુમાર તથા ખાસ ફરજ પરના અધિકારી ડી. કે. પારેખ, રાકેશ વ્યાસ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…
GUJARAT

વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…

March 29, 2026
Next Post
શહીદ દિન”: રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ

શહીદ દિન": રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી | …

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી | ...

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નનો વાયદો કરી શારીરિક સંબંધ બાંધવા એ દુષ્કર્મ ગણાય, દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો | having sexual…

લગ્નનો વાયદો કરી શારીરિક સંબંધ બાંધવા એ દુષ્કર્મ ગણાય, દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો | having sexual…

8 months ago
‘તારા હાલ બાબા સિદ્દીકી જેવા થશે’, જીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી | Zeeshan Siddique recei…

‘તારા હાલ બાબા સિદ્દીકી જેવા થશે’, જીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી | Zeeshan Siddique recei…

11 months ago
‘ખોટી રીતે કેસ કર્યો છે…’ ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો …

‘ખોટી રીતે કેસ કર્યો છે…’ ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો …

9 months ago
બગોદરા પાસે દુર્ગાધામ સંચાલિત ગોરાણી ફાર્મમાં કોર્પોરેટરના પતિ સહિત ૧૨ લોકો દારૂ પીતા ઝડપાયા | bagod…

બગોદરા પાસે દુર્ગાધામ સંચાલિત ગોરાણી ફાર્મમાં કોર્પોરેટરના પતિ સહિત ૧૨ લોકો દારૂ પીતા ઝડપાયા | bagod…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News