gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in INDIA
0 0
0
હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શ્રમ મંત્રાલયની દખલથી બ્લિન્કિટે ‘૧૦ મિનિટ’નું ફીચર હટાવ્યું : સ્વિગિ, ઝોમેટો, ઝેપ્ટો સહિતની કંપનીઓ પણ નમી

–  ’10 મિનિટ’માં ડિલિવરી માટે વર્કર્સ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અને તીવ્ર ગતિએ વાહન ચલાવતા, અકસ્માતનું જોખમ વધતું 

નવી દિલ્હી : દેશમાં માત્ર ૧૦ મિનિટમાં ડિલિવરીવાળા ક્વિક કોમર્સ મોડલ સામે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. ક્વિક કોમર્સ કંપનીઓના ડિલિવરી વર્કર્સની સુરક્ષા માટે સરકારે દખલ કરી છે અને કંપનીઓને માત્ર ‘૧૦ મિનિટમાં ડિલિવરી’નું ફીચર હટાવવા આદેશ આપ્યો છે, જેને પગલે બ્લિન્કિટે તેની એપ, વેબસાઈટ, પોર્ટલ પરથી ‘૧૦ મિનિટમાં ડિલિવરી’નું ફીચર હટાવી દીધું છે. 

એપ આધારિત અન્ય કંપનીઓએ પણ આ માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.  સરકારનું કહેવું છે કે આટલી ઝડપથી સામાન પહોંચાડવાના દબાણમાં ડિલિવરી વર્કર્સનો જીવ જોખમમાં મૂકાય છે. તેઓ તિવ્ર ગતિએ વાહન ચલાવતા ટ્રાફિકના નિયમોનો પણ ભંગ કરતા રહે છે. 

શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ ‘૧૦ મિનિટમાં ડિલિવરી’ મુદ્દે ક્વિક કોમર્સ સેક્ટરમાં સક્રિય બ્લિન્કિટ, સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો જેવી કંપનીઓ સાથે વાત કરી હતી. બધી કંપનીઓએ માંડવિયાને તેમની બ્રાન્ડની જાહેરાતો, સોશિયલ મીડિયામાંથી ૧૦ મિનિટમાં ડિલિવરીની સમય મર્યાદા હટાવવાનું આશ્વાસન આપ્યું હતું.  સરકારે આ કંપનીઓને સ્પષ્ટ કહ્યું હતું કે, ગ્રાહકોની સુવિધાની સાથે ડિલિવરી વર્કર્સની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. 

સરકારનું માનવું છે કે ૧૦ મિનિટમાં ડિલિવરીનું વચન માત્ર એક માર્કેટિંગ ટ્રિક બની ગઈ હતી. આ વચન પૂરું કરવા માટે ડિલિવરી વર્કર્સ પર તિવ્ર દબાણ થતું હતું. અનેક વખત તેમણે સમય મર્યાદાનું પાલન કરવા તિવ્ર ગતિએ વાહન ચલાવવું પડતું હતું, તેઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હતા, જેના પગલે અકસ્માતનું જોખમ વધી જતું હતું.સરકારે કહ્યું કે કોઈપણ સેવા કરતા વધુ જરૂરી માણસની સુરક્ષા  છે. તેથી કંપનીઓને તેમની એપ અને જાહેરાતોમાંથી ૧૦ મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવવા નિર્દેશ અપાયા હતા.  સરકારના આદેશ પછી બ્લિન્કિટે તેની એપ, વેબસાઈટ અને જાહેરાતોમાંથી ‘૧૦ મિનિટ ડિલિવરી’નું લખાણ હટાવી દીધું છે. હવે બ્લિન્કિટ માત્ર ‘ઝડપી ડિલિવરી’નો દાવો કરે છે. કંપનીની ટેગલાઈન ‘૧૦,૦૦૦થી વધુ ઉત્પાદનો માત્ર ૧૦ મિનિટમાં ડિલિવર કરાશે’થી બદલીને ‘૩૦,૦૦૦થી વધુ ઉત્પાદનો તમારા ઘરઆંગણે ડિલિવર કરાશે’ કરી દેવાઈ છે. આ સુધારાથી ડિલિવરી વર્કર્સ પર સમયનું દબાણ ઘટી ગયું અને તેઓ વધુ સુરક્ષિત રીતે કામ કરી શકશે.

ઝેપ્ટો અને સ્વિગી ઈન્સ્ટામાર્ટે પણ તેમના ડિલિવરી મોડેલમાં ફેરફાર કર્યો છે. આ કંપનીઓ હવે નિશ્ચિત સમય બતાવવાના બદલે અંદાજિત સમય દર્શાવે છે, જેથી ડિલિવરી વર્કર્સ પર સામાન વહેલા પહોંચાડવાનું દબાણ નહીં રહે. ડિલિવરી વર્કર્સ લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા કે મર્યાદિત સમયમાં ડિલિવરી કરવાની હોવાથી તેમણે તણાવ અને જોખમનો સામનો કરવો પડે છે. અનેક વખત ખરાબ હવામાન, ટ્રાફિક અથવા માર્ગ અકસ્માત છતાં તેમની પાસે ૧૦ મિનિટમાં પહોંચવાની આશા રખાતી હતી. સરકારનો આ આદેશ ડિલિવરી વર્કર્સ માટે ઘણી રાહત લઈને આવ્યો છે.

ગીગ વર્કર્સ અને ડિલિવરી વર્કર્સે તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને આવક તરફ સરકારનું ધ્યાન દોરવા માટે ૨૦૨૫ના અંતે ૩૧ ડિસેમ્બરે એક દિવસની પ્રતિકાત્મક હડતાળ પાડી હતી. સરકારના આ એદેશથી ગ્રાહકોએ ડિલિવરી માટે માત્ર પાંચ-દસ મિનિટ રાહ જોવી પડશે, પરંતુ તેના બદલે ડિલિવરી વર્કર્સની સુરક્ષા વધી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…
INDIA

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

April 5, 2026
‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…
INDIA

‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…

April 5, 2026
ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…
INDIA

ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…

April 5, 2026
Next Post
વર્ષ-2025 માં 7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી | In the year 2025 more than 7 thou…

વર્ષ-2025 માં 7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી | In the year 2025 more than 7 thou...

ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30 ટકા સુધી નીચા ભાવ મળ્યા | Farmers got prices up to 30 percent…

ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30 ટકા સુધી નીચા ભાવ મળ્યા | Farmers got prices up to 30 percent...

પુનર્લગ્ન વગર સાથે રહેતી વિધવાને ગળેટૂંપો દઈ મોતની ઘાટ ઉતારી દીધી | A widow who was living together …

પુનર્લગ્ન વગર સાથે રહેતી વિધવાને ગળેટૂંપો દઈ મોતની ઘાટ ઉતારી દીધી | A widow who was living together ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…

દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…

4 months ago
આખરે કેમ યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે અબજોપતિ લક્ષ્મી મિત્તલ? હવે આ દેશમાં રહેશે ‘સ્ટીલ કિંગ’ | …

આખરે કેમ યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે અબજોપતિ લક્ષ્મી મિત્તલ? હવે આ દેશમાં રહેશે ‘સ્ટીલ કિંગ’ | …

4 months ago
દિગ્ગજ કોંગ્રેસી અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના ઘરે CBIના દરોડા, સહયોગીઓના ઘરે ED ત્રાટકી | CBI …

દિગ્ગજ કોંગ્રેસી અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના ઘરે CBIના દરોડા, સહયોગીઓના ઘરે ED ત્રાટકી | CBI …

1 year ago
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

12 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News