gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આઈટી, હેલ્થકેર, કન્ઝયુમર શેરોમાં તેજી : સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 53 પોઈન્ટ ઘટયો | IT healthcare …

G METRO NEWS by G METRO NEWS
June 11, 2025
in Business
0 0
0
આઈટી, હેલ્થકેર, કન્ઝયુમર શેરોમાં તેજી : સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 53 પોઈન્ટ ઘટયો | IT healthcare …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા અને ચાઈના વચ્ચે રેર અર્થ મામલે ગઈકાલથી શરૂ થયેલી ટ્રેડ વાટાઘાટના ચાલતાં આજે બીજા દિવસે પણ વાટાઘાટનો દોર ચાલુ રહેતાં બન્ને દેશો વચ્ચે કેવી ડિલ થશે એના પર વિશ્વની નજર હોઈ આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ સેન્સેક્સ, નિફટી બેઝડ બે-તરફી સાંકડી વધઘટ વચ્ચે સાવચેતી રહી હતી. અલબત ચાઈનાએ યુરોપ સહિતના દેશોમાં રેર અર્થ મિનરલ્સની નિકાસો પરના અંકુશો ઉઠાવી લેતાં અને ભારત સહિતના દેશો માટે પણ પોઝિટીવ સંકેતને લઈ આજે ફંડોની પસંદગીના શેરોમાં ખરીદી જળવાઈ હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો સાથે કોરોનાના ઉપદ્રવને લઈ હેલ્થકેર શેરોમાં આકર્ષણ રહ્યું હતું. જ્યારે બેંકિંગ-ફાઈનાન્સ, રિયાલ્ટી શેરોમાં અને સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સ ૮૨૬૮૧થી ૮૨૨૪૦ વચ્ચે અથડાઈ અંતે ૫૩.૪૯ પોઈન્ટ ઘટીને ૮૨૩૯૧.૭૨ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ ૨૫૨૦૦થી ૨૫૦૫૫ વચ્ચે અથડાઈ અંતે ૧.૦૫ પોઈન્ટ વધીને ૨૫૧૦૪.૨૫ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ફંડોની તેજી : નેલ્કો રૂ.૭૮ ઉછળી રૂ.૯૭૭ : એફલે, ઓરેકલ,  એલ એન્ડ ટી ટેકનો. વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. નેલ્કો રૂ.૭૮.૩૦ ઉછળી રૂ.૯૭૬.૬૫, એફલે રૂ.૭૩.૯૦ વધીને રૂ.૧૯૪૧.૯૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૩૬.૨૦ વધીને રૂ.૯૪૯૬.૩૫, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૧૫૬.૧૫ વધીને રૂ.૪૪૯૧.૧૦, આરસિસ્ટમ્સ રૂ.૧૪.૬૫ વધીને રૂ.૪૩૧.૨૦, એમ્ફેસીસ રૂ.૭૨.૯૦ વધીને રૂ.૨૬૬૯.૭૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૫૫.૪૦ વધીને રૂ.૫૯૪૬.૧૫, ન્યુક્લિયસ રૂ.૩૧.૧૫ વધીને રૂ.૧૨૫૪.૭૦, ઈમુદ્રા રૂ.૧૬.૬૫ વધીને રૂ.૭૫૮.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૩૨.૧૫ વધીને રૂ.૧૬૧૦.૮૦, ટાટા ટેકનોલોજી રૂ.૧૧.૮૦ વધીને રૂ.૭૮૭.૪૫, બિરલા સોફ્ટ રૂ.૧૦.૬૫ વધીને રૂ.૪૨૮.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૮૬.૩૯ પોઈન્ટ ઉછળી ૩૭૭૯૮.૯૬ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં જળવાયેલું આકર્ષણ : એડવાન્સ એન્ઝાઈમ, કોન્કોર્ડ બાયો, યુનિકેમ, ફાઈઝરમાં તેજી

