gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Municipal Corporation Mayor: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે (26મી મે) યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અગાઉથી જ જે નામોની પ્રબળ સંભાવના સેવાઈ રહી હતી, તે મુજબ જ પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશભાઈ બારોટને અમદાવાદના નવા મેયર જાહેર કરવામાં આવ્યા છે.

મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દેદારોની

અમદાવાદના મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરાઈ છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરાઈ છે.

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત 2 - image

અમદાવાદના મેયર હિતેશ બારોટનો એક્શન પ્લાન!

અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા બાદ હિતેશ બારોટે શહેરના વિકાસ, ટ્રાફિકની ગંભીર સમસ્યા, ચોમાસાની પૂર્વતૈયારીઓ અને ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્સને લઈને એક ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને તેને ગ્લોબલ લેવલ પર વધુ વિકસિત બનાવવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.’ આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ ખાતે આયોજિત થનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને પણ તેમણે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

મેયર તરીકે સૌથી પહેલી પ્રાથમિકતા કઈ રહેશે?

અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરના દરેક નાગરિકની જે કોઈ પાયાની જરૂરિયાત છે, તે પૂરી કરવી એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. આપણું અમદાવાદ પહેલેથી જ અગ્રેસર છે, પરંતુ તેને દેશનું સૌથી વધુ વિકસિત અને સુવિધાજનક શહેર બનાવવા માટે હું અને મારી ટીમ સતત પ્રયાસ કરીશું.’

ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે મેયર હિતેશ બારોટે જણાવ્યું હતુ કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્તરની રમતોનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તેનો યજમાન બનવાનો મોકો અમદાવાદને મળ્યો છે, તે આપણા સૌ માટે અહોભાગ્યની વાત છે. આ ઐતિહાસિક સમયગાળાની અંદર મહાનગરપાલિકા હસ્તકના જે કોઈ પણ આંતરમાળખાકીય કામો કરવાના આવશે, તેને હું સમયમર્યાદામાં શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરાવીશ.’

પીક અવર્સમાં ટ્રાફિક અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ અંગે હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદની અંદર ટ્રાફિકની સમસ્યા વસ્તી અને વાહનોના અસાધારણ વધારાના કારણે છે. પહેલાં જ્યારે કોઈ નવી સ્કીમ બનતી ત્યારે લોકો સ્કૂટર લઈને મકાન જોવા જતા હતા, પણ આજે સ્થિતિ બદલાઈ છે. આજે અમદાવાદ એટલું આર્થિક રીતે સક્ષમ અને વિકસિત બન્યું છે કે હરેક ઘરમાં ત્રણથી ચાર વાહનો થઈ ગયા છે! શહેર જે ઝડપે ફેલાઈ રહ્યું છે તે જોતા ટ્રાફિક અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે સંકલન સાધીને વર્તમાન વ્યવસ્થાને વધુ સુધારીશ અને સુદ્રઢ બનાવીશ.ટ

કયા કયા બાકી કામો પૂરા કરવા પર તમારી પ્રાયોરિટી રહેશે?

અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ: ‘કોર્પોરેશનમાં કોઈ કામ ક્યારેય બાકી રહેતું નથી, વિકાસકામો તો એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. સમય પ્રમાણે દરેક વસ્તુ નવી જ કરવાની હોય છે. જનતાની અપેક્ષાઓ રોજ બદલાતી હોય છે, તેથી હું દરેક નાગરિકને તેમની રોજિંદી જરૂરિયાત પ્રમાણેના તમામ સ્માર્ટ કામો સમયસર આપવાનો પૂરો પ્રયાસ કરીશ.’

હીતેશ બારોટનું નામ સૌથી આગળ હતું

મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હીતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં હતું. ગત ટર્મમા મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા. આ કારણથી આ વખતે ફરીથી મેયર પદે મધ્યઝોનના કોર્પોરેટરની પસંદગી થવાની શકયતા નહીવત્ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…
GUJARAT

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

May 26, 2026
કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…
GUJARAT

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

May 26, 2026
ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…
GUJARAT

ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…

May 26, 2026
Next Post
માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પૂર્વે સ્થાયી સમિતિમાં રાજકીય અને વહીવટી હુસાતુસીમાં અટવાયેલા રૂ. 230 કરોડના કામ રજુ | Vadoda…

ચૂંટણી પૂર્વે સ્થાયી સમિતિમાં રાજકીય અને વહીવટી હુસાતુસીમાં અટવાયેલા રૂ. 230 કરોડના કામ રજુ | Vadoda…

5 months ago
જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી માં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરી રીલ બનાવનારા 6 શખ્સોના પોલીસે સીન વિખી ના…

જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી માં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરી રીલ બનાવનારા 6 શખ્સોના પોલીસે સીન વિખી ના…

4 months ago
જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

4 weeks ago
શેરબજાર તૂટતાં તથા વૈશ્વિક ક્રૂડ ઉંચકાતા રૂપિયા સામે ડોલરમાં મોટી અફડાતફડી | Dollar sees big rout ag…

શેરબજાર તૂટતાં તથા વૈશ્વિક ક્રૂડ ઉંચકાતા રૂપિયા સામે ડોલરમાં મોટી અફડાતફડી | Dollar sees big rout ag…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News