![]()
Nashik Dhongi Baba Ashok Kharat Case : મહારાષ્ટ્રના નાસિક જિલ્લા કહેવાતો ગોડમેન અને ઢોંગી બાબા અશોક ખરાત રેપ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. SITએ આ ઢોંગી બાબાની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી ખોલી નાખી છે. તપાસ મુજબ મહારાષ્ટ્ર સરકારે અશોક ખરાતના એક મંદિર માટે એક કરોડનું ફંડ આપ્યું હોવાની, ઢોંગી બાબા સંબંધીત 100 અશ્લી વીડિયો મળ્યા હોવાની અને તેની પાસે લગભગ 1500 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાની વાત સામે આવી છે.
મહારાષ્ટ્ર સરકારે ખરાતના મંદિરને ફંડ આપ્યું હતું
સત્તાવાર દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે, મહારાષ્ટ્ર સરકારે 13 માર્ચ-2018માં પ્રવાસન વિકાસ યોજના હેઠળ અશોક ખરાતના એક મંદિરના વિકાસ માટે એક કરોડનું ફંડ આપ્યું હતું. તે વખતે ભાજપના નેતા જયકુમાર રાવલ પર્યટન અને સાંસ્કૃતિક વિભાગ સંભાળતા હતા. નાસિક જિલ્લાના સિન્નર વિસ્તારમાં શ્રી ઈશાન્યેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું સંચાલન થાય છે અને આ ટ્રસ્ટ અશોક ખરાત સંભાળતો હતો. સરકારે આ મંદિરના વિકાસ માટે અનેક કામોને મંજૂરી આપી હતી. જોકે તે વખતે ખરાબ વિરુદ્ધ કોઈપણ કેસ કે આરોપ થયા ન હતા, જેના કારણે સરકારે સામાન્ય પ્રક્રિયા હેઠળ આ ફંડ મંજૂર કર્યું હતું.
દુષ્કર્મના કેસ બાદ ખરાતની ક્રાઈમ કુંડળી ખુલી
ઢોંગી બાબા ખરાતના સંપૂર્ણ ક્રાઈમ કુંડળી ત્યારે સામે આવી છે, જ્યારે એક 35 વર્ષની મહિલાએ 18 માર્ચે તેના વિરુદ્ધ દુષ્કર્મનો આક્ષેપ કરાયો છે. હાલ ખરાત દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ છે. મહિલાનો આક્ષેપ છે કે, ખરાતે તેની સાથે ત્રણ વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું. હાલ ઢોંગી બાબા પોલીસ કસ્ટડીમાં છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં
ખરાતના અનેક રાજકીય નેતાઓ સાથે સંબંધો
તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ખરાતના અનેક રાજકીય નેતાઓ સાથે સંબંધો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એક આઈપીએસ અધિકારીની આગેવાની હેઠળ વિશેષ તપાસ કમિટી (SIT)ની રચના કરવામાં આવી છે. એસઆઈટીએ અત્યાર સુધીની કાર્યવાહીમાં ખરાત વિરુદ્ધ છ કેસ દાખલ કર્યા છે. આમાં એક પીડિતા ગર્ભવતી મહિલા હોવાનો પણ ખુલાસો થયો છે.
દુષ્કર્મના કેસમાં ધરપકડ બાદ નવા-નવા ખુલાસા થયા
તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. SITએ ખરાત સંબંધી લગભગ 100 અશ્લિલ વીડિયો મળી આવ્યા છે. આ ઉપરાંત તેની પાસે 1500 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાની પણ વાત સામે આવી છે. હવે આ મામલામાં ઈન્કમટેક્સ વિભાગની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને ખરાબ અને તેની સાથે સંકળાયેલા લોકોની સંપત્તિ તેમજ લેવડ-દેવડની તપાસ શરૂ કરી દેવાઈ છે. બીજીતરફ સાઈબર પોલીસ અશ્લિલ વીડિયોની તપાસ કરી રહી છે, જેથી ખબર પડે કે, તે વીડિયોનો ઉપયોગ કંઈ રીતે કરવામાં આવ્યો છે?
મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશક સદાનંદ દાતે અને રાજ્ય સરકાર ખરાતના સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, ધાર્મિક અને પ્રવાસન સ્થળો માટે ફંડ મંજૂર કરવું એક નિયમિત પ્રક્રિયા છે. તે વખતે ઉપલબ્ધ માહિતીના આધારે નિર્ણય લેવાયા છે. જોકે હવે ખરાત વિરુદ્ધ ગંભીર આરોપો સામે આવ્યા છે. આ મામલો માત્ર ગુનાહિત તપાસ સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં સરકારી ફન્ડિંગ, રાજકીય સંપર્ક અને મોટા સ્તરે આર્થિક પ્રવૃત્તિઓની પણ તપાસ ચાલી રહી છે. આવનારા સમયમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.
આ પણ વાંચો : PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો










