
– રાજસ્થાનમાં પૂરની સ્થિતિ, મુખ્યમંત્રીએ એરીયલ સરવે કર્યો
– ઉત્તર પ્રદેશના 13 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ, તમામ મોટી નદીઓએ ભયજનક સપાટી વટાવતા તંત્ર એલર્ટ
– હિમાચલમાં નેશનલ હાઇવે સહિત 310થી વધુ રોડ બંધ રખાયા, અત્યાર સુધીમાં 103 લોકોના મોત, 36 હજુ પણ ગૂમ
નવી દિલ્હી : હવામાન વિભાગે ભારે વરસાદને લઇને દેશના આશરે ૧૨ જેટલા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો પણ સમાવેશ થાય છે કે જ્યાં સ્થિતિ વધુ કથળી રહી છે. ઉત્તર પ્રદેશના ૧૩થી વધુ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે, જ્યારે મુખ્ય નદીઓ જેમ કે ગંગા, યમુના અને બેતવાએ ભયજનક સપાટી વટાવી દીધી છે.










