
Bihar, Purnia: બિહારના પૂર્ણિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના રજીગંજ પંચાયતના ટેટગમામાં ડાકણ માનીને એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે લગભગ 250 લોકોએ એક જ પરિવારના પાંચ સભ્યોને ઘેરીને મારપીટ કરી જીવતા સળગાવી દીધા હતા. ત્યાર બાદ મૃતદેહોને ગાયબ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ પરિવારના સભ્યોની શોધમાં લાગેલી છે. આ ઘટનાની માહિતી મળતાં જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.










