Shubhanshu Shukla’s Space Axiom-4 Mission : ભારતીય વાયુસેનાના બહાદુર ટેસ્ટ પાઈલટ શુભાંશુ શુક્લા ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ 11 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સી213માં સવાર થઈને અંતરીક્ષ એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ઉડાન ભરવાના છે. 15 વર્ષ સુધી કૉમ્બેટ પાયલોટ રહેલા શુભાંશુ ઐતિહાસિક અંતરિક્ષણ મિશન Axiom-4ને સફળ બનાવવા જઈ રહ્યા છે. આ મિશન એક્સિઓમ સ્પેસ હેઠળ લોન્ચ થવાનું છે અને તેને ‘મિશન આકાશ ગંગા’ પણ કહેવામાં આવે છે. આ મિશન ભારત અને અમેરિકા વચ્ચેના અવકાશ સહયોગનું પરિણામ છે, જેમાં ભારતે 548 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.