gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

27 જાન્યુઆરીએ દેશભરમાં બેન્ક યુનિયનોની હડતાળ, જાણો કઈ કઇ બેન્કનું કામકાજ પડી શકે ઠપ | bank strike na…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in INDIA
0 0
0
27 જાન્યુઆરીએ દેશભરમાં બેન્ક યુનિયનોની હડતાળ, જાણો કઈ કઇ બેન્કનું કામકાજ પડી શકે ઠપ | bank strike na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bank Strike: જો તમે 27 જાન્યુઆરીએ કોઈ કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે તમારી બેંક મંગળવારે ચાલુ છે કે બંધ? કારણ કે બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે  દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.

કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે. 

અનેક કાર્યો પ્રભાવિત થશે

જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે. 

શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે.  UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. 

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન ‘યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ’ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.

બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી

બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.

9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
Next Post
ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન: અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ, શિક્ષણ અને વ્યસનમુક્ત…

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન: અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ, શિક્ષણ અને વ્યસનમુક્ત...

ભારત-યુરોપની ઐતિહસિક ટ્રેડ ડીલ પર આજે મહોર, ટ્રમ્પને જડબાતોડ જવાબ; જાણો તમને શું લાભ થશે | India EU …

ભારત-યુરોપની ઐતિહસિક ટ્રેડ ડીલ પર આજે મહોર, ટ્રમ્પને જડબાતોડ જવાબ; જાણો તમને શું લાભ થશે | India EU ...

ઓપરેશન સિંદૂરથી ફફડી ગયેલું પાકિસ્તાન ભ્રમ ફેલાવી રહ્યું છે: UNમાં ભારતની ફટકાર | India Slams Pakist…

ઓપરેશન સિંદૂરથી ફફડી ગયેલું પાકિસ્તાન ભ્રમ ફેલાવી રહ્યું છે: UNમાં ભારતની ફટકાર | India Slams Pakist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત | Seventh Day…

અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત | Seventh Day…

9 months ago
સુરત: પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત | Materials used durin…

સુરત: પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત | Materials used durin…

4 months ago
મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું | The neglige…

મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું | The neglige…

7 months ago
હડદડ મહા પંચાયત ઘર્ષણ મામલે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે | haddad mahapanchayat c…

હડદડ મહા પંચાયત ઘર્ષણ મામલે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે | haddad mahapanchayat c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News