gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંકિંગ ક્ષેત્રે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખુલ્લા મુકાશે | Doors will be opened for foreign inves…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in Business
0 0
0
બેંકિંગ ક્ષેત્રે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખુલ્લા મુકાશે | Doors will be opened for foreign inves…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેશની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને લાંબા ગાળા માટે વધુ મૂડીની જરૂર

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંક આગામી સમયમાં બેંકિંગ ક્ષેત્રે કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે, જેથી વિદેશી રોકાણકારોને ભારતીય બેંકોમાં વધુ હિસ્સો લેવાની તક મળી શકે. ભારતમાં બેંકિંગ ક્ષેત્રે વિદેશી જાયન્ટો, બેંકિંગ-નાણા સંસ્થાઓ ઝંપલાવવા અને એક્વિઝિશન માટેની હલચલ વધતાં ભારતીય બેંકિંગ નિયામક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) બેંકોની માલિકી સંબંધિત નિયમોને હળવા કરવા પર વિચારણા કરી રહી છે. દેશના ઝડપી વિકસતા અર્થતંત્ર અને ફાઈનાન્શિયલ-બેંકિંગ ક્ષેત્રે તાજેતરના મહિનાઓમાં વિદેશી સાહસિકો એક્વિઝિશન કરવાની તૈયારીમાં છે. દેશની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને લાંબા ગાળા માટે વધુ મૂડીની જરૂર છે.

ગયા મહિને, રિઝર્વ બેંકે જાપાનની સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનને યસ બેંકમાં ૨૦ ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, બે વિદેશી સંસ્થાઓ પણ આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો લેવાનો પ્રયાસ કરી રહી છે. આ દર્શાવે છે કે રિઝર્વ બેંક  વિદેશી રોકાણના નિયમોને અમુક અંશે હળવા કરવાનું વિચારી રહી છે, કારણ કે ભારતમાં આ નિયમો વિશ્વના મુખ્ય અર્થતંત્રોની તુલનામાં સૌથી કડક છે.

ગયા અઠવાડિયે, રિઝર્વ બેંક ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેંકિંગ નિયમો અને લાઇસન્સિંગ નિયમોની સમીક્ષા કરવામાં આવી રહી છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંક હવે નિયમનકારી નાણાકીય સંસ્થાઓને વધુ હિસ્સો રાખવાની મંજૂરી આપવા તૈયાર છે, પરંતુ આ નિર્ણય કેસ-બાય-કેસ આધારે લેવામાં આવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત મહિને જ યશ બેંકમાં જાપાનની સુમીટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પ (એસએમબીસી)ને ૨૦ ટકા હોલ્ડિંગ ખરીદવા અને આઈડીબીઆઈ બેંકમાં બે વિદેશી સંસ્થાઓ હોલ્ડિંગ હસ્તગત કરવા શકયતા ચકાસી રહ્યા હોઈ નિયમોમાં કેટલાક બદલાવ કર્યા હતા. જે દર્શાવે છે કે ભારતમાં વિદેશી માલિકી માટેના નિયમોને હળવા કરવા નિયામકો પર દબાણ વધી રહ્યું છે. ભારતમાં આ નિયમો અન્ય ઘણા દેશોની તુલનાએ સખ્ત છે. આરબીઆઈના ગવર્નરે પણ તાજેતરમાં જણાવ્યું હતું કે, આરબીઆઈ વ્યાપક સમીક્ષાના ભાગરૂપ આરબીઆઈ બેંકો માટે શેરહોલ્ડિંગ અને લાઈસન્સિંગ નિયમોની ચકાસણી કરી રહી છે.

આ નિયમો હળવા કરવા સંબંધિત હલચલમાં આરબીઆઈ નિયમન હેઠળની નાણા સંસ્થાઓને બેંકોમાં મોટું હોલ્ડિંગ મેળવી શકે એ માટે કિસ્સાવાર મંજૂરી અને વિદેશી એક્વિઝિશનો માટે નિયમોમાં કેટલીક રાહત પર વિચારણા કરી શકે છે.

 સમીક્ષકોનું માનવું છે કે, ભારતમાં ડિલ્સ માટે વિદેશી બેંકો ઉત્સુક છે. ખાસ પ્રાદેશિક વેપાર કરારોને ધ્યાનમાં લેતાં વિદેશી બેંકો પોતાનું ભારતમાં બેંકિંગ ક્ષેત્રે અસ્તિત્વ વિસ્તારવા ઈચ્છુક છે. અત્યારે વૈશ્વિક મોટી બેંકો સિટી બેંક થી લઈ એચએસબીસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટડ ભારતમાં બેંકિંગ ક્ષેત્રે અસ્તિત્વ ધરાવે છે. આ બેંકો ખાસ રિટેલ કરતાં નફાકારક કોર્પોરેટ અને ટ્રાન્ઝેકશન બેંકિંગ સેગ્મેન્ટ્સમાં અને ટ્રેડિંગ ક્ષેત્રે ફોક્સ ધરાવે છે.

રેટિંગ એજન્સી ફિચ અનુસાર, રિઝર્વ બેંક ઇચ્છે છે કે મજબૂત પ્રદર્શન અને સારી વ્યવસ્થાપન ક્ષમતા ધરાવતી વિદેશી બેંકો તેમની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ દ્વારા ભારતમાં ૨૬ ટકાથી વધુ હિસ્સો લે. જોકે, મતદાન અધિકારો પર ૨૬ ટકાની મર્યાદા કાયદામાં લખેલી છે, તેથી નાણા મંત્રાલયે તેને બદલવા માટે જરૂરી પગલાં ભરવા પડશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુસ્ત સ્થાનિક વેચાણ વચ્ચે કાર કંપનીઓની નિકાસમાં 15%નો વધારો | Car companies’ exports rise 15% amid s…

સુસ્ત સ્થાનિક વેચાણ વચ્ચે કાર કંપનીઓની નિકાસમાં 15%નો વધારો | Car companies' exports rise 15% amid s...

વિદેશી બ્રોકિંગ હાઉસો ભારતના ઈક્વિટી બજારના આઉટલૂક મામલે સાવચેત | Foreign broking houses cautious ab…

વિદેશી બ્રોકિંગ હાઉસો ભારતના ઈક્વિટી બજારના આઉટલૂક મામલે સાવચેત | Foreign broking houses cautious ab...

વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak…

વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ચોમાસા અને શિયાળામાં કાર્ડિયાક કેસો વધારે, ઉનાળામાં ઓછા | Cardiac cases in Gujarat are mor…

ગુજરાતમાં ચોમાસા અને શિયાળામાં કાર્ડિયાક કેસો વધારે, ઉનાળામાં ઓછા | Cardiac cases in Gujarat are mor…

5 months ago
જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Ban on flying d…

જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Ban on flying d…

9 months ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મીઓનાં મોત | Eight workers die after molten…

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મીઓનાં મોત | Eight workers die after molten…

3 weeks ago
રાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000થી વધુ FIR; એકલા અરવલ્લી પટ્ટામાં જ 4,000થી વધુ કેસ…

રાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000થી વધુ FIR; એકલા અરવલ્લી પટ્ટામાં જ 4,000થી વધુ કેસ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News