gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

100 કિ.મી.ની ઝડપે પવન અને કરા સાથે ભારે વરસાદની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ ઍલર્ટ | IMD Issues Red …

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
100 કિ.મી.ની ઝડપે પવન અને કરા સાથે ભારે વરસાદની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ ઍલર્ટ | IMD Issues Red …
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Issues Red Alert: ભારતમાં ચોમાસું હજી પૂરી રીતે શરૂ થયું નથી, ત્યાં જ હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24થી 48 કલાક માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી 2થી 3 દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ભયંકર વાવાઝોડું ફૂંકાવા, કરા પડવા અને ભારે વરસાદ થવાની આશંકા છે. આ ગંભીર સ્થિતિને જોતાં હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. જોકે, આ ભયંકર તોફાન અને વરસાદની વચ્ચે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે, કારણ કે તાપમાનમાં સીધો 6થી 8 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાશે.

યુપીમાં વિનાશક તોફાનની આશંકા: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ માટે ખાસ ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે રાજ્ય માટે આજનો દિવસ ઘણો જોખમી સાબિત થઈ શકે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 80થી 100 કિમી/કલાકની વિનાશક ઝડપે ભારે વાવાઝોડું આવવાની શક્યતા છે, જેની સાથે મુસળધાર વરસાદ અને કરા પણ પડી શકે છે. બીજી તરફ, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આજે 70થી 80 કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને કરા પડશે. આ ખરાબ હવામાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેમાં 30 મેના રોજ આખા ઉત્તર પ્રદેશમાં 50થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 31 મેના રોજ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે.

દિલ્હી-હરિયાણામાં તોફાનનું એલર્ટ અને બિહાર-ઝારખંડમાં અંધડની આશંકા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દેશની રાજધાની દિલ્હી, ચંડીગઢ અને હરિયાણામાં 70થી 80 કિમી/કલાકની ઝડપે જોરદાર તોફાન આવવાની, કરા પડવાની અને ભારે વરસાદની આશંકા છે, જે 30 મેના રોજ પણ ચાલુ રહેશે. બીજી તરફ, બિહારમાં આજે કેટલીક જગ્યાએ ભારે વરસાદ સાથે 60થી 70 કિમી/કલાકની ઝડપે તેજ વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી અપાઈ છે. બિહારમાં 30 મેના રોજ પણ ધૂળની ડમરીઓ પાવ ફૂકાશે, જ્યારે 31 મે અને 1 જૂને હળવોથી મધ્યમ વરસાદ પડશે. પાડોશી રાજ્ય ઝારખંડમાં પણ આજે અને 31 મે દરમિયાન 50થી 60 કિમી/કલાકની ઝડપે તોફાન આવી શકે છે અને 1થી 3 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાનું અનુમાન છે.

પહાડી રાજ્યોમાં હવામાન ખરાબ થવાની આશંકા

પહાડી રાજ્યોની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં આજે કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને કરા પડવાની આશંકા છે, જેના કારણે 30 મે સુધી પહાડી વિસ્તારોમાં હવામાન ખરાબ રહેશે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ કરા પડવાની સાથે 50થી 60 કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાનું અનુમાન છે. પહાડો પર થઈ રહેલી આ કુદરતી હલચલને કારણે મેદાની વિસ્તારો તરફ ઠંડી હવાઓ આવશે, જેનાથી તાપમાનનો પારો ગગડશે.

આ પણ વાંચો: ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI, જાણો ખાસિયત

મધ્ય પ્રદેશમાં કાળઝાળ હીટવેવની વિદાય

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં લૂ (હીટવેવ)ની છેલ્લી અસર જોવા મળશે. ત્યારબાદ આજે અને આવતીકાલે આખા મધ્ય પ્રદેશમાં કરા પડવા અને 50-60 કિમી/કલાકની ઝડપે તોફાન આવવાનું એલર્ટ છે. આ ઉપરાંત 31 મેના રોજ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ છત્તીસગઢમાં પણ આજથી 31 મે દરમિયાન 50થી 60 કિમી/કલાકની ઝડપે આંધી-તોફાન આવવાની આશંકા છે, જેનાથી ગરમીનો પ્રકોપ ઓછો થશે અને 1 જૂને પણ અહીં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh…

કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh...

ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI, જાણો ખાસિયત | rbi plastic curr…

ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI, જાણો ખાસિયત | rbi plastic curr...

‘લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું!’, રાહુલ ગાંધીની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની …

'લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું!', રાહુલ ગાંધીની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ…

મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ…

1 year ago
મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા | 12 more illegal coal wells seized from…

મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા | 12 more illegal coal wells seized from…

6 months ago
લીંબડીમાં ફુલેશ્ચર મહાદેવને પુષ્પોનો શૃંગાર | Flower decoration for Lord Mahadev in Limbdi

લીંબડીમાં ફુલેશ્ચર મહાદેવને પુષ્પોનો શૃંગાર | Flower decoration for Lord Mahadev in Limbdi

11 months ago
સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicle o…

સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicle o…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News