UGC NET Exam Date 2025 : UGC NET જૂન 2025 માટે રજીસ્ટ્રેશન કરાયેલા ઉમેદવારને લઈને સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC NET જૂન 2025ની પરીક્ષાનું આખુ ટાઇમટેબલ જાહેર કર્યું છે. NTAએ ગઈકાલે શુક્રવારે (6 જૂન) નેટની પરીક્ષાને લઈને તારીખ જાહેર કરી હતી. NTAની સત્તાવાર માહિતી મુજબ, UGC NETની પરીક્ષા 25 થી 29 જૂન, 2025 દરમિયાન યોજાશે, જેમાં દિવસમાં બે શિફ્ટમાં લેવામાં આવશે.