gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમે ભાષાશાસ્ત્રી કે ઈતિહાસકાર નથી, માફી માગો : હાઈકોર્ટે કમલ હાસનને તતડાવ્યા | You are not a linguis…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
તમે ભાષાશાસ્ત્રી કે ઈતિહાસકાર નથી, માફી માગો : હાઈકોર્ટે કમલ હાસનને તતડાવ્યા | You are not a linguis…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– કમલની જીદ : ભૂલ માટે માફી હોય, ગેરસમજ માટે નહીં !

– કલા રાહ જોઈ શકે, કર્ણાટકમાં  ફિલ્મ રીલિઝ નહિ કરું : કમલ, કલાત્મક અભિવ્યક્તિ લોકલાગણીથી સર્વોપરી ન હોઈ શકેે : હાઈકોર્ટ

મુંબઈ : કમલ હાસને કન્નડા ભાષા તમિલમાંથી જન્મી છે તેવાં વિધાન બદલ માફી માગવાનો ઈનકાર કરતાં તેની મણિ રત્નમનાં દિગ્દર્શન હેઠળની ફિલ્મ ‘ઠગ લાઈફ’ કન્નડામાં રીલિઝ નહિ થાય. આ વિવાદ અંગે કર્ણાટક હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કમલ હાસનને તતડાવ્યો હતો અને માફી માગવા કહ્યું હતું. જોકે, કમલ હાસને કહી દીધું હતું કે, કન્નડ ભાષા અંગે મારાં વિધાન સંદર્ભમાં ગેરસમજ થઈ છે. મેં ભૂલ કરી હોય તો હું માફી માગું પરંતુ ગેરસમજ માટે માફી માગવાની ન હોય. તેમણે કહ્યું કે, કળા પ્રતીક્ષા કરી શકે છે. હું માફી નહીં માગું અને હાલ આ ફિલ્મ કર્ણાટકમાં રીલિઝ પણ નહિ કરું. 

દક્ષિણના સુપર સ્ટાર કમલ હાસનની ફિલ્મ ઠગ લાઈફની લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ ફિલ્મ હવે પાંચ જૂનથી દેશભરમાં રીલિઝ થઈ રહી છે. જોકે, તમિલ અને કન્નડ ભાષાના વિવાદમાં આ ફિલ્મ કર્ણાટકમાં ફસાઈ ગઈ છે. કમલ હાસને ‘ઠગ લાઈફ’ ફિલ્મના ઓડિયો રીલિઝ વખતે એવું  વિધાન કર્યું હતું કે કન્નડ ભાષા તમિલ ભાષામાંથી સર્જાઈ છે. આ વિધાનના કર્ણાટકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સે આ ફિલ્મ કર્ણાટકમાં રીલિઝ નહિ  કરવાનો નિર્ણય લીધો હતો. તેથી કમલ હાસને હાઈકોર્ટમાં અરજી કરી હતી અને પોલીસ રક્ષણની માગણી કરી હતી. કમલ હાસને હાઈકોર્ટને જણાવ્યું હતું કે પોતે કન્નડ ભાષાનું સન્માન કરે છે અને પોતાનું વલણ સ્પષ્ટ કરતો એક પત્ર ચેમ્બરને પાઠવ્યો છે. જોકે, હાઈકોર્ટે એ વાતની નોંધ લીધી હતી કે આ પત્રમાં ક્યાંય માફી શબ્દનો ઉલ્લેખ નથી. 

સુનાવણી વખતે જસ્ટીસ એમ. નગરપ્રસન્નાએ કમલ હાસનને કહ્યું કે, તમારાં વિધાનોથી કર્ણાટકની પ્રજાની લાગણી દૂભાઈ છે આથી તમારે માફી માગી લેવી જોઈએ. જોકે, કમલ હાસન વતી તેના વકીલે કહ્યું હતું કે તેને કન્નડા ભાષા માટે કોઈ દ્વૈષ નથી. પરંતુ, આખી  વાત ગેરસમજની છે અને તેના માટે તેમનો અસીલ માફી માગવા તૈયાર નથી. તેઓ ફિલ્મ માટે હવે પોલીસ રક્ષણ પણ નહીં માગે, કારણ કે તેઓ હાલ આ ફિલ્મ કર્ણાટકમાં રીલિઝ જ નહીં કરે.

