![]()
અમદાવાદ,સોમવાર,6
એપ્રિલ,2026
અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનના દસ વોર્ડમાં ૨૬ પાણીજન્ય
રોગના કેસ માટે હાઈરીસ્ક એરીયા જાહેર
કરવામા આવેલા છે. આ હાઈરીસ્ક એરીયા જે દસ વોર્ડમાં આવેલા છે.તે વોર્ડમાં ફેબુ્આરી-૨૬ના એક મહિનામાં જ ડ્રેનેજ ચોકઅપ
થવાની ૫૩૫૪ ફરિયાદ લોકોએ સી.સી.આર.એસ. દ્વારા કોર્પોરેશનમાં નોંધાવી હતી.પ્રદૂષિત
પાણી આવવા અંગેની ૩૩૩ તેમજ પાણીની લાઈન લીકેજ હોવા અંગેની ૩૦૦ ફરિયાદ નોંધાઈ
હોવાનુ કોર્પોરેશન તંત્રે સ્વીકાર કર્યો છે.
કોર્પોરેશન તરફથી જાહેર કરવામા આવેલા હાઈરીસ્ક એરીયા જે દસ
વોર્ડમા આવેલા છે તે તમામ વોર્ડમાં જાન્યુઆરી-૨૫માં ડ્રેનેજ ચોકઅપ થવા અંગેની ૭૪૮૦, પાણીની લાઈન
લીકેજ હોવાઅંગેની ૫૨૧ જયારે પાણી પ્રદૂષિત આવતુ હોવા અંગેની ૩૬૪ ફરિયાદ લોકો
દ્વારા નોંધાવવામા આવી હતી.જાન્યુઆરી-૨૬માં ડ્રેનેજ ચોકઅપ થવા અંગેની ૫૮૬૩, પાણીની લાઈન
લીકેજ હોવાઅંગેની ૩૬૭ જયારે પાણી પ્રદૂષિત આવતુ હોવા અંગેની ૩૩૦ ફરિયાદ લોકો
દ્વારા નોંધાવવામા આવી હતી.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કરવામા આવેલા
હાઈરીસ્ક એરીયામા જયાં પણ જરૃર હોય ત્યાં પાણીના સેમ્પલ લેવાની સાથે પાણી તથા
ડ્રેનેજની લાઈનના સમારકામ તેમજ નવી લાઈન નાંખવાની હોય ત્યાં તાકીદે કામગીરી કરવા
હેલ્થ અને ઈજનેર વિભાગને કડક સુચના આપ્યા પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી શરુ
કરવામા આવી હતી.
વોર્ડ મુજબ કેટલી ફરિયાદ નોંધાઈ
વોર્ડ ડ્રેનેજ
લીકેજ પોલ્યુશન
અમરાઈવાડી ૪૧૭ ૨૯ ૧૮
બહેરામપુરા ૬૬૪ ૨૩ ૩૪
દાણીલીમડા ૫૭૭ ૨૭ ૫૦
ગોમતીપુર ૨૬૫ ૩૦ ૪૬
જમાલપુર ૮૧૦ ૧૭ ૭૯
લાંભા ૫૦૩ ૫૦ ૧૬
રામોલ ૧૫૭ ૨૩ ૦૩
સરસપુર ૧૪૦૮ ૨૪ ૫૧
સરખેજ ૩૦૨ ૪૩ ૨૩
વટવા ૨૫૧ ૩૪ ૧૩
કુલ ૫૩૫૪ ૩૦૦ ૩૩૩
પાણીજન્ય રોગના
છુપાવાતી સાચી વિગત
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી શહેરમા નોંધાતા પાણીજન્ય રોગના આંકડા
પણ છુપાવાઈ રહયા છે. ૧થી ૫ એપ્રિલ દરમિયાન શહેરમાં ઝાડા ઉલટીના ૧૦૬,ટાઈફોઈડના ૨૨ તથા
કમળાના ૬ કેસ નોંધાયા હોવાનુ મ્યુનિ.હેલ્થ વિભાગનુ કહેવુ છે.એપ્રિલ મહિનામા કલોરીન
ટેસ્ટ માટે ૬૬૭૫ સેમ્પલ લેવાયા છે.આ પૈકી માત્ર બે સેમ્પલમા જ કલોરીન નીલ રીપોર્ટ
હોવાનુ તથા બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે લેવામા આવેલા ૧૦૦૪ પાણીના સેમ્પલ પૈકી
માત્ર ૬ સેમ્પલ અનફીટ હોવાનો દાવો હેલ્થ વિભાગે કર્યો છે.મચ્છરજન્ય રોગમા તો ડેન્ગ્યૂના
માત્ર બે કેસ સિવાય મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નહી હોવાનો હેલ્થ વિભાગનો દાવો
હાસ્યાસ્પદ લાગે છે.










