gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતનગરની ફાઈનાન્સ પેઢીમાં ઊંચા વ્યાજની લાલચમાં 11 રોકાણકારોના 3.42 કરોડ ડૂબ્યા | himmatnagar finan…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
હિંમતનગરની ફાઈનાન્સ પેઢીમાં ઊંચા વ્યાજની લાલચમાં 11 રોકાણકારોના 3.42 કરોડ ડૂબ્યા | himmatnagar finan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ponzi scheme in Sabarkantha: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બી-ઝેડ ગ્રુપે ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાવીને કૌભાંડ આચર્યું હતું. બી-ઝેડ જેવી વધુ એક સ્કીમે રોકાણકારોને રોવડાવ્યા છે. આ મામલે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 11 રોકાણકારોએ કુલ રૂ. 3,42,82,000 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કંપનીના સંચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બી-ઝેડ ગ્રુપ કૌભાંડ આચર્યું હોવાની વાત જગજાહેર થઈ છે. આ અંગે હિંમતનગર બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 11 રોકાણકારોએ કુલ રૂ. 3,42,82,000 ની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી-ઝેડ ગ્રુપની મુખ્ય કંપની એન.એ.આર. કન્સલ્ટન્સી તથા એન.એ.આર. કેપીટલ કંપની અને તેની સબસિડરી કંપનીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગરની ફાઈનાન્સ પેઢીમાં ઊંચા વ્યાજની લાલચમાં 11 રોકાણકારોના 3.42 કરોડ ડૂબ્યા 2 - image

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હિંમતનગરના અમરપુરા ખાતે રહેતા અમૃતસિંહ સુખસિંહ મકવાણા અને સુરજસિંહ સુખસિંહ મકવાણાએ એન.એ.આર. કન્સલ્ટન્સી અને એન.એ.આર. કેપીટલ કંપનીમાં માસિક 5% થી 7% જેટલું ઊંચું વ્યાજ આપવાની લાલચમાં રોકાણ કર્યું હતું. કંપનીના સંચાલકોએ અમૃતસિંહને રૂ. 9,50,000 અને સુરજસિંહને રૂ. 8,80,000 ની રકમ પરત આપી ન હતી. આ ઉપરાંત અન્ય 9 રોકાણકારોના પણ મોટી રકમ ફસાયેલી છે.

કંપનીએ રોકાણકારોને કુલ રૂ. 3,42,82,000 ની છેતરપિંડી કરી હતી. આ અંગે અમૃતસિંહ મકવાણાએ હિંમતનગર બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કંપનીના સંચાલકો એ.આર. કન્સલ્ટન્સીના પ્રોપરાઇટર અંકુરસિંહ દિલીપસિંહ ડાભી, તેમના પત્ની મંજુલાબહેન દિલીપસિંહ ડાભી (બંને રહે. પુંદરા, તા.તલોદ), કંપનીના અન્ય સંચાલકો ભગીરથસિંહ ઉમરજી રાઠોડ (રહે. તખતપુરા, તા.તલોદ) અને કેતનભાઈ (રહે. અમદાવાદ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હિંમતનગરની ફાઈનાન્સ પેઢીમાં ઊંચા વ્યાજની લાલચમાં 11 રોકાણકારોના 3.42 કરોડ ડૂબ્યા 3 - image

ફરિયાદી અમૃતસિંહ મકવાણાએ જણાવ્યું કે કંપનીના સંચાલકોએ માસિક 5% થી 7% વ્યાજ આપવાની લાલચ આપી હતી. વ્યાજની લાલચમાં રોકાણકારોએ મોટી રકમ રોકી હતી. જો કે, કંપનીએ વ્યાજ આપવાનું બંધ કરી દીધું અને મુદત પૂરી થતાં મુદ્દલ રકમ પણ પરત ન કરી. સાબરકાંઠા અને અરવલ્લીના 11 રોકાણકારોના કુલ રૂ. 3,42,82,000 ફસાયા છે.

ઊંચા વ્યાજની પોન્ઝી સ્કીમમાં માર્કેટિંગથી રોકાણકારો રડાવ્યા

અત્યંત આકર્ષક વ્યાજ દરની લાલચ આપી રોકાણકારોને રોળવાના કૌભાંડમાં બી-ઝેડ ગ્રુપની એન.એ.આર. કન્સલ્ટન્સી અને એન.એ.આર. કેપીટલ કંપનીએ પોન્ઝી સ્કીમની જેમ માર્કેટિંગ કર્યું હતું. આ સ્કીમમાં રોકાણકારોને માસિક 5% થી 7% જેટલો વ્યાજ દર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. રોકાણકારોને ઊંચા વ્યાજ દરથી પ્રભાવિત કરીને કંપનીએ મોટી સંખ્યામાં રોકાણકારોને આકર્ષિત કર્યા હતા. જો કે, કંપનીએ નિયમિતપણે વ્યાજ અને મુદ્દલ રકમ પરત કરવાનું બંધ કરી દીધું હતું. આ બાબતે રોકાણકારોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બી-ઝેડ ગ્રુપની આ કંપનીના સંચાલકોએ રોકાણકારોને રોળીને કંપનીના શટર પાડી દીધા છે અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે એન.એ.આર. કન્સલ્ટન્સી અને એન.એ.આર. કેપીટલ કંપનીના ત્રણ સંચાલકો સામે જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ગુજરાતમાં પ્રજનનક્ષમતા દર 1.9, જીવનશૈલી અને મોડી ઉંમરે લગ્નની ઈફેક્ટ, 10 વર્ષમાં ચિંતાજનક સ્થિતિ | g…

ગુજરાતમાં પ્રજનનક્ષમતા દર 1.9, જીવનશૈલી અને મોડી ઉંમરે લગ્નની ઈફેક્ટ, 10 વર્ષમાં ચિંતાજનક સ્થિતિ | g...

સાવધાન! સુરતના અમરોલીમાં ડુપ્લીકેટ ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ, રૂ. 1.20 કરોડનું 9000 કિલોથી વધુ ડુપ્લીકેટ …

સાવધાન! સુરતના અમરોલીમાં ડુપ્લીકેટ ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ, રૂ. 1.20 કરોડનું 9000 કિલોથી વધુ ડુપ્લીકેટ ...

જૂનાગઢના ગિરનાર પર્વત પરની રોપ-વે સેવા આગામી ત્રણ દિવસ માટે બંધ રહેશે | Girnar Ropeway Services Susp…

જૂનાગઢના ગિરનાર પર્વત પરની રોપ-વે સેવા આગામી ત્રણ દિવસ માટે બંધ રહેશે | Girnar Ropeway Services Susp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર એસ.ટી. વિભાગને 5માંથી 4.7નું રેટિંગ મળ્યું | Bhavnagar ST Department got a rating of 4 7 out …

ભાવનગર એસ.ટી. વિભાગને 5માંથી 4.7નું રેટિંગ મળ્યું | Bhavnagar ST Department got a rating of 4 7 out …

1 week ago
છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …

છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …

1 year ago
૨૦૨૩-૨૪માં ભાજપને સૌથી વધુ રૃ. ૨૨૪૩ કરોડનું ડોનેશન મળ્યું | bjp got highest donation

૨૦૨૩-૨૪માં ભાજપને સૌથી વધુ રૃ. ૨૨૪૩ કરોડનું ડોનેશન મળ્યું | bjp got highest donation

1 year ago
પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા | animals from the animal husbandry ce…

પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા | animals from the animal husbandry ce…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News