gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Updates: બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઇ જતાં ચિંતા વધી ગઇ છે અને તે ઝડપથી ઉત્તર-ઉત્તર પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તાજા બુલેટિનમાં આ માહિતી આપી છે. IMD એ જણાવ્યું છે કે આ વાવાઝોડુ આજે એટલે કે ગુરુવારે (2 ઓક્ટોબર) રાત્રે ઓડિશા અને તેની સાથે જોડાયેલા આંધ્ર પ્રદેશના કિનારે લેન્ડફોલ કરી શકે છે. આ દરમિયાન 75 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આ વાવાઝોડું બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબર સુધીમાં નબળું પડી જશે અને પવનની ગતિ ઘટીને 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. પરંતુ આ વાવાઝોડાની અસર થોડા દિવસો સુધી જ ચાલુ રહેશે.

ગુજરાત અને ઉત્તર ભારતમાં પણ ‘અનોખી’ ઘટનાની શક્યતા

આ સાથે IMD એ એક અનોખી ઘટનાની પણ સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબ સાગરમાં પણ એક લૉ પ્રેશર ઝોન સર્જાયો છે જે ઉત્તર-પૂર્વ તરફ દ્વારકા અને ગુજરાતના કિનારા તરફ વધી રહ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આ ત્રણેય સિસ્ટમ્સ (બંગાળની ખાડીનું વાવાઝોડું, અરબ સાગરનું લૉ પ્રેશર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ના એકબીજા સાથે ટકરાવવાની સંભાવના છે, જે એક અત્યંત અનોખી ઘટના હશે. તેના કારણે, 4 થી 8 ઓક્ટોબર દરમિયાન પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડી શકે છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ

અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

IMD એ જણાવ્યું છે કે આ હવામાનની ઘટનાને કારણે આગામી 5 દિવસ સુધી અડધા ડઝનથી વધુ રાજ્યોમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.

ઓડિશામાં ગુરુવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંવેદનશીલ જિલ્લાઓમાં કર્મચારીઓ અને મશીનરી તહેનાત કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ ભાગમાં મુખ્ય રૂપથી તટીય અને દક્ષિણી વિસ્તારોમાં બુધવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. IMDએ આજે રાજ્યના તમામ 30 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 

IMDએ પોતાના નિવેદનમાં કહ્યું કે બુધવારે રાત્રે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન સર્જાયું હતુંજે 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું પરંતુ હવે તેની ગતિ ઝડપી બની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરૂવારે સવારે 5:30 વાગે લૉ પ્રેશર ગોપાલપુરથી લગભગ 190 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વ, કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી 190 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વ, પુરી (ઓડિશા) થી 230 કિલોમીટર દક્ષિણ, વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી 250 કિલોમીટર પૂર્વ અને પરાદીપ (ઓડિશા)થી 310 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્વિમમાં કેન્દ્રિત હતું.  

75 કિલોમીટર પ્રતિ કલાક થઇ જશે સ્પીડ

બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ‘ભારે દબાણના કારણે મધ્ય બંગાળ અને તેની અડીને આવેલી બંગાળને ખાડીમાં એક ઓક્ટોબરથી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી તોફાની પવન ફૂંકાશે. બે ઓક્ટોબરે બપોરથી ત્રણ ઓક્ટોબર સવાર સુધી પશ્વિમ-મધ્ય અને તેની અડીને આવેલી ઉત્તર-પશ્વિમ બંગાળની ખાડીમાં સ્પીડ ધીમે ધીમે 55-65 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે.’ IMD એ માછીમારોને 3 ઓક્ટોબર સુધી ઓડિશાના કિનારા પાસે સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From being the inspiration behind Shah Rukh Khan’s Fan to playing SRK in Junglywood, Deepak Kalra ca…
GUJARAT

From being the inspiration behind Shah Rukh Khan’s Fan to playing SRK in Junglywood, Deepak Kalra ca…

November 2, 2026
दुसऱ्या आठवड्यातही ‘दशमी’ची यशस्वी घोडदौड!
GUJARAT

दुसऱ्या आठवड्यातही ‘दशमी’ची यशस्वी घोडदौड!

November 2, 2026
Pragati Srivastava Affirms Herself as a Promising Face by Registering a Believable Debut with Aanand…
GUJARAT

Pragati Srivastava Affirms Herself as a Promising Face by Registering a Believable Debut with Aanand…

November 2, 2026
Next Post
લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ …

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ ...

શૌર્ય અને શક્તિનું પર્વ વિજયાદશમી: રાજ્યભરમાં શસ્ત્રો, વાહનો અને વ્યવસાયના સાધનોની કરવામાં આવી પૂજા …

શૌર્ય અને શક્તિનું પર્વ વિજયાદશમી: રાજ્યભરમાં શસ્ત્રો, વાહનો અને વ્યવસાયના સાધનોની કરવામાં આવી પૂજા ...

અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા | One kill…

અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા | One kill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહન ચાલકો માટે મોટા સમાચાર, પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લૅન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ નિર્ણય…

વાહન ચાલકો માટે મોટા સમાચાર, પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લૅન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ નિર્ણય…

8 months ago
વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર નસેડી ચાલકે ઓવર સ્પીડમાં કાર દોડાવી અબોલ ગાયને અડફેટે લીધી | A drunk dri…

વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર નસેડી ચાલકે ઓવર સ્પીડમાં કાર દોડાવી અબોલ ગાયને અડફેટે લીધી | A drunk dri…

1 year ago
ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા | Silver plunges t…

ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા | Silver plunges t…

9 months ago
રોકાણ ધીમું પડવા છતાં, મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઝડપી ગતિએ નવા શેરોનો ઉમેરો | Despite investment slowdo…

રોકાણ ધીમું પડવા છતાં, મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઝડપી ગતિએ નવા શેરોનો ઉમેરો | Despite investment slowdo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News