કોરોનાના કેસો દેશમાં વધતાં જતાં હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની ખરીદીનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. એડવાન્સ એન્ઝાઈમ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૩૨૪.૫૦, કોન્કોર્ડ બાયો રૂ.૮૬.૫૫ વધીને રૂ.૨૧૦૦, શિલ્પા મેડી રૂ.૩૨.૯૦ વધીને રૂ.૯૫૩.૬૫, યુનિકેમ લેબ રૂ.૨૦.૯૦ વધીને રૂ.૬૧૨, લાલપથ લેબ રૂ.૮૭.૭૫ વધીને રૂ.૨૯૬૦.૫૦, ફાઈઝર રૂ.૧૬૮.૦૫ વધીને રૂ.૫૭૭૩.૫૦, બ્લુજેટ રૂ.૩૦.૫૦ વધીને રૂ.૯૦૬.૬૫, વોખાર્ટ રૂ.૩૬.૨૫ વધીને રૂ.૧૫૪૭.૪૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૩૦.૬૦ વધીને રૂ.૧૩૪૯.૯૦, થાયરોકેર રૂ.૨૦.૧૫ વધીને રૂ.૯૯૫.૩૦, ફોર્ટિસ રૂ.૧૨.૩૫ વધીને રૂ.૭૭૮.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૯૩.૭૭ પોઈન્ટ વધીને ૪૩૬૮૫.૦૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : બ્લુ સ્ટાર, વોલ્ટાસ, હવેલ્સ, ડિક્સન ટેકનો.માં આકર્ષણ

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. બ્લુ સ્ટાર રૂ.૫૨.૪૦ વધીને રૂ.૧૬૨૫.૦૫, વોલ્ટાસ રૂ.૩૧.૯૦ વધીને રૂ.૧૩૧૭.૭૦, હવેલ્સ રૂ.૨૮.૧૦ વધીને રૂ.૧૫૬૯.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૭૫.૧૦ વધીને રૂ.૧૪,૯૮૨.૯૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૫૫.૦૧ પોઈન્ટ વધીને ૫૮૬૮૮.૪૭ બંધ રહ્યો હતો.

સુગર, એફએમસીજી શેરોમાં પસંદગીની તેજી : રેણુકા સુગર, ડીસીએમ શ્રીરામ, બજાજ હિન્દુસ્તાન વધ્યા

સુગરમાં ઉત્પાદનના નબળા અંદાજો વચ્ચે ભાવો મજબૂત બની રહ્યા હોઈ સુગર શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બજાજ હિન્દુસ્તાન ૭૯ પૈસા વધીને રૂ.૨૫.૨૨, રેણુકા સુગર ૭૦ પૈસા વધીને રૂ.૩૪.૧૫, ડીસીએમ શ્રીરામ રૂ.૩.૩૫ વધીને રૂ.૧૭૬, ધામપુર સુગર રૂ.૨.૯૦ વધીને રૂ.૧૫૩.૯૫ રહ્યા હતા. અન્ય એફએમસીજી શેરોમાં એન્ડ્રયુ યુલે રૂ.૨.૪૬ વધીને રૂ.૩૪.૧૫, ગોપાલ સ્નેક્સ રૂ.૮.૦૫ વધીને રૂ.૧૨૭.૯૫, અદાણી વિલમર રૂ.૧૦.૩૦ વધીને રૂ.૨૭૮.૧૫, જીલેટ ઈન્ડિયા રૂ.૩૬૦.૪૫ વધીને રૂ.૧૦,૧૩૭.૭૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી છતાં ઉછાળે ઘણા શેરોમાં વેચવાલી : ૨૧૭૭ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટ વચ્ચે આજે સ્મોલ, મિડ કેપના ઘણા શેરોમાં ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ છતાં ગઈકાલની તુલનાએ નબળી પડી   હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૭૭  અને ઘટનારની સંખ્યા ૧૮૭૬ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન નજીવું વધીને રૂ.૪૫૫.૪૧ લાખ કરોડ પહોંચ્યું

સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટ સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદીનું આકર્ષણ રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩૫ હજાર કરોડ વધીને રૂ.૪૫૫.૪૧ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની રૂ.૨૩૦૨ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૧૧૧૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૨૩૦૧.૮૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૬,૫૪૮.૨૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૨૪૬.૩૭  કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૧૧૩.૩૪ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૭૮૭.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૬૭૪.૬૪ કરોડની વેચવાલી કરી હતી.

