gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાથ-પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા, પુત્રના જીવનદાન માટે પ…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
હાથ-પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા, પુત્રના જીવનદાન માટે પ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Devotional Journey: શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે મનુષ્ય માટે અશક્ય કામ પણ શક્ય બની જાય છે. આવો જ એક આસ્થાનો અનોખો કિસ્સો પંચમહાલના શહેરામાં જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીના એક પિતા પોતાના દીકરાને મળેલા નવજીવન બદલ માતાજીની માનતા પૂરી કરવા માટે હાથ-પગમાં સાંકળ બાંધી, ભીષણ ગરમીમાં ડામરના રોડ પર ગબડતા-ગબડતા 1700 કિલોમીટર લાંબી વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળ્યા છે.

શું હતી માનતા?  

મહારાષ્ટ્રના અમરાવતી શહેરના રતનગણ કિશન નાથ બાબા મંદિર નજીક રહેતા અને લુહારકામ કરતા દેવીદાસ શિરપાદ થોરાતનો પુત્ર દુર્ગેશ જ્યારે પાંચ વર્ષનો હતો, ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા હાઈટેન્શન લાઈનનો કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. તબીબોએ પણ દીકરો બચવાની આશા છોડી દીધી હતી. તે સમયે લાચાર પિતાએ વૈષ્ણોદેવી માતાજીને બાધા રાખી હતી કે, ‘જો મારો પુત્ર બચી જશે તો હું પાંચ વાર તમારા દર્શને આવીશ, જેમાં ચાર વાર મારા ઘરેથી વૈષ્ણોદેવી સુધી ગબડતા-ગબડતા અને હાથ-પગમાં સાંકળ બાંધીને આવીશ.’

હાથ-પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા, પુત્રના જીવનદાન માટે પિતાનું કઠોર તપ 2 - image

માતાજીની કૃપા અને પ્લાસ્ટિક સર્જરીના સફળ ઓપરેશન બાદ દુર્ગેશનો આબાદ બચાવ થયો. આજે તે પુત્ર સાજો સ્વસ્થ છે, અને તેના બદલામાં પિતા પોતાની કઠોર માનતા પૂરી કરી રહ્યા છે. દેવીદાસભાઈ અગાઉ બે વખત આ યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે, હાલ તેઓ ત્રીજી વખત આ કઠિન માર્ગ પર નીકળ્યા છે. તે દરરોજ અંદાજે 10થી 12 કિ.મી જેટલું અંતર રસ્તા પર ગબડતા-ગબડતા (આળોટીને) કાપે છે.

આ પણ વાંચો: રાજકોટ: પહેલા દિવસે જંગલેશ્વરમાં 1119 મકાનો જમીનદોસ્ત, આજે બંગલાઓ પર ચાલશે બુલડોઝર

તેમની સાથે એક પાડોશી મદદ માટે જોડાયા

પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી ગબડતા ગબડતા હાલ તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના માર્ગો પરથી પસાર થઈ  શહેરા ખાતે આવી પહોંચ્યા હતા. વૈષ્ણોદેવીની યાત્રા કરવા ગબડતા ગબડતા જઈ રહેલા દેવીદાસ આગામી 9 મહિના પછી વૈષ્ણોદેવી પહોંચશે,જ્યાં તેઓની માનતા મુજબ ત્રીજી યાત્રા પૂર્ણ કરશે. જોકે તેઓની આસ્થા અને માતાજીની કૃપા નિહાળી પ્રભાવિત થયેલા પાડોશી પણ હાલ તેમની સાથે આસ્થાભેર માતાજીના દર્શને સાયકલ લઈને પગપાળા જઈ રહ્યા છે અને પોતાના પાડોશીને મદદરૂપ પણ થઈ રહ્યા છે. વૈષ્ણોદેવી જઈ રહેલા આ બંને આધેડ હાલ માર્ગમાં આવતા પાવાગઢ દર્શન કર્યા બાદ અંબાજી પણ દર્શન કરવાનું જણાવી રહ્યા છે. પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે તેઓ જે સાયકલ લઈને જઈ રહ્યા છે તે સાયકલને પેડલ પણ નથી રાખવામાં આવ્યા કે ચેઇન પણ નથી બેસાડવામાં આવી આ લોકો પૈડલ અને ચેન વગરની સાયકલનો ઉપયોગ માત્ર ને માત્ર તેઓ સામાન મૂકવા માટે જ કરી રહ્યા છે.

હાથ-પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા, પુત્રના જીવનદાન માટે પિતાનું કઠોર તપ 3 - image

‘પીડા નથી, આ તો માતાજીનો ચમત્કાર છે’

ભીષણ ગરમીમાં જ્યાં ડામરના રોડ પર ચાલવું પણ મુશ્કેલ છે, ત્યાં દેવીદાસભાઈ શરીરે ફાટી ગયેલા કપડાં સાથે ગબડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘ગબડતી વખતે મને સહેજ પણ પીડા નથી થતી, ઊલટાનું જ્યારે ઊભો રહું ત્યારે દુ:ખાવો થાય છે. ડામરના રોડ પર ઘસાવા છતાં શરીરે છાલા પણ નથી પડતા, આ બધો માતાનો ચમત્કાર છે. મેં બાંધેલી સાંકળો હવે હું સીધી માતાજીના ચરણોમાં જઈને જ ખોલીશ.’

હાથ-પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા, પુત્રના જીવનદાન માટે પિતાનું કઠોર તપ 4 - image

દેશના કલ્યાણ માટે પ્રાર્થના

માર્ગમાં આવતા પાવાગઢના દર્શન કર્યાં બાદ તે હવે અંબાજી થઈને ઉત્તર ભારત તરફ આગળ વધશે. દેવીદાસભાઈનું કહેવું છે કે તેઓ પોતાના દીકરાની સાથે સાથે સમગ્ર ભારત દેશનું કલ્યાણ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના માતાજીના ચરણોમાં કરવા જઈ રહ્યા છે. તેમની આ અસીમ શ્રદ્ધા જોઈને માર્ગમાં આવતા લોકો પણ નતમસ્તક થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

April 11, 2026
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…
GUJARAT

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

April 11, 2026
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …
GUJARAT

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

April 11, 2026
Next Post
અમદાવાદ: વેજલપુરમાં આગના કારણે પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત, માતા ઈજાગ્રસ્ત | ahmedabad bakery …

અમદાવાદ: વેજલપુરમાં આગના કારણે પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત, માતા ઈજાગ્રસ્ત | ahmedabad bakery ...

જીએસએફસી પાસે છેલ્લી ઘડીએ ચેતવણીનું બોર્ડ જોઈ કાર ચાલકે ઝાડ સાથે કાર અથાડી, વૃદ્ધનું મોત | Vadodara …

જીએસએફસી પાસે છેલ્લી ઘડીએ ચેતવણીનું બોર્ડ જોઈ કાર ચાલકે ઝાડ સાથે કાર અથાડી, વૃદ્ધનું મોત | Vadodara ...

16 વર્ષના કિશોરની 10 કિલો સાંકળના ભાર સાથે દ્વારકા સુધીની પદયાત્રા | 16 year old boy walks to Dwarka…

16 વર્ષના કિશોરની 10 કિલો સાંકળના ભાર સાથે દ્વારકા સુધીની પદયાત્રા | 16 year old boy walks to Dwarka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહીયાળ જંગ! ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા | Festival Cha…

અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહીયાળ જંગ! ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા | Festival Cha…

3 months ago
સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો | Russia will de…

સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો | Russia will de…

7 months ago
દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય

દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય

11 months ago
ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student…

ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News