આ પહેલાં હાઈકોર્ટે કમલને તતડાવતાં કહ્યું હતું કે તમે માફી  નહિ  માગીને તમારા અહમને વળગી રહ્યા છો. તમે કમલ હાસન હો કે ગમે તે હો, આ વાત સમગ્ર રાજ્યના લોકોની ભાવનાઓને લગતી છે.  આ દેશમાં ભાષાના આધારે ભાગલા થયા છે. જાહેર જીવનની એક હસ્તી આ પ્રકારનાં વિધાનો કરી શકે નહિ. તમે કોઈ ઈતિહાસકાર કે ભાષાશાસ્ત્રી નથી કે તમારી વિદ્વતાના આધારે આવાં નિવેદનો કરી શકો. ૭૫ વર્ષ પહેલાં સી. રાજગોપાલાચારીએ આવાં જ વિધાન  બદલ માફી  માગી હતી તો તમે કેમ ન માગી શકો ?  રજનીકાંતે પણ ‘કલા’ ફિલ્મની રીલિઝ  વખતે  પોતાનાં કાવેરી  અંગેના નિવેદન માટે માફી માગી જ હતી. તમે પોતે હાથે કરીને આ તોફાન ઉભું કર્યું છે અને હવે તમે હાઈકોર્ટ પાસે તમારાં ધંધાદારી હિતો  સાચવવા  પોલીસ રક્ષણની માગણી સાથે આવો  છો? તેના કરતાં  માફી માગી  લો તો વિવાદ શાંત થઈ શકે તેમ છે. 

કમલ હાસનના વકીલે કહ્યું હતું કે મણિ રત્નમ અને કમલ હાસન ૧૯૮૭ પછી પહેલીવાર આ ફિલ્મ દ્વારા એકઠા થઈ રહ્યા  છે. આથી આ ફિલ્મ બહુ મહત્વની છે. જોકે, હાઈકોર્ટે આ દલીલનો એવો જવાબ આપ્યો હતો કે આ ફિલ્મ કળાત્મક રીતે મહત્વની છે એ સાચું પરંતુ કળાત્મક અભિવ્યક્તિ લોકલાગણી કરતાં સર્વોપરી હોઈ શકે નહિ. અભિવ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદા  ઓળંગીને લોકલાગણીને દૂભવવા  દઈ શકાય નહિ. 

 કમલ હાસને કહ્યું હતું કે જે ફિલ્મને સેન્સર બોર્ડે ક્લિયર કરી છે તેના પર રાજ્ય સરકાર કે ચેમ્બર પ્રતિબંધ મૂકી શકે નહિ. હાઈકોર્ટે આ અરજી  મુદ્દે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ઉપરાંત સેન્સર બોર્ડને પણ નોટિસો આપી તેમનો જવાબ  રજૂ કરવા જણાવ્યું છે. કર્ણાટક હાઈકોર્ટે આ મુદ્દે દસમી જૂને સુનાવણી આગળ વધારવાનું નક્કી કર્યું છે. આથી, કર્ણાટકમાં હાલ પૂરતી આ ફિલ્મ રીલિઝ નહિ થાય.  કમલ હાસને જણાવ્યું હતું કે પોતે હાલ આ ફિલ્મની રીલિઝ કર્ણાટક પૂરતી મુલત્વી  રાખશે. ત્યાં સુધીમાં તે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંવાદ સાધશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…
INDIA

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

March 30, 2026
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…
INDIA

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

March 30, 2026
Next Post
બિહાર, મિઝોરમ અને આસામમાં વરસાદથી તારાજી : વધુ 18નાં મોત | Rain wreaks havoc in Bihar Mizoram and As…

બિહાર, મિઝોરમ અને આસામમાં વરસાદથી તારાજી : વધુ 18નાં મોત | Rain wreaks havoc in Bihar Mizoram and As...

પૂર્વોત્તરમાં વિનાશ વેરતા વરસાદ, પૂર, ભૂસ્ખલન : આસામમાં 4 લાખને અસર | Devastating rains floods lands…

પૂર્વોત્તરમાં વિનાશ વેરતા વરસાદ, પૂર, ભૂસ્ખલન : આસામમાં 4 લાખને અસર | Devastating rains floods lands...

બેંકિંગ ક્ષેત્રે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખુલ્લા મુકાશે | Doors will be opened for foreign inves…

બેંકિંગ ક્ષેત્રે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખુલ્લા મુકાશે | Doors will be opened for foreign inves...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: હજીરામાં AMNS પ્લાન્ટમાં દુર્ઘટના: ક્રેન તૂટતાં એક કામદારનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | surat hazir…

સુરત: હજીરામાં AMNS પ્લાન્ટમાં દુર્ઘટના: ક્રેન તૂટતાં એક કામદારનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | surat hazir…

6 months ago
જિલ્લા સુધી ક્લાઈમેટ ચેઈન્જની અસર, કપાસમાં સુકારાથી ઉત્પાદન મળતું નથી | Impact of climate change rea…

જિલ્લા સુધી ક્લાઈમેટ ચેઈન્જની અસર, કપાસમાં સુકારાથી ઉત્પાદન મળતું નથી | Impact of climate change rea…

8 months ago
ધોલેરા નજીક તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી જતા ચાલકનું મોત | Driver dies after hitting Tufan divider …

ધોલેરા નજીક તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી જતા ચાલકનું મોત | Driver dies after hitting Tufan divider …

12 months ago
17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે | ED summons Ani…

17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે | ED summons Ani…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News