![]()
Jet Fuel Price Hike 2026: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી છે. જેટ ફ્યુઅલ (ATF) ના ભાવ $85-$90 થી વધીને $150-$200 પ્રતિ બેરલ સુધી પહોંચી જતા ભારત સહિત વિશ્વભરની એરલાઇન્સે ભાડામાં ધરખમ વધારો ઝીંક્યો છે.
એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં વધારો
યુદ્ધના કારણે એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં 25% જેટલો હિસ્સો ધરાવતા ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે, એર ઇન્ડિયા, ઈન્ડિગો અને યુનાઈટેડ એરલાઇન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ ટિકિટના ભાવ, સામાન ફી અને સર્વિસ ચાર્જમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો: ટ્રમ્પ અને પુતિનથી કંટાળી ગયો…: યુકેના PMનું વિસ્ફોટક નિવેદન, કહ્યું- હવે અમે અલગ રસ્તો અપનાવીશું
ભારતીય એરલાઇન્સની સ્થિતિ
એર ઇન્ડિયા: ડોમેસ્ટિક રૂટ પર અંતરના આધારે નવો સરચાર્જ લાગુ કર્યો છે. 500 કિમી સુધીના ટૂંકા રૂટ માટે ₹299 અને 2,000 કિમીથી વધુના રૂટ માટે ₹899 સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ફેરફાર ઇન્ટરનેશનલ સેક્ટરમાં 10 એપ્રિલથી અમલી બન્યો છે.
ઈન્ડિગો: દેશની સૌથી મોટી એરલાઇને ડોમેસ્ટિક રૂટ પર ₹950 અને લોન્ગ હોલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર ₹10,000 સુધીનો ફ્યુઅલ સરચાર્જ જાહેર કર્યો છે.
અકાસા એર: 15 માર્ચથી નવા બુકિંગ પર ₹199 થી ₹1,300 સુધીનો ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે.
મુસાફરો પર શું અસર થશે?
ટિકિટના ભાવમાં વધારો થશે. ઇંધણના ભાવ વધતા બેઝ ફેરમાં વધારો થયો છે. બેગેજ ફીમાં પણ વધારો થશે. અમેરિકન અને ડેલ્ટા જેવી એરલાઇન્સે સામાન માટેના ચાર્જમાં મોટો વધારો કર્યો છે. ફ્લાઇટમાં ઘટાડો થવાની શક્યતા છે. અનેક એરલાઇન્સે ખર્ચ ઘટાડવા માટે ફ્લાઇટ્સની સંખ્યામાં 10% સુધીનો કાપ મૂક્યો છે, જેનાથી કનેક્ટિવિટી પર અસર પડી શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે અને તેલના ભાવ $100 ની ઉપર જળવાઈ રહેશે, તો 2027 સુધી હવાઈ મુસાફરી મોંઘી રહી શકે છે.
| એરલાઇન | મુખ્ય ફેરફારો |
| એર ફ્રાન્સ KLM | લોન્ગ હોલ રાઉન્ડ ટ્રિપ દીઠ અંદાજે ₹5,000 (50 યુરો) નો વધારો. |
| એર એશિયા | ફ્લાઇટ્સમાં 10% નો કાપ અને ઇંધણ પર 20% સરચાર્જ. |
| એર ન્યુઝીલેન્ડ | મે-જૂનની ફ્લાઇટ્સમાં ઘટાડો અને ભાડામાં વધારો. |
| ડેલ્ટા એરલાઇન્સ | ચેક્ડ બેગેજ ફીમાં $10 થી $50 (અંદાજે ₹925 થી ₹4,600) નો વધારો. |
| યુનાઈટેડ એરલાઇન્સ | નુકસાન કરતા રૂટ બંધ કર્યા અને બેગેજ ફીમાં $10 નો વધારો કર્યો. |
| અલાસ્કા એર | ત્રીજી બેગ માટેની ફી $50 થી વધારીને $200 (અંદાજે ₹18,500) કરી. |
| PIA (પાકિસ્તાન) |
આંતરરાષ્ટ્રીય ભાડામાં $100 સુધીનો વધારો.ભાડામાં $100 સુધીનો વધારો. |










