gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

CID Crime Busts ₹77 Crore Cyber Fraud Racket : રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના બનાવો વચ્ચે ગાંધીનગર CID ક્રાઈમની ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની ટીમે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર છેતરપિંડી અને ઓનલાઈન ગેમિંગના કાળા નાણાંને સગેવગે કરવા માટે ભાડે રખાતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ચલાવતી ગેંગના 16 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસનીશોના મતે, આ ટોળકીએ દેશભરમાં અંદાજે 77 કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડ આચર્યા છે અને આ રેકેટની કડીઓ દુબઈ સુધી જોડાયેલી હોવાની આશંકા છે. આ ઉપરાંત, 260થી વધુ બેંક ખાતાઓનો ડેટા અને 375 સાયબર ફ્રોડ સાથે છેડો જોડાયેલો હોવાનું ખૂલ્યું છે.

વડોદરા મોડ્યુલ: શેલ કંપનીઓના નામે ખાતા ખોલાવ્યા

વડોદરામાંથી આ રેકેટનો મુખ્ય સૂત્રધાર કિરણ કરશનભાઈ જોશી(રહે.થરાદ), સિદ્ધરાજ ગણપતભાઈ શિરવાડિયા, કાંકરેજના મહેશ લાલજીભાઈ જોષી, પાલનપુરના જીગર રાજુભાઈ સોલંકી અને ઓગડના પ્રકાશ રામજીભાઈ જોષીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ‘શિવમ એજન્સી’, ‘શિવધારા મસાલા બિઝનેસ’ અને ‘એમઆર વોટર’ જેવી બોગસ કંપનીઓ બનાવી તેના નામે બેંક ખાતા ખોલાવતા હતા. આ ખાતાઓના ચેકબુક, ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ તેઓ સાયબર ઠગોને સોંપી દેતા હતા. જેમાં પોલીસે 13 મોબાઈલ ફોન, 13 ચેકબુક, બે પાસબુક અને 4 બ્લેન્ક ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

પાલનપુર લિંક: બેંક ડેટા અને દસ્તાવેજો જપ્ત

પાલનપુરમાંથી મીત રતિલાલ શ્રીમાળી અને મેહુલ બાબુભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. મીત દ્વારા અનેક બેંક ખાતા ખોલાવી તેને મુખ્ય નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતા હતા. પોલીસને અહીંથી મોટી માત્રામાં બેંક વિગતો, આધાર અને પાન કાર્ડની માહિતી સહિતના ડિજિટલ રેકોર્ડ મળી આવ્યા છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા

ગોવામાંથી મળ્યું આખું ‘ઓપરેશન હબ’

તકનીકી વિશ્લેષણના આધારે પોલીસે ગોવામાં દરોડો પાડી પાટણના જીતુભાઈ ભુરાભાઈ ઠક્કર સહિત 9 આરોપીની ધરપકડ કરી છે. ગોવાથી આ ગેંગનું મુખ્ય સંચાલન થતું હતું. અહીંથી 15 લેપટોપ, 72 મોબાઈલ, 126 સિમ કાર્ડ, 115 ડેબિટ કાર્ડ અને અનેક ક્યુઆર(QR) કોડ મળી આવ્યા છે. લેપટોપમાંથી સાયબર ક્રાઈમની ફરિયાદોની પીડીએફ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીનો મસમોટો ડેટા મળી આવ્યો છે.

મોડસ ઓપરેન્ડી: ‘ડિજિટલ એરેસ્ટ’થી લઈને જોબ સ્કેમ

આ ગેંગ ‘ડિજિટલ એરેસ્ટ’, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ સ્કેમ અને પાર્ટ-ટાઈમ જોબના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. ગેંગ પાસે 260થી વધુ બેંક એકાઉન્ટ્સની વિગતો મળી હતી, જેના દ્વારા નાણાંની હેરાફેરી થતી હતી. રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ(1930) મુજબ, આ ખાતાઓ સાથે દેશભરની 375 ફરિયાદો જોડાયેલી છે, જેમાં કુલ 77.72 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ચાંદખેડા ઢોસાકાંડઃ પોલીસે શરૂ કરી માતાની પૂછપરછ, બાળકીઓના મોતનો એફએસએલ રિપોર્ટ આજે આવશે!

આંતરરાષ્ટ્રીય કનેક્શન: દુબઈ સાથે સંપર્ક

આરોપીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટની તપાસમાં દુબઈ અને અન્ય દેશોના સંપર્કો મળી આવ્યા છે. વિદેશમાં બેઠેલા હેન્ડલર્સ સાથે બેંક ખાતાની વિગતો શેર કરવામાં આવતી હતી. આ રેકેટમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે CIDએ તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…
GUJARAT

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

May 29, 2026
બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન…
GUJARAT

બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન…

May 29, 2026
અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…
GUJARAT

અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…

May 29, 2026
Next Post
ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail...

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure …

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure ...

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં નિફટી 26599 ઉપર બંધ થતાં 26866 સેન્સેક્સ 86622 ઉપર બંધ થતાં 87488 જોવાશે | The new wee…

નવા સપ્તાહમાં નિફટી 26599 ઉપર બંધ થતાં 26866 સેન્સેક્સ 86622 ઉપર બંધ થતાં 87488 જોવાશે | The new wee…

5 months ago
અમરેલીની શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો | Youth dies…

અમરેલીની શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો | Youth dies…

10 months ago
સાણંદ જીઆઈડીસીમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવાની માગણી કરવામાં આવી

સાણંદ જીઆઈડીસીમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવાની માગણી કરવામાં આવી

5 months ago
RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s…

RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News