
Mohan Bhagwat In Kerala : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત આ વર્ષે બીજી વખત કેરળની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે અહીં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા યોજાયેલ શિક્ષણ સંમેલન-જ્ઞાન સભામાં બોલતા કહ્યું કે, ‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે… કારણ કે, વિશ્વ શક્તિની વાત સમજે છે. ભારત ‘શક્તિ સંપન્ન’ હોવું જોઈએ.










