PM Modi to Meet All-Party Delegations: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(10 જૂન) તેમના સત્તાવાર આવાસ, 7 લોક કલ્યાણ માર્ગ પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી પ્રતિનિધિમંડળના નેતાઓને મળ્યા હતા. જેઓ ઓપરેશન સિંદૂર હેઠળ વિદેશોમાં ભારતનો સંદેશ લઈને ગયા હતા. આ દરમિયાન વડાપ્રધાન ડેલિગેશનના અનુભવ અને ફીડબેક લીધો હતો. આ સિવાય વડાપ્રધાન મોદીએ તમામ સાંસદો સાથે રાત્રિભોજન પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આ બેઠક બાદ X પર તસવીર પણ શેર કરી છે.