મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર જો કે ભાવમાં બેતરફી ઉછળકુદ બતાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૧૦૨૫૦૦ બોલાતા નવી ઉંચી ટોચ દેખાઈ હતી.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૬૮થી ૩૩૬૯ વાળા વધી ઉંચામાં ભાવવ ૩૩૯૫ થયા પછી નીચામાં ભાવ ૩૩૪૭ થઈ ૩૩૫૯થી ૩૩૬૦ ડોલર રહ્યા હતા.