gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in INDIA
0 0
0
3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rajya Sabha Elections: દેશના ત્રણ રાજ્યો બિહાર, હરિયાણા અને ઓડિશાની ખાલી પડેલી 11 રાજ્યસભા બેઠકો માટે સોમવારે (16મી માર્ચ) મતદાન થઈ રહ્યું છે. ફાળવવામાં આવેલી બેઠકો કરતાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ટક્કર અત્યંત રસપ્રદ બની છે. ખાસ કરીને બિહારમાં પાંચમી બેઠક માટે જંગ જામ્યો છે, જ્યાં ઓવૈસીની પાર્ટીના બદલાયેલા વલણે NDAની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ, હરિયાણા અને ઓડિશામાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવી રહ્યો છે.

બિહારમાં પાંચમી બેઠક માટે ખરાખરીનો જંગ

બિહારની 5 બેઠકો માટે 6 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને JDUના બબ્બે ઉમેદવારોની જીત નિશ્ચિત મનાય છે, પરંતુ ખરી લડાઈ પાંચમી બેઠક માટે છે. નીતિશ કુમાર, રામનાથ ઠાકુર (JDU), નીતિન નવીન અને શિવેશ કુમાર (BJP). પાંચમા ઉમેદવાર તરીકે NDA સમર્થિત ઉપેન્દ્ર કુશવાહા મેદાનમાં છે. જ્યારે RJD તરફથી અમરેન્દ્ર ધારી સિંહ મેદાનમાં છે.  એક બેઠક જીતવા 41 મતોની જરૂર છે. NDA પાસે 202 ધારાસભ્યો છે, પરંતુ કુશવાહાને જીતવા માટે વધારાના 3 મતોની જરૂર છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની AIMIM ના 5 ધારાસભ્યો અને બસપાના 1 ધારાસભ્યએ RJDને ટેકો જાહેર કરતા વિપક્ષનો આંકડો 41ની નજીક પહોંચી ગયો છે, જે કુશવાહા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: 5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે ‘મિશન ઈમ્પોસિબલ’, કોંગ્રેસ માટે કપરા ચઢાણ

ઓડિશામાં બીજેડી અને ભાજપ વચ્ચે ખેંચતાણ

ઓડિશાની 4 બેઠકો માટે 5 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં એક બેઠક જીતવા 30 પ્રથમ પસંદગીના મતોની જરૂર છે. ભાજપે મનમોહન સમાલ, સુજીત કુમાર અને અપક્ષ દિલીપ રેને સમર્થન આપ્યું છે. BJDએ સંત્રુત મિશ્રાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ ડૉ. દત્તેશ્વર મિશ્રાને ટેકો આપી રહી છે. ભાજપ પાસે 82 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે 3 બેઠકો માટે જરૂરી આંકડાથી 8 ઓછું છે. BJD અને કોંગ્રેસ મળીને ચોથી બેઠક જીતી શકે તેમ છે, પરંતુ BJDમાં બળવાખોર સૂર અને કોંગ્રેસમાં ક્રોસ-વોટિંગના ભયે ગણિત ગૂંચવ્યું છે.

હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્યો શિફ્ટ કરાયા

હરિયાણાની 2 બેઠકો માટે 3 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના સંજય ભાટિયાની જીત નક્કી છે, પરંતુ બીજી બેઠક પર પેચ ફસાયો છે. કોંગ્રેસના કરમવીર બૌદ્ધ અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સતીષ નંદલ વચ્ચે સીધી ટક્કર છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા શિમલા મોકલી દીધા છે. ભૂતકાળમાં હરિયાણામાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન થયેલા ક્રોસ-વોટિંગના કડવા અનુભવોને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડ આ વખતે કોઈ જોખમ લેવા માંગતું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…
INDIA

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

June 19, 2026
ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…
INDIA

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

June 19, 2026
ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…
INDIA

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

June 19, 2026
Next Post
ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત | Tragedy in Odis…

ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત | Tragedy in Odis...

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, 'બાંગી'ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા | protest…

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા | protest…

10 months ago
મિડલ ઈસ્ટ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારે વિપક્ષને કહ્યું- ‘ડરવાની જરૂર નથી, પરિસ્થિતિ કાબૂમાં’ | w…

મિડલ ઈસ્ટ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારે વિપક્ષને કહ્યું- ‘ડરવાની જરૂર નથી, પરિસ્થિતિ કાબૂમાં’ | w…

3 months ago
સપ્તાહ પછી વધુ 1 લો-પ્રેશર : નવરાત્રિમાં વરસાદની શક્યતા | 1 more low pressure after a week: Chance o…

સપ્તાહ પછી વધુ 1 લો-પ્રેશર : નવરાત્રિમાં વરસાદની શક્યતા | 1 more low pressure after a week: Chance o…

9 months ago
ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News