બજાજ ફાઈ. રૂ.૧૧૧ ઘટયો : જીઓજીત, આરબીએલ બેંક, જેએસડબલ્યુ હોલ્ડિંગ, મોતીલાલ ઓસ્વાલ ઘટયા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ, બેંકિંગ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. જીઓજીત ફાઈનાન્શિયલ રૂ.૩.૪૨ તૂટીને રૂ.૮૭.૬૯, આરબીએલ બેંક રૂ.૮.૩૦ ઘટીને રૂ.૨૨૧.૮૫, ડેમ કેપિટલ રૂ.૮.૨૫ ઘટીને રૂ.૨૯૦.૧૦, બંધન બેંક રૂ.૫.૧૦ ઘટીને રૂ.૧૮૧.૦૫, સુમીત સિક્યુરિટીઝ રૂ.૫૯.૦૫ ઘટીને રૂ.૨૧૬૧.૯૦, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૯૯.૭૫ ઘટીને રૂ.૪૨૦૪.૧૫, એચડીએફસી એએમસી રૂ.૧૦૮.૬૦ ઘટીને રૂ.૫૧૨૦.૩૦, મોતીલાલ ઓસ્વાલ ફાઈ. રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૮૭૮.૧૫, બજાજ ફાઈનાન્સ રૂ.૧૧૧.૨૫ ઘટીને રૂ.૯૪૯૭.૦૫ રહ્યા હતા.હતો.

નિક્કી ૧૨૩ પોઈન્ટ વધ્યો : હોંગકોંગ, ચાઈનામાં નરમાઈ : અમેરિકી બજારોમાં ખુલતામાં સાવચેતી

અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટના ચાલતાં વૈશ્વિક બજારોમાં આજે સાવચેતી રહી હતી. ચાઈનાના શાંઘાઈ અને હોંગકોંગ શેર બજારોમાં નરમાઈ જોવાઈ હતી. જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૨૩ પોઈન્ટ વધ્યો હતો. યુરોપના દેશોના બજારોમાં લંડનનો ફુત્સી ૪૪ પોઈન્ટનો સુધારો, જર્મનીનો ડેક્ષ ૯૦ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકાના બજારોમાં ખુલતાંમાં ડાઉ જોન્સમાં ૩૩ પોઈન્ટનો ઘટાડો, જ્યારે નાસ્દાકમાં ૩૭ પોઈન્ટ જેટલો સુધારો બતાવાતો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…
Business

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…

July 7, 2025
India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
Next Post
ઈક્વિટી ફંડોમાં રોકાણ ઘટીને એક વર્ષના તળિયે | Investment in equity funds falls to one year low

ઈક્વિટી ફંડોમાં રોકાણ ઘટીને એક વર્ષના તળિયે | Investment in equity funds falls to one year low

ચાંદીમાં રૂ.107000નો નવો રેકોર્ડ: સોનામાં આગેકૂચ: ક્રૂડતેલમાં સુધારો

ચાંદીમાં રૂ.107000નો નવો રેકોર્ડ: સોનામાં આગેકૂચ: ક્રૂડતેલમાં સુધારો

મે મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12%નો વધારો | Life insurance companies’ new bu…

મે મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12%નો વધારો | Life insurance companies' new bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of …

નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of …

2 months ago
NSE-BSEને લઈને સૌથી મોટા સમાચાર, બદલાયો એક્સપાયરીનો દિવસ, શેરબજારના દરેક ટ્રેડરને થશે અસર | nse bse …

NSE-BSEને લઈને સૌથી મોટા સમાચાર, બદલાયો એક્સપાયરીનો દિવસ, શેરબજારના દરેક ટ્રેડરને થશે અસર | nse bse …

3 weeks ago
રસ્તા વચ્ચે પાર્ક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ત્રણ પિતરાઈ ભાઈના મોત | Three cousins ​​die after bike ra…

રસ્તા વચ્ચે પાર્ક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ત્રણ પિતરાઈ ભાઈના મોત | Three cousins ​​die after bike ra…

3 months ago
રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે ‘ઘુમ…

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે ‘ઘુમ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News