![]()
Image Source: IANS
Vaishno Devi Yatra: માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. 26 ઓગસ્ટના રોજ ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણો દેવી યાત્રા બુધવાર (17 સપ્ટેમ્બર) થી શરૂ થશે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે મંગળવારે (16 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પોસ્ટમાં આ માહિતી આપી હતી. શ્રાઇન બોર્ડે ભક્તોને સત્તાવાર સંદેશાવ્યવહાર ચેનલો દ્વારા અપડેટ રહેવા અપીલ કરી હતી.










