Sharmishta Panoli News : સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીની ધરપકડ કરાતા ભાજપે પશ્ચિમ બંગાળ સરકારે પર પ્રહારો કર્યા છે. ભાજપે આજે (1 જૂન) આક્ષેપ કર્યો છે કે, તૃણમુલ કોંગ્રેસ સરકારે પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે 22 વર્ષીય હિન્દુ મહિલાને ટાર્ગેટ કરી છે.
કથિત સાંપ્રદાયિક ટિપ્પણી મામલે શર્મિષ્ઠાની ધરપકડ
સૂત્રોના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળ પોલીસે શુક્રવારે રાત્રે હરિયાણાના ગુરુગ્રામમાંથી શર્મિષ્ઠાની ધરકડ કરી છે. તેણી પર આરોપ છે કે, તેણે ઈન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો એપલોડ કર્યો હતો, જેમાં કથિત રીતે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) પર બોલિવૂડ સ્ટાર્સના મૌન અંગે